Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી
    • Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર
    • Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે
    • Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો
    • જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા
    • નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah
    • કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!
    • Jasdanમાં પિતા અને અઢી વર્ષની પુત્રીના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા
    રાજકોટ

    Rajkot: બોર્ડ-નિગમમાં નિયુક્તિ! ભાજપમાં ફરી આશા, મહાપાલિકામાંથી સંગઠનની બાદબાકીની ચર્ચા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 22, 2026Updated:June 23, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા,22
    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પુરી થઈ છે. મોદી સરકારના 12 વર્ષની ઉજવણી પણ સંપન્ન થઈ છે અને હવે આજથી રાજયભરમાં પ્રવેશોત્સવ સપ્તાહ શરૂ થયુ છે. જો કે એક તરફ રાજયમાં ખેચાયેલા ચોમાસાની ચિંતા છે તથા વહીવટીતંત્રને સાબદુ કરી દેવાયુ છે. રાજયમાં તેની સાથે 2027ના અંતે યોજાનારી ચુંટણીમાં 18 માસ મહત્વના પુરવાર થશે અને ભાજપે તેની તૈયારી શરૂ કરી છે.

    ભુપેન્દ્ર પટેલ- સી.આર.પાટીલની જોડીએ 156 બેઠકોનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે મુખ્યમંત્રીના જોડીદાર બદલાઈ ગયા છે અને નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા સાથે આ રેકોર્ડ જાળવવાનો પડકાર છે તેમાં સૌપ્રથમ હવે એ ચર્ચા પણ ચાલુ થઈ છે કે શું બોર્ડ નિગમમાં પક્ષના કાર્યકર્તા નેતાઓની નિયુક્તિ થશે! લાંબા સમયથી તે રાહ જોવાયા બાદ કાર્યકર્તાઓ લગભગ ભુલી પણ ગયા છે તેમાં ફરી સમજાવાયા છે.

    ખાસ કરીને સ્થાનિક ચુંટણીઓમાં જેઓને ટિકીટ મળી નથી તેવો વગદાર નેતાઓ તથા મંત્રીમંડળમાં સ્થાન નહી મેળવનાર ધારાસભ્યો કંઈક વધુ અપેક્ષા રાખે છે. ભાજપે કેટલાક વગદાર નેતાઓને કેન્દ્ર સરકારના કેટલાક નિગમોમાં ડિરેકટર તરીકે સ્થાન આપીને તેઓ લેટરપેડમાં અને સોશ્યલ મીડીયામાં ‘બાયો’ લખી શકે તેવી વ્યવસ્થા કરી છે. કેટલાકને જાહેર ક્ષેત્રની બેન્કમાં ડિરેકટર બનાવી ભાડા-ભથ્થા-ગીફટ મળે તે પણ નિશ્ચિત કરી દીધુ છે. લોકલ-બોર્ડ-નિગમો તો અધિકારીઓ જ ચલાવે છે. કેટલાક કાર્યકર્તાઓ આ માટે ગાંધીનગરમાં દાણો દાબી આવ્યા છે. હવે તેઓનું કેટલુ ઉપજે છે તેના પર નજર છે.

    રાજયભરમાં નવા 15 અને તેની સાથે ચુંટણીમાં ગયેલી છ મહાપાલિકામાં નવા મેયર સહિતના પદાધિકારીઓ નિયુક્ત થઈ ગયા અને તેઓએ કામકાજ પણ સંભાળી લીધુ છે તે વચ્ચે કેટલીક ‘મલાઈદાર’ મહાપાલિકામાં અગાઉ જે રીતે સ્ટેન્ડીંગ કે સામાન્ય સભા પુર્વે સંગઠનના હોદેદારો સાથે ખાસ કરીને મહાનગર પ્રમુખ સાથે સંકલન યોજાતી હતી તે વ્યવસ્થા બદલ હવે સંગઠન મહાપાલિકાથી દુર જ રહેવું. રોજબરોજના કામમાં કોઈ ચંચૂપાત નહી કરવા સુચના આપી છે.

    તેથી મહાપાલિકાના સંગઠનોમાં ચર્ચા છે કે લાંબા સમયથી ચાલી આવતી આ પરંપરા રદ કેમ થઈ! કોના પર અવિશ્વાસ છે! મહાનગર પ્રમુખે કઈ પ્રશ્ન  ઉઠાવવાના હોય તો પણ જે તે પ્રભારી મહામંત્રી ને કહેવું પડશે. ચર્ચા મુજબ મહાપાલિકામાં અગાઉ જે કેટલાક વહીવટ થયા તેમાં સંગઠનની ભૂમિકા શંકાસ્પદ હતી તો બીજી તરફ મેયર-સ્ટેન્ડીંગ ચેરમેનોને છુટો દૌર અપાયો છે. સાથે સાથે લક્ષ્મણ રેખા બાંધવામાં આવી છે.

    તેઓને પણ હવે સ્પષ્ટ જણાવી દેવાયું છે કે સ્વચ્છ વહીવટ જ કરવાનો છે. જો કોઈ તેમાંથી ચલીત થશે તો ટર્મ વચ્ચેથી પણ ખસેડી દેવાશે. સુરતમાં જે રીતે ભેદી ડીમોલીશન થયુ તેમાં વાત પીએમઓ સુધી ગયાની ચર્ચા બાદ પણ પડદો પાડી દેવાયો તેની પણ ચર્ચા ભાજપમાં છે. આ ઉપરાંત કામ કરવા કામની ‘પબ્લીસીટી’ વધુ થાય તે કરવા જણાવાયુ છે. મતલબ કે ઈમેજ બગડવી જોઈએ નહી. 2027 આવી રહી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન મુદ્દે ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવક-યુવતીઓને લગ્ન પહેલાં માતા-પિતાને વિશ્વાસમાં લેવા અપીલ કરી

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જ્યોતિ CNC International ક્લાસિકલ ફિડે રેટિંગ Chess Tournament વડોદરામાં યોજાશે

    June 23, 2026
    રાજકોટ

    Rajkot: જીવંતિકાનગરમાં કારખાનામાં જુગટુ રમતા ત્રણ શકુની ઝડપાયા

    June 23, 2026
    રાજકોટ

    Rajkotમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર એજન્ટને ૭ વર્ષની કેદ

    June 22, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના ચીભડા ગામે ૩ વર્ષની બાળકીને તાવ ભરખી ગયો

    June 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026

    Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો

    June 23, 2026

    જૂનાગઢની કરોડોની ફૂડ ટેસ્ટિંગ લેબ હજુ અધૂરી, ૫ કરોડની મશીનરી છતાં સેમ્પલ માટે વડોદરા પર નિર્ભરતા

    June 23, 2026

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026

    Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.