Ravi Bhatt
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં શરૂઆત તેજી જોવા મળી.ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત બાદ તેજીનો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર પરંતુ સ્થિર સંકેતો, બેંકિંગ અને નાણાકીય શેરોમાં ખરીદી તેમજ સ્થાનિક સંસ્થાગત રોકાણકારોના મજબૂત નાણાપ્રવાહના કારણે બજાર ઊંચા સ્તરે બંધ રહ્યું. જોકે દિવસ દરમિયાન કેટલાક તબક્કે નફાવસૂલી જોવા મળતા વધઘટ પણ નોંધાઈ હતી. એકંદરે બજારનું માળખું હજુ તેજી તરફી રહ્યું, પરંતુ ઉપરના સ્તરે વેચવાલીનું દબાણ યથાવત રહ્યું.
મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ઈરાન અને ઈઝરાયલ બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તેની નહીંવત અસર ભારતીય શેરબજારમાં જોવા મળી. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. જ્યારે રૂપિયો પણ ડૉલરની સામે મજબૂત થયો છે.બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. એક સમયે ૯૦ ડૉલરની સપાટી ગુમાવીને ૮૯ ડૉલર સુધી પહોંચી ગયેલો ક્રૂડ ઓઈલ આજે ફરી એકવાર ૯૨ ડૉલરની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. જે ઓઈલ માર્કેટ અને પેટ્રોલ-ડીઝલની કિંમતો માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો મજબૂત થયો છે. રૂપિયાએ હાલ તો ૯૫ ની સપાટી જાળવી રાખી છે પરંતુ આજે રૂપિયો ડૉલર સામે લગભગ ૨૬ પૈસા જેટલો મજબૂત થયો હતો.
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૯૧૮ સામે ૭૩૯૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૮૯૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૯૮૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સેન્સેક્સે સકારાત્મક શરૂઆત કરી અને દિવસ દરમિયાન બેંકિંગ, પાવર તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોની આગેવાની હેઠળ મજબૂતી દર્શાવી. શરૂઆતમાં ખરીદીના કારણે સૂચકાંક ઊંચા સ્તરે પહોંચ્યો હતો, પરંતુ બાદમાં ટૂંકા ગાળાના વેપારીઓ દ્વારા નફાવસૂલી જોવા મળી. તેમ છતાં દિવસના અંતે સૂચકાંક સકારાત્મક ક્ષેત્રમાં બંધ રહ્યો. મોટી મૂડીવાળા શેરોમાં થયેલી ખરીદી બજાર માટે મુખ્ય આધાર બની.
નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૩૩૧ સામે ૨૩૨૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૨૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૨૩૫ પોઈન્ટ બંધ થયેલ…!!!
નિફ્ટી બજારમાં શરૂઆતથી જ ખરીદીનું વલણ જોવા મળ્યું. ટૂંકી વેચવાલી આવરણ અને નવી લાંબી સ્થિતિઓ બનવાના કારણે વાયદા બજારમાં મજબૂતી જોવા મળી. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પગલાંના પરિણામે આકર્ષણ રહ્યું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટી આવતાં રાહત સાથે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો તરફ ઓટોમોબાઈલ કંપનીઓનો ઝુકાવ વધતાં અને ઈવીનું વેચાણ અપેક્ષાથી વધુ વધી રહ્યું હોઈ ફંડોની ઓટો શેરોમાં ઘટાડે લેવાલી રહી હતી. પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે સિલેક્ટિવ ખરીદી કરી હતી. ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી રહી હતી. એફએમસીજી શેરોમાં પણ ફંડોનું આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ફંડોએ ઘટાડે સિલેક્ટિવ શેરોમાં ખરીદી કરી હતી. સેન્સેક્સ, નિફટીમાં રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં સ્થિરતા અને વૈશ્વિક અર્થતંત્ર અંગેની આશાવાદી ધારણાએ જોખમ લેવા તરફી વલણને ટેકો આપ્યો. જોકે ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ હજુ પણ રોકાણકારો માટે ચિંતાનો વિષય રહ્યા. યુરોપિયન અને એશિયન બજારોમાં મર્યાદિત મજબૂતી જોવા મળતા ભારતીય બજારને પણ ટેકો મળ્યો.
ઈરાન-અમેરિકા વચ્ચે બેથી ત્રણ દિવસમાં ડિલ થવાના ટ્રમ્પના નિવેદન અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ફરી યુદ્વ વિરામને કારણે વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકતાં અને ઘર આંગણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વિદેશી ફંડ પ્રવાહ ભારતમાં વહેતો કરવા પગલાંની પોઝિટીવ અસરે ફંડોએ બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી કરી હતી.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહના અંતે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર(બી)) ડિપોઝિટ અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સ (ઈસીબીઝ) માટે એક ખાસ માળખું રજૂ કરવાનો નિર્ણય લેતાં અને આરબીઆઈએ જાહેર ક્ષેત્રના ઉપક્રમો ઉપરાંત બેંકોને ફોરેન કરન્સી બોરોઈંગ્સ એકત્ર કરવાની મંજૂરી આપવા માટે ઈસીબી સ્કિમનો વ્યાપ વધારતાં પોઝિટીવ અસરે બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.
કોમોડિટી મૂવમેન્ટ :- કોમોડિટી બજારમાં આજે નબળુંથી મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સોનું, ચાંદી અને કોપર સહિતની ધાતુઓમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જ્યારે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ સ્થિર વલણમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને માંગ-પુરવઠાના સંકેતો વચ્ચે રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવતા જોવા મળ્યા હતા…!!!
ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ગોલ્ડ ફ્યુચર નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દબાણ સાથે ખુલ્યું હતું. કિંમતી ધાતુમાં વેચવાલીનું પ્રભુત્વ જોવા મળતાં ભાવ રૂ. ૧,૪૯,૨૯૭ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં સિલ્વર ફ્યુચર નબળા વલણ સાથે ખુલ્યું હતું. સતત નફારૂપી વેચવાલીના દબાણને કારણે ભાવ રૂ. ૨,૩૪,૭૩૩ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
કોપર :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં કોપર ફ્યુચર મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ખુલ્યું હતું. ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત વેચવાલી જોવા મળતાં ભાવ રૂ. ૧,૩૨૦.૧૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
ક્રૂડ ઓઇલ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં ક્રૂડ ઓઇલ ફ્યુચર સ્થિર વલણ સાથે ખુલ્યું હતું. ઊર્જા ક્ષેત્રમાં સંતુલિત ટ્રેડિંગ વચ્ચે ભાવ રૂ. ૮,૪૧૯ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
નેચરલ ગેસ :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગની શરૂઆતમાં નેચરલ ગેસ ફ્યુચર સ્થિરથી નબળા વલણ સાથે ખુલ્યું હતું. મર્યાદિત વેચવાલીના કારણે ભાવ રૂ. ૩૦૧.૫૦ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
ઇલેક્ટ્રિસિટી :- ઇન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન ઇલેક્ટ્રિસિટી ફ્યુચરમાં હળવી નબળાઈ જોવા મળી હતી. સેક્ટરમાં મર્યાદિત વેચવાલીના કારણે ભાવ રૂ. ૪,૬૮૫ આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા…!!!
ભાવિ દિશા : આગામી દિવસોમાં ભારતીય શેરબજાર માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ વૈશ્વિક બજારોની દિશા, વિદેશી નાણાપ્રવાહ, ડોલર સૂચકાંક અને ક્રૂડ ઓઈલના ભાવ રહેશે. હાલ બજારનું માળખું તેજી તરફી છે, પરંતુ અસ્થિરતા વધવાની શક્યતા નકારી શકાય નહીં.
મહત્વપૂર્ણ આધાર સ્તરો ઉપર બજાર ટકેલું રહે તો સૂચકાંકોમાં વધુ તેજી જોવા મળી શકે છે. બેંકિંગ, નાણાકીય સેવાઓ, વીજ ઉત્પાદન અને માળખાગત વિકાસ ક્ષેત્ર આગામી સમયમાં પણ બજારની આગેવાની કરી શકે છે. બીજી તરફ માહિતી પ્રૌદ્યોગિકી અને ધાતુ ક્ષેત્રમાં નબળાઈ યથાવત રહે તો સૂચકાંકો પર દબાણ વધી શકે છે.
ટૂંકા ગાળામાં બજાર માટે સ્થિતિ “તેજી તરફી પરંતુ અસ્થિર” તરીકે ગણાવી શકાય. રોકાણકારોએ તબક્કાવાર ખરીદી, ગુણવત્તાસભર શેરોની પસંદગી અને યોગ્ય જોખમ વ્યવસ્થાપન સાથે આગળ વધવું વધુ યોગ્ય રહેશે.
તા.૧૧.૦૬.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૦.૦૬.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૨૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૧૮૮ પોઈન્ટ થી ૨૩૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ભારતી ઐરટેલ ( ૧૭૮૩ ) :- ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૬૪ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૮૨૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૭૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૪૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૨૯૭ ) :- રૂ.૧૨૭૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૪ ના બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેંક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૦૮ થી રૂ.૧૩૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૨૭૪ ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૮૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઇન્ફોસિસ ( ૧૧૪૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈટી સર્વિસ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૫૪ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઇફ ( ૧૭૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ વીમા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૦૩ થી રૂ.૧૬૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૬૪૫ ) :- રૂ.૧૬૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૩૦ થી રૂ.૧૬૧૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અરબિંદો ફાર્મા ( ૧૪૫૯ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૩૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એક્સિસ બેંક ( ૧૩૧૬ ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૯૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચસીએલ ટેકનોલોજીસ ( ૧૧૩૩ ) :- રૂ.૧૧૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૧૭ થી રૂ.૧૧૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૭૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591
Disclaimer – https://www.capsavaj.com/policies

