Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

    June 11, 2026

    Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

    June 11, 2026

    Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ
    • Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત
    • Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં
    • Arshad Warsi જીવન ભીમા યોજના ફિલ્મમાં ડબલ રોલમાં
    • 3 ઓપનિંગ સેરેમની, શકીરા-નોરા ફતેહીનું પરફોર્મન્સ, FIFA World Cup-2026
    • Surendranagar ધ્રાંગધ્રા શહેરનાં તમામ પાંચ વોટર એટીએમ મશીન બંધ
    • Surendranagar ધ્રાંગધ્રાના રાજસીતાપુર ગામમાં વિજ કચેરીનાં ઇજનેર પર હુમલો
    • Surendranagar મુળીના ગઢાદ ગામે પીવાનું પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પૂર્વોત્તર રાજ્ય Meghalaya and Bangladesh ની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટો હોબાળો થયો
    રાષ્ટ્રીય

    પૂર્વોત્તર રાજ્ય Meghalaya and Bangladesh ની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટો હોબાળો થયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.11

    પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટો હોબાળો થયો હતો. સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા કથિત રીતે એક બાંગ્લાદેશી નાગરિકને પરત મોકલવાની કાર્યવાહી બાદ બંને દેશોની સરહદ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ત્યારબાદ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટના મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના મહેન્દ્રગંજ વિસ્તારમાં આવેલા નંદિર ચાર સરહદી વિસ્તારની હોવાની માહિતી મળી રહી છે.

    સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંબંધિત વ્યક્તિએ કથિત રીતે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને કસ્ટડીમાં લીધા બાદ BSFએ તેને બાંગ્લાદેશ તરફ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી. જોકે, આ મામલો ત્યારે વધુ ગૂંચવાયો જ્યારે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ્સ (BGB) અને સરહદ પાર હાજર સ્થાનિક લોકોએ કથિત રીતે તે વ્યક્તિનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો.

    પ્રાપ્ત માહિતી પ્રમાણે BGBના ઈનકાર બાદ તે વ્યક્તિ બંને દેશોની સરહદ વચ્ચે ફેન્સિંગ પાસે જ ફસાઈ ગયો. આના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભ્રમ અને તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ. સ્થાનિક લોકોનો દાવો છે કે સંબંધિત વ્યક્તિએ ખુદને બાંગ્લાદેશી નાગરિક હોવાનું જણાવ્યું હતું, તેમ છતાં બાંગ્લાદેશ તરફથી તેને પોતાના કબજામાં લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવામાં આવ્યો હતો.આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સરહદની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. જોતજોતામાં સેંકડોપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સરહદ પર એકઠી થયેલી ભીડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ પર લગાવવામાં આવેલી તારની વાડની આરપાર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે સ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું હોવાના તાત્કાલિક અહેવાલ નથી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. સરહદ પર વધતા તણાવને જોતા વધારાના સુરક્ષા દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકી શકાય તે માટે BSF અને BGB બંને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

    આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયુ વેગે વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સરહદની બંને બાજુએ મોટી સંખ્યામાં લોકોની હાજરી અને તણાવપૂર્ણ માહોલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓએ હજુ સુધી આ વાયરલ વીડિયોની સત્તાવાર પુષ્ટિ નથી કરી. અધિકારીઓનું કહેવું છે કે, વાઈરલ થઈ રહેલા વીડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ તેમણે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી છે.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલાને ઉકેલવા માટે બંને દેશોની  બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત વાતચીત થવાની સંભાવના છે. BSF અને BGBના અધિકારીઓ સ્થાપિત પ્રોટોકોલ પ્રમાણે સતત એકબીજાના સંપર્કમાં છે અને સ્થિતિને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  હાલ નંદિર ચાર સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે અને સરહદ પર વધારાના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ સરહદ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લાંબા સમયથી પરસ્પર સહયોગની સરહદી વ્યવસ્થા રહી છે, તેથી એવી આશા રાખવામાં આવી રહી છે કે બંને દેશોની એજન્સીઓ વાતચીત દ્વારા આ વિવાદનો સુખદ ઉકેલ લાવી દેશે અને સરહદી વિસ્તારમાં ટૂંક સમયમાં જ શાંતિ સ્થાપિત થઈ જશે.

    Bangladesh Meghalaya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Delhi Data Center માં આગ, ભારતમાં ગૂગલ ક્લાઉડ ખોરવાયું

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad plane crash:`હું જીવતો તો છું, પણ મારો એક હિસ્સો તે જ દિવસે મરી ગયો’, વિશ્વાસ કુમાર

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    Oman માં વધુ એક જહાજમાં આગ, 3 દિવસમાં ત્રીજી ઘટના

    June 11, 2026
    આંતરરાષ્ટ્રીય

    Oman માં અમેરિકાના હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીયોનું મોત

    June 11, 2026
    મુખ્ય સમાચાર

    અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી :Supreme Court

    June 11, 2026
    રાષ્ટ્રીય

    મમતાની TMC સંકટમાં, અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, MP Prakash Baraik રાજ્યસભા છોડી

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

    June 11, 2026

    Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

    June 11, 2026

    Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં

    June 11, 2026

    Arshad Warsi જીવન ભીમા યોજના ફિલ્મમાં ડબલ રોલમાં

    June 11, 2026

    3 ઓપનિંગ સેરેમની, શકીરા-નોરા ફતેહીનું પરફોર્મન્સ, FIFA World Cup-2026

    June 11, 2026

    Surendranagar ધ્રાંગધ્રા શહેરનાં તમામ પાંચ વોટર એટીએમ મશીન બંધ

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Alia Bhatt ની આલ્ફાનું ટીઝર લોન્ચ થતાં જ ભારે ટીકાઓ

    June 11, 2026

    Yash’s Toxic નું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

    June 11, 2026

    Katrina Kaif કમબેક માટે કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધમાં

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.