વેપારી, હીરાઘસુ સહિત ૧૩ શકુનીની ધરપકડ. રૂ ૫૬,૩૩૦નો મુદ્દામાલ કબ્જે
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૨૨
સાવરકુંડલા બાયપાસ ચોકડી નજીક વાડીમાં જુગારધામના દરોડામાં ૧૩ શખ્શોને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂ ૫૬૩૩૦નો મુદ્દામાલ પોલીસ સ્ટેશનની ટીમે કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ કે બી સોલંકી ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળેલ કે સાવરકુંડલા બાયપાસ ચોકડી વિપુલ નકરાણી ની વાડી ની બાજુમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડતા સાવરકુંડલામાં રહેતા નરેશ બીજલભાઇ જીંજવાડીયા, જતીન નરેશભાઈ મકવાણા, અક્ષય ધીરુભાઈ પરમાર, રોહિત ભરતભાઈ મકવાણા, અમરૂંભાઈ હરસુરભાઈ ભાભડા, આકાશ ભરતભાઈ મોરવાડિયા, નિલેશ મધુભાઈ ગોહિલ, શુભમ જયસુખભાઈ મોરવાડિયા, વિશાલ પ્રવીણભાઈ સોલંકી, અજય ઘોઘાભાઈ મકવાણા, વિજય ઘુઘાભાઈ મકવાણા, સચિન જયંતીભાઈ ઝિંઝુવાડીયા, ધીરુ જીવરાજભાઈ પીપરીયા ને જુગટુ રમતા ઝડપી પાડ્યા હતા અને રૂ ૫૬૨૩૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને ૧૩ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

