Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    • ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    • ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ
    • US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર
    • સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?
    • રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav
    • Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ
    • પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Narmada ભાજપમાં ભડકો : ધારાસભ્ય દર્શનાબેનના સમર્થનમાં આવ્યો આદિવાસી સમાજ, આંદોલનની ચીમકી આપી
    ગુજરાત

    Narmada ભાજપમાં ભડકો : ધારાસભ્ય દર્શનાબેનના સમર્થનમાં આવ્યો આદિવાસી સમાજ, આંદોલનની ચીમકી આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 16, 2026Updated:June 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Narmada,તા.૧૬

    Narmada જિલ્લામાં ભાજપનું રાજકારણ હંમેશા ગરમાયેલું રહે છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો છેલ્લા ૨ દિવસથી ચાલતો વિવાદ હજુ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજપીપળા ખાતે ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખનું અપમાન થયાના આરોપ લાગ્યા.કાર્યક્રમમાં ધારાસભ્યને બોલવા ન દેવાતા દર્શનાબેન અકળાયા હતા. ચાલુ કાર્યક્રમ દરમિયાન ઉભા થઈને નીકળી ગયા હતા. ધારાસભ્યના અપમાનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. ન્યાયની માંગ સાથે ધારાસભ્ય દર્શનાબેન ગાંધી ચોક પાસે ગાંધીજીની પ્રતિમા નીચે ધરણા પર બેસી ગયા હતા. જોકે પ્રદેશ કક્ષાએથી આશ્વાસન મળ્યા બાદ ધારાસભ્ય એ હાલ પૂરતા પોતાના ધરણાં સમેટી લીધાં છે.

    ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ભાજપના મહામંત્રી દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે. આગામી અઠવાડિયામાં પક્ષના સંગઠન સાથે આ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તેમની રજૂઆતને સાંભળવામાં આવશે અને વિવાદનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવશે. ચર્ચા પૂર્ણ થયા બાદ આગામી કાર્યક્રમ અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે. દર્શનાબેને જિલ્લા ભાજપનું સંગઠન બદલવા માગ કરી હતી. સંગઠન નહીં બદલાય તો વિધાનસભામાં મોટા નુકસાનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

    આ દરમિયાન સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખો, ઉપપ્રમુખો અને કાર્યકર્તાઓ દર્શનાબેન દેશમુખના કાર્યાલયે પહોંચ્યા હતા અને ખુલ્લેઆમ ધારાસભ્યને સમર્થન જાહેર કર્યું હતું. સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો ધારાસભ્યને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે પ્રદેશ કક્ષાએથી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જે પણ નિર્ણય કરશે તેમાં તેઓ સંપૂર્ણપણે સાથે રહેશે.

    ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પણ સમાજના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય એ જણાવ્યું કે, ’’જો આદિવાસી સમાજ આંદોલનનો માર્ગ અપનાવશે તો તેઓ પણ તેમાં જોડાશે.’’ સમગ્ર વિવાદમાં સાંસદ મનસુખ વસાવા પણ ખુલ્લેઆમ દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા છે. સાંસદે કહ્યું કે, ’’દર્શનાબેનને તેમના મતવિસ્તારમાં બોલવાનો સંપૂર્ણ અધિકાર છે. જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવ વારંવાર પક્ષના વરિષ્ઠ નેતાઓનું અપમાન કરે છે. લોકો માટે કામ કરતા નેતાઓનું અપમાન કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ માત્ર દર્શનાબેનનું નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે.’’ આ સાથે જ સાંસદે હાઈકમાન્ડને નિલ રાવને જિલ્લા પ્રમુખ પદેથી તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી છે.

    વિવાદ વધતા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવે આખરે મૌન તોડ્યું છે. રાવે જણાવ્યું કે, ’’પક્ષમાં કોઈ વિવાદ નથી, માત્ર ગેરસમજ ઊભી થઈ છે. જેને ચર્ચા દ્વારા દૂર કરવામાં આવશે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ મારા વડીલ છે અને હું ધરણા સ્થળે જઈને ધારાસભ્ય સાથે મુલાકાત કરીશ.’’ સમગ્ર ઘટનાને લઈ નર્મદા જિલ્લા ભાજપની એક વરિષ્ઠ ટીમ ગાંધીનગર જઈને પ્રદેશ કક્ષાએ રજુઆત કરશે. પ્રદેશ સંગઠન આ વિવાદને કેવી રીતે ઉકેલે છે, નિલ રાવ પર શું કાર્યવાહી થાય છે, તેની પર સૌની નજર રહેલી છે.

    Narmada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026
    રાજકોટ

    Rajkotના વિમલનગરમાં જમાઈએ પારિવારિક વિખવાદને કારણે નાનાજીની હત્યા

    June 16, 2026
    જામનગર

    Jamnagarમાં એસટી ભરતી માટેની ફર્સ્ટ એઇડ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસ બોલાવવી પડી

    June 16, 2026
    ગુજરાત

    ગુજરાતમાં Monsoonનું આગમન હજુ બાકી, ૨૧થી ૨૫ જૂન દરમિયાન એન્ટ્રીની શક્યતા

    June 16, 2026
    સુરત

    Suratમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને બિલ્ડિંગ પરથી ફેંક્યો, બાદમાં બ્લેડથી ગળું કાપ્યું

    June 16, 2026
    ગુજરાત

    ઘોઘંબામાં Nal se Jal Yojanaમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026

    US-Iran તણાવ,વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026

    સાંપ્રત સમયમાં”આલોક” અને”પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કંઈ રીતે મૂલવીશું?

    June 16, 2026

    રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,Akhilesh Yadav

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7 માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા China માં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.