(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૧૭
ગત તા.૧૩ ના રાત્રીના ૧૨ વાગ્યાથી તા.૧૪ ના સવારના ૧૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજુલા તાલુકાના હીડોરંણા ગામ આવેલ હાઇવે ઉપર રોડની સાઇડમા પાર્ક કરેલ ટ્રકોમાંથી કોઇક અજાણ્યા ચોર ઇસમો બેટરીની ચોરી કરી લઇ ગયેલ હોય, અને રાજુલા ટાઉન વિસ્તારમાંથી પણ વાહનોમાંથી બેટરીની ચોરીના બનાવ બનેલ હોય, અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૧૨ નંગ બેટરીની કીમંત રૂપિયા ૭૮,૦૪૦ ના મુદામાલ ચોરી થયેલ હતી. જે અંગે રાજુલા પોલિસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૦૩(૨) તથા ૫૪ મુજબનો ગુન્હો નોંધાયેલ હતો.
આ ગુન્હાને ગંભીરતાથી લઇ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ ચોરીના ગુન્હાઓના આરોપીઓ શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હાઓનાં ભેદ ઉકેલવા સુચના આપેલ હતી.જેથી રાજુલા પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પે. વી.એમ. કોલાદરાએ ગુન્હાનો ભેદ ઉકેલવા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તેમની સુચના અન્વયે સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ સી.સી.ટી.વી. કેમેરા તપાસવામાં આવેલ હતા. અને તેના આધારે શંકમદ ઇસમોની પુછપરછ પણ કરેલ હતી. અને વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવવામા આવેલ સી.સી.ટી.વી. કેમેરા જોતા તેમાં એક શંકાસ્પદ કાળા કલરની નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી જોવામા આવેલ હતી. ફોરવ્હીલ ગાડીને અલગ અલગ એંગલથી જોતા અજાણ્યા ચોર ઇસમો આ ગાડીમાથી ઉતરી અને પાર્ક કરેલ ટ્રકમાંથી બેટરી ચોરી કરતા જોવા મળેલ હતા.
જેથી આ ફોર વ્હીલગાડી ગાડી અને ઇસમો બાબતે ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા એક ઇસમ સાવરકુંડલાનો અખ્તર અબ્દુલકાદરભાઇ જીરૂકા હોવાનુ જાણવા મળેલ જેથી રાજુલા પોલીસ ટીમ દ્વારા આરોપીઓને પકડી પૂછપરછ કરી રાજકોટના તવક્કલ ચોક, શેરીનં-૩ માં રહેતા અરમાન સુલેમાનભાઇ ડેલા તથા રાજુલામાં રહેતા જુબેરભાઇ સિકંદરભાઇ જીરૂકા નામના ઇસમોને પકડી પાડી અને ચોરી કરેલ તમામ બેટરી નંગ-૧૨ કીમત રૂપિયા ૭૮,૦૪૦ તથા ચોરીમા ઉપયોગ કરેલ કાર કીમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૭૮,૦૪૦ નો મુદામાાલ કબ્જે કરી ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ઉપરોકત આરોપીઓ રાત્રીના ભેગા થઇ અને ફોર વ્હીલ ગાડીમાં આવી અને હાઈવે રોડ પર પાર્ક કરેલ મોટા વાહનો જેવા કે ટ્રક જેમાં લગાવેલ કીમંતી બેટરીઓને નીશાન બનાવી અને ટ્રકમાથી બેટરી કાઢી અને ફોર વ્હીલમાં બેટરી લઇ અને ચોરી કરી નાસી જઇ ગુન્હો આચરતા હતા.

