આઠમાસ પહેલા ચેઇન ગિરવે મૂકી ૨.૫૦ લાખ લીધેલ પૈસા પરત આપ્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot તા.૨૨
શહેરની ભગોળે આવેલ કુવાડવાગામે રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી જતા સારવાર અર્થે પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ કુવાડવા ગામે રહેતો અને સોપારી કટીંગનું કામ કરતો અરવિંદભાઈ રામજીભાઈ બાહુકિયા ઉમર વર્ષ ૩૭ વર્ષીય યુવાને આજે વ્યાજખોર ના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ફરિયાદ માં જણાવ્યું હતું કે આજથી આઠેક માસ પૂર્વે કુવાડવા ગામના રાણા બાંભવા પાસે થી રૂ ૨.૫૦ લાખ વ્યાજે રૂપિયા ઉધેલ જેમાં પોતાનો સોનાનો ચેન રાણા બાંભવાની પાસે ગિરવે મૂકેલ અને દર મહિને વ્યાજ આપતો અને ગઈ કાલે હું રૂ ૨.૫૦ લાખ લઈને રાણા બાંભવા પાસે ગયેલ અને વ્યાજે લીધેલ રૂ ૨.૫૦ લાખ પરત આપી દીધેલ અને રાણા બાંભવા એ ગિરવે રાખેલ ચેન આપવાની ના પડેલ કીમતી સોનાનો ચેન પડાવી લેતા જેથી આર્થિક નુકશાન અને અસહ્ય ત્રાસથી કંટાળી ફિનાઇલ પી લીધેલ હોવાનું જણાવ્યું હતું ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગયેલ અને ફરિયાદીની ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે

