( હિતેષ જોષી )
Una તા.૧૦
ગત તા ૪/૬/૨૬ ના રાત્રે ધોકડવા પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવી પરત જસાધાર ગામે જતા મયુર ભાઈ ગોવિંદ ભાઈ મેર અને સિરાજ મુસાભાઈ ઝાખરા રે. બન્ને જસાધાર તા. ગીર ગઢડા વાળા મોટર સાયકલ ઉપર ડબલ સવારી માં જતા હતા ત્યારે નગડિયા ગામ નજીક આસુતોષ ફાર્મ પાસે કોઈ અજાણ્યા કાર ચાલક એ અકસ્માત કરી મોત નીપજાવી નાસી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગીર સોમનાથ જિલ્લા ના પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજા અને ઊના ના ડી. વાય એસ પી. એમ.એફ ચોધરી ના માર્ગ દર્શન હેઠળ ગીર ગઢડા ના પોલીસ ઇન્સ્પેકટર કે.એ. ચાવડા અને સ્ટાફ ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ તેમજ સાહેદો નિવેદન સી સી.ટીવી ના ફૂટેજ માહિતી મળી હતી કે નગડિયા પાસે આસુતોષ ફાર્મ ના સંચાલકે રોડ ઉપર ચારોલ નો ઢગલો કરેલ હતો. જે વાહન ને અડચણ રૂપ હોય રાત્રિ ના ડબલ સવારી મોટર સાયકલ ઢગલા સાથે અથડાઈ ગંભીર ઈજાઓ પહોંચી હતી મૃત્યુ થયું હતું તેથી આસુતોષ ફાર્મ હાઉસ ના સંચાલક અશોક ભાઈ બાલુભાઈ બલદાણિયા ઉ. વ. ૩૩ રે. ધોકડવા તા. ગીર ગઢડા વાળા ને કોર્ટ ની મંજૂરી લઈ તેમની ધરપકડ કરી જીંદગી જોખમાય તે રીતે રોડ ઉપર ઢગલો કરેલ હોય નો ગુનો દાખલ કરી તપાસ કરી રહ્યા છે તેથી તે દિવસે અજાણ્યા કાર ચાલકે નહીં પરંતુ ફાર્મ હાઉસ ના સંચાલક ની બેદરકારી થી અકસ્માત થયો હતો તેમ પોલીસ ઇન્સ્પેકટર કે. એ. ચાવડા જણાવેલ હતું.

