આર્મી ૭૭૭૭.કોમ આઈ.ડી.પર નસીબ અજમાવતો પરેશ ઝાલાને પીસીબીએ
Rajkot તા.૨૨
જનતા જનાર્દન સોસાયટીમાં મહિલા ટી-૨૦ વર્લ્ડકપની મેચમાં ક્રિકેટ સટ્ટો રમતો લોજીંગના ધંધાર્થીને પીસીબીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી રેસકોર્ષ રીંગરોડ જનતા જનાર્દન સોસાયટી રોડ ઉપર પરેશ ઝાલા નામનો શખ્સ મોબાઇલ ફોનમાં વુમન્સ ૨૦ વર્લ્ડ કપની ક્રિકેટ મેચ ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતો હોવાની હેડ કોન્સ્ટેબલ ઉમેશ ચાવડા, દિલીપ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલ દવેને મળેલી બાતમીના આધારે ટીમે દરોડો પાડી તે શખ્સને અટકમાં લઈ નામ પુછતા પોતાનુ નામ પરેશ લલીત ઝાલા (ઉ.વ.૩૮, ધંધો, લોજીંગ રહે, અમૃત રેસીડન્સી બ્લોક નં.૨૮ નંદનવન સોસાયટી પાસે જામનગર રોડ) હોવાનુ જણાવેલ હતું. મોબાઇલમાં ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં આર્મી ૭૭૭૭.કોમ નામની આઈ.ડી. જોવામાં આવેલ જેમાં તે ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રીકા અને ભારત વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર અલગ-અલગ રકમના સોદા કરેલનુ જોવામાં આવેલ હતું. પોલીસે તે શખ્સની અટકાયત કરી બુકીનું નામ ખોલાવવા તજવીજ આદરી હતી.

