Ravi Bhatt
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે મિશ્ર પરંતુ એકંદરે સાવચેતીભર્યો તેજી તરફી માહોલ જોવા મળ્યો. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, વધતા ક્રૂડ ઓઈલના ભાવ અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટના કારણે દબાણ જોવા મળ્યું હતું. જો કે સપ્તાહના મધ્યભાગમાં બેંકિંગ, નાણાકીય સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ખરીદી વધતા બજારમાં સુધારા બાદ અંતિમ દિવસોમાં દરેક ઉછાળે નફાવસૂલી અને વિદેશી રોકાણકારોની સાવચેત પ્રવૃત્તિના કારણે ઇન્ડેક્સ ઉપરના સ્તરે ટકી શક્યા નહીં એકંદરે જોઈએ તો સમગ્ર સપ્તાહ દરમિયાન બજારનું માળખું “તેજી સાથે સાવચેતી” દર્શાવતું રહ્યું.
જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને વિશ્વ ફરી આર્થિક વિકાસની પટરી પર આવવાના પ્રયાસોમાં પગલાં લેવા માંડયા સાથે ભારતમાં પણ વિદેશી રોકાણ પ્રવાહને આકર્ષવા નાણા પ્રધાન નિર્મલા સીતારામન તેમજ રિઝર્વ બેંક દ્વારા લેવાઈ રહેલા પગલાંથી સ્થાનિક સાથે વિદેશી રોકાણના પ્રવાહ સાથે બજારમાં તેજીના વાદળો વરસતા રહ્યા હતા સાથે સાથે સેકન્ડરી માર્કેટ અને પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીનો સળવળાટ વધવા લાગતાં સેન્ટીમેન્ટ તેજીનું જળવાયું હતું.
નેશનલ સ્ટોક એક્સચેન્જ-એનએસઈ દ્વારા લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા મેગા આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કરી દેવાતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૧૯, જૂનના ૪૯મી એજીએમ પૂર્વે જિયોના આઈપીઓ સંબંધિત સળવળાટે આજે ફંડોએ શેરોમાં ખરીદી જાળવી હતી જો કે શુક્રવારે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ભારે નિરાશાજનક રહી છે.
વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોને કારણે કારોબારની શરૂઆત થતાની સાથે જ બંને મુખ્ય ઇન્ડેક્સ પત્તાની જેમ વિખેરાઈ ગયા હતા. ખાસ કરીને આઇટી અને ટેકનોલોજી સેક્ટરના શેરોમાં આવેલી વેચવાલીની સુનામીના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બજારને પાછળ ધકેલવામાં સૌથી મોટી ભૂમિકા આઇટી અને આઇટી સર્વિસ કંપનીઓની રહી છે. બીએસઈની લાર્જકેપ કેટેગરીમાં સામેલ અગ્રણી આઇટી શેરો આજે શરૂઆતી ઓપનિંગ સાથે જ ધરાશાયી થયા હતા.
શેરબજારમાં આજના આ મોટા ઘટાડા પાછળ ગ્લોબલ આઇટી સર્વિસ જાયન્ટ કંપની ‘એક્સેન્ચર’ નો એક અહેવાલ જવાબદાર છે. એક્સેન્ચરે વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા) માંથી આવતા રેવન્યુ (આવક) માં પડકારોને કારણે નાણાકીય વર્ષ FY2026 માટે પોતાના રેવન્યુ ગ્રોથના અનુમાનમાં કાપ મૂક્યો છે અને આ નકારાત્મક અહેવાલને કારણે વૈશ્વિક સ્તરે આઇટી સેક્ટરમાં સેન્ટિમેન્ટ બગડ્યું છે, જેના લીધે અમેરિકી બજારમાં એક્સેન્ચરનો શેર રાતોરાત આશરે ૧૮% તૂટ્યો હતો, જ્યારે ઈન્ફોસીસમાં આશરે ૧૦% અને વિપ્રોમાં ૩.૬% નો ઘટાડો નોંધાયો હતો, જેની સીધી નકારાત્મક અસર આજે ભારતીય ટેકનોલોજી શેરો પર પડી છે.
લાંબા સમયથી વિશ્વને અસ્થિરતામાં ધકેલનારા ઈરાન-અમેરિકા યુદ્વનો આખરે અંત લાવવા બન્ને દેશો વચ્ચે સમજૂતી થયાના સમાચારે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં મંદીના વાદળો વિખેરાઈ તેજી હિલોળા લેવા લાગતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનીને આજે ૧૦ પૈસા સુધરીને ૯૪.૫૦ થઈ જતાં શેરોમાં રોકાણકારોની સંપત્તિ-માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૨.૮૮ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૧૧ લાખ કરોડ એટલે કે ૫.૦૨ લાખ કરોડ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયું છે છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ વ્યાપક ખરીદીનું આકર્ષણ જોવાયું છે. એપ્રિલની શરૂઆતથી અત્યાર સુધીમાં સેન્સેક્સ ૭ ટકા જેટલો વધ્યો છે. જ્યારે બીએસઈ મિડ કેપ ૧૫૦ ઈન્ડેક્સ ૧૬ ટકા અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૩ ટકા વધ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તેજીમાં અત્યારે માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૦૨ લાખ કરોડ ડોલર પહોંચ્યા છતાં ઓલ ટાઈમ હાઈ સપ્ટેમ્બર ૨૦૨૪ની ૫.૭ લાખ કરોડ ડોલરની સર્વોચ્ચ રેકોર્ડ સપાટીથી હજુ માર્કેટ કેપ. નીચું છે.
ઈરાન-અમેરિકા યુદ્વના અંતની ડિલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જી-૭ મીટિંગની સાથે સાથે યોજાનારી મીટિંગમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ફરી સુધરવાની અને બન્ને દેશો વચ્ચેની અપેક્ષિત ટ્રેડ ડિલને આખરી મહોર લાગવાની અપેક્ષાએ દરેક ઘટાડે રોકાણકારોનો શેરોમાં ખરીદીનો ઉત્સાહ વધતો જોવાયો હતો. ફંડોએ કેપિટલ ગુડઝ સાથે પાવર, મેટલ, આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આકર્ષણ વધતું જોવાયું હતું.
ભારતીય શેરબજારોમાં લાંબા સમયથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બાદ હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ સ્પેશિફીક સેક્ટરના શેરોમાં ફરી ખરીદદાર બનતાં જોવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણને આકર્ષવા લીધેલા પગલાં, પ્રોત્સાહનોના પરિણામે શેરોમાં ખરીદી વધતી જોવાઈ છે.
વૈશ્વિક બજારોમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધઘટ અને ડોલર સૂચકાંકની મજબૂતી રોકાણકારો માટે ચિંતાનો વિષય રહ્યા. ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહેતા વૈશ્વિક મોંઘવારી અંગેની ચિંતા યથાવત રહી. યુરોપિયન અને એશિયન બજારોમાં મર્યાદિત દબાણ જોવા મળ્યું. ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વૃદ્ધિ અંગેની અનિશ્ચિતતાએ રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર અસર કરી. અમેરિકન બોન્ડ યીલ્ડમાં અસ્થિરતા, ડોલર સૂચકાંકમાં મજબૂતી અને ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ બજાર માટે નકારાત્મક પરિબળ રહ્યા. ટેલિકોમ અને મેટલ ક્ષેત્રમાં દબાણ યથાવત રહ્યું. દરેક ઉછાળે સતત નફાવસૂલી અને અવરોધ વિસ્તાર નજીક વેચવાલીનું દબાણ વધતા રોકાણકારોમાં સાવચેતી જોવા મળી.
વિદેશી રોકાણકારોની મિશ્ર પ્રવૃત્તિ પણ બજારમાં અસ્થિરતા વધારતી રહી. કોમોડિટી બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું. ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા સ્તરે સ્થિર રહ્યા, જેના કારણે મોંઘવારી અંગેની ચિંતા યથાવત રહી. ઔદ્યોગિક ધાતુઓમાં અસ્થિરતા જોવા મળી. કૃષિ કોમોડિટીમાં મર્યાદિત વધઘટ નોંધાઈ. સમગ્ર કોમોડિટી બજાર સાવચેત વલણ સાથે ટ્રેડ થયું.
ભાવિ દિશા : આગામી સપ્તાહમાં ભારતીય શેરબજાર માટે અસ્થિરતા યથાવત રહેવાની સંભાવના છે. બજાર હજુ પણ મહત્વપૂર્ણ આધાર સ્તર ઉપર હોવાથી લાંબા ગાળાનો તેજી તરફી માળખો જળવાયેલો છે, પરંતુ ઉપરના સ્તરે અવરોધ દબાણ સતત વધી રહ્યું છે. જો વિદેશી રોકાણકારોની ખરીદીમાં સુધારો થાય અને વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો મળે તો આગામી દિવસોમાં બજારમાં વધુ તેજી નોંધાઈ શકે છે. બીજી તરફ અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો, ડોલરની મજબૂતી અથવા ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ તેજી જોવા મળે તો બજાર પર દબાણ વધી શકે છે. બેંકિંગ, ફાર્મા અને ટેલિકોમ, ફાઈનાન્સ સેક્ટરમાં આગામી સમયમાં પણ તુલનાત્મક મજબૂતી દર્શાવી શકે છે.
હાલની સ્થિતિને ” તેજી અને મંદી વચ્ચેનું સંક્રમણ તબક્કો ” કહી શકાય, જ્યાં બજારનો લાંબા ગાળાનો વલણ હજુ સકારાત્મક છે, પરંતુ ટૂંકા ગાળામાં અસ્થિરતા અને નફાવસૂલીના કારણે વધઘટ જોવા મળી શકે છે.
રોકાણકારોએ આક્રમક ખરીદી કરતાં ગુણવત્તાસભર શેરોમાં તબક્કાવાર અને પસંદગીયુક્ત રોકાણનો અભિગમ અપનાવવો વધુ યોગ્ય રહેશે.
તા.૨૨.૦૬.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૯.૦૫.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૦૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૯૭૯ પોઈન્ટ થી ૨૩૮૮૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- પ્રીમિયર એક્સપ્લોસિવ્સ ( ૭૬૫ ) :- ડિફેન્સ અને એક્સપ્લોસિવ્સ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૭૮ થી રૂ.૭૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૮૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- જ્યોતિ CNC ઓટોમેશન ( ૭૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ CNC મશીનરી અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૬૯૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૭૪૭ થી રૂ.૭૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- બર્જર પેઇન્ટ્સ ( ૫૦૫ ) :- રૂ.૪૮૮ નો પ્રથમ તેમજ રૂ.૪૭૪ ના બીજા સપોર્ટથી પેઇન્ટ્સ અને કોટિંગ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ ( ૪૪૪ ) :- હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૨૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૪૬૩ થી રૂ.૪૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ( ૪૧૨ ) :- રૂ.૩૯૩ નો પ્રથમ તેમજ રૂ.૩૮૮ ના બીજા સપોર્ટથી એન્જિનિયરિંગ અને શુગર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૩૭ થી રૂ.૪૪૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ટાટા કેપિટલ ( ૩૪૭ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલિવરીબેઇઝ રોકાણ માટે રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
- રેફેક્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૩૩૫ ) :- આ સ્ક્રિપમાં નજીકનો પ્રથમ રૂ.૩૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજિત રૂ.૩૪૮ થી રૂ.૩૫૫ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
- સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી ( ૨૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિન્યુએબલ એનર્જી અને EPC સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૩ આસપાસ રોકાણકારે રૂ.૨૫૩ થી રૂ.૨૬૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૦૮ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
- એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસિસ ( ૧૨૩ ) :- નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૬ નો પ્રથમ તેમજ રૂ.૧૦૯ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૨૮ થી રૂ.૧૩૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- બનારસ બીડ્સ ( ૧૦૩ ) :- જ્વેલરી અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૬ નો પ્રથમ તેમજ રૂ.૯૦ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૧૨ થી રૂ.૧૧૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591
Disclaimer – https://www.capsavaj.com/policies

