Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ

    June 11, 2026

    Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું

    June 11, 2026

    Navsariમાં વિવિધ સ્થળોએ દરોડામાં સગીર સહિત ૫ આરોપીને ગાંજો-પોશડોડા સાથે ઝડપી પાડવામાં આવ્યા

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ
    • Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું
    • Navsariમાં વિવિધ સ્થળોએ દરોડામાં સગીર સહિત ૫ આરોપીને ગાંજો-પોશડોડા સાથે ઝડપી પાડવામાં આવ્યા
    • Bhavnagar મનપાએ જર્જરીત ઈમારતોને ૫૦૭૮ નોટીસ ઈશ્યુ કરી, પાલન નહીં થાય તો પ્રાથમિક સુવિધાઓ બંધ કરાશે
    • તા.૧૩ જૂનને શનિવારે ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત સાંઢીયા પુલનુ લોકાર્પણ
    • Bhavnagarમાં પતિના કથિત ત્રાસથી પરિણીતાનું મોત, પોલીસ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ
    • Vadodaraમાં સુલેમાની પથ્થરના નામે છેતરપિંડીનો ખેલ, કરોડોની ઠગાઈનો પ્રયાસ કરનાર ૩ શખ્સ પકડાયા
    • Vadodaraની દીપક નાઈટ્રેટ કંપની સાથે રૂ.૫૧.૮૨ લાખની છેતરપિંડી, મેનેજરે ૪૬.૯૫૯ યુરો પોર્ટુગલની બેંકના ખાતામાં જમા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો,છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર
    જામનગર

    Jamnagar: ખાવડીમાં ખાનગી કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો,છરીના ઘા મારી ચાર શખ્સો ફરાર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કંપનીના વોટ્‌સએપ ગ્રુપમાં કરાયેલી રજૂઆતનો ખાર રાખીને હુમલો કરાયો હોવાની ફરયાદીની રજુઆત

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૧

    Jamnagar જિલ્લાના લાલપુર તાલુકાના ડેરાછીકારી ગામના યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અજયસિંહ ગુલાબસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કંપનીના અન્ય કર્મચારી સાથે થયેલા મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ અગાઉથી કાવતરું રચી હુમલો કર્યો હતો.ફરિયાદ મુજબ તા. ૯ જૂન ૨૦૨૬ના રોજ અજયસિંહ જાડેજા અને તેમના સહકર્મી વિનોદભાઈ રાઠોડ મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ પૂર્ણ કરી મોટરસાયકલ પર પોતાના ગામ ડેરાછીકારી પરત ફરી રહ્યા હતા.

    તે દરમિયાન કાનાછીકારી ગામના તળાવના પુલ પાસે એક કાળા રંગની સ્વિફ્ટ કાર (નંબર જીજે-૩૭-એબી-૧૭૦૨) ના ચાલકે ઇરાદાપૂર્વક તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી.મોટરસાયકલ પરથી નીચે પટકાયા બાદ કંપનીમાં ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે કામ કરતા હરીશભાઈ ખેતસીભાઈ દોસાણી તથા તેની સાથે આવેલા આશરે ૨૦ થી ૩૦ વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે હરીશ દોસાણીએ પેન્ટના નેફામાંથી છરી કાઢી જમણા પડખા, જમણા પગના સાથળના ભાગે અને ગોઠણમાં ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સાથે આવેલા અન્ય આરોપીઓએ કાચની બોટલોના ટુકડા ફેંકી હુમલો કર્યો હતો, જેમાં એક બોટલ ફરિયાદીના જમણા કાન પાસે વાગતા ઇજા પહોંચી હતી.

    ઉપરાંત આરોપીઓએ ફરિયાદીને હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.હુમલા બાદ ફરિયાદી જીવ બચાવવા કંપનીના બાયોમાસ ગેટ તરફ દોડી ગયા હતા, પરંતુ આરોપીઓ ત્યાં સુધી તેમનો પીછો કરીને ફરી હુમલો કરવા પહોંચ્યા હતા. જોકે કંપનીના ગેટ પાસે લોકો ભેગા થઈ જતા ચારેય આરોપીઓ સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા.ઇજાગ્રસ્ત અજયસિંહ જાડેજાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના જમણા પડખા, જમણા પગના વિવિધ ભાગો તેમજ કાન પાસે ગંભીર ઇજાઓની સારવાર ચાલી રહી છે.

    પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હરીશ દોસાણી કંપનીમાં ટ્રેક્ટર ચલાવતો હતો અને ટ્રેક્ટર નિર્ધારિત જગ્યાએ ખાલી ન કરતાં ફરિયાદીએ આ બાબતની જાણ કંપનીના વોટ્‌સએપ ગ્રુપમાં કરી હતી. આ રજૂઆતનો ખાર રાખી આરોપીએ અન્ય શખ્સો સાથે મળીને હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે પોલીસે હરીશભાઈ ખેતસીભાઈ દોસાણી અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ક્રિકેટ સટ્ટાના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar-રાજકોટ હાઇવે પર ઇક્કો કારની ટક્કરે બાઇક સવારને ઇજા

    June 11, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં સજા વોરંટનો આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

    June 11, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં ત્રણ યુવતીઓ ગુમ

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં ૭ મહિલા જુગારીઓ ઝડપાઈ રૂ. ૩૬,૧૫૦નો મુદ્દામાલ કબજે

    June 11, 2026
    જામનગર

    Jamnagarમાં બેફિકર રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને હડફેટે લેતાં ગંભીર ઇજા

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ

    June 11, 2026

    Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું

    June 11, 2026

    Navsariમાં વિવિધ સ્થળોએ દરોડામાં સગીર સહિત ૫ આરોપીને ગાંજો-પોશડોડા સાથે ઝડપી પાડવામાં આવ્યા

    June 11, 2026

    Bhavnagar મનપાએ જર્જરીત ઈમારતોને ૫૦૭૮ નોટીસ ઈશ્યુ કરી, પાલન નહીં થાય તો પ્રાથમિક સુવિધાઓ બંધ કરાશે

    June 11, 2026

    તા.૧૩ જૂનને શનિવારે ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવનિર્મિત સાંઢીયા પુલનુ લોકાર્પણ

    June 11, 2026

    Bhavnagarમાં પતિના કથિત ત્રાસથી પરિણીતાનું મોત, પોલીસ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું નથી, મનપાના અધિકારીઓ

    June 11, 2026

    Ahmedabad: જાણીતા બિલ્ડરની પત્નીને કિટી પાર્ટીના કારણે દારૂની એવી લત લાગી ગઈ કે તેણે ઘરના રસોડાને જ બાર બનાવી દીધું હતું

    June 11, 2026

    Navsariમાં વિવિધ સ્થળોએ દરોડામાં સગીર સહિત ૫ આરોપીને ગાંજો-પોશડોડા સાથે ઝડપી પાડવામાં આવ્યા

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.