Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર
    • Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ
    • 18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi
    • World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif
    • FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત
    • ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil
    • દીકરાઓ સાથે મેસીને ચીયર કરવા પહોંચી Shakira
    • માતૃત્વ બાદ ક્રિકેટમાં વાપસી માટે આઈસીસીનું ઐતિહાસિક પગલું : Jay Shah
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam
    રાષ્ટ્રીય

    રૂા.3500 કરોડ રોકડ…..2020 માં જ SOP ઘડવા ચેતવણી અપાઈ હતી: Ram Temple Funds Scam

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya, તા. 24
    અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનાં નિર્માણ માટે રચાયેલાં ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા નાણાકીય વ્યવહારોમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

    વર્ષ 2020માં મંદિર નિર્માણની શરૂઆતનાં ગાળામાં જ એક ખાનગી ઓડિટ ફર્મે પોતાનાં સત્તાવાર અહેવાલમાં ચેતવણી આપી હતી કે જો દાનમાં મળતી અબજો રૂપિયાની રકમ અને સોના-ચાંદીના દાગીનાના હિસાબ માટે યોગ્ય નિયમો બનાવવામાં નહીં આવે, તો ભવિષ્યમાં મોટી નાણાકીય ગેરરીતિઓ થઈ શકે છે. ઓડિટ ફર્મની આ આશંકા હવે સાચી સાબિત થતી દેખાઈ રહી છે, જેના કારણે મંદિર વહીવટી તંત્ર સામે મોટા સવાલો ઉભાં થયાં છે.

    તાજેતરમાં રામ મંદિર ટ્રસ્ટ પર દેશ-વિદેશના ભક્તો દ્વારા આપવામાં આવેલાં કરોડો રૂપિયાનાં દાન અને સોના-ચાંદીના કિંમતી ઘરેણાંની હેરાફેરીના ગંભીર આક્ષેપો થયાં છે. ભક્તો દ્વારા ચડાવવામાં આવેલી અસંખ્ય ભેટ-સોગાદો અને રોકડ રકમ સત્તાવાર ચોપડે ન ચડી હોવાની ફરિયાદો ઉઠતાં જ મામલો ગરમાયો છે.

    આ વિવાદની ગંભીરતાને જોતાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તાત્કાલિક એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. આ એસઆઈટીએ પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ સરકારને સોંપી દીધો છે અને મંદિરનાં સ્ટાફની પૂછપરછ શરૂ કરી દીધી છે, જેનાથી સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

    વિગતો મુજબ, ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ પવિત્ર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ટ્રસ્ટની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં માત્ર રોકડ સ્વરૂપે જ આશરે રૂ. 3,500 કરોડથી વધુનું દાન મળ્યું હોવાનો અંદાજ છે.

    આ સિવાય મોટી માત્રામાં સોનું, ચાંદી અને હીરા જડિત ઘરેણાં પણ ભક્તોએ અર્પણ કર્યા છે. આટલી મોટી રકમ હોવા છતાં નાણાકીય હિસાબ રાખવાની પદ્ધતિ અત્યંત બિનવ્યાવસાયિક હોવાનું ઓડિટમાં કહેવાયું હતું અને નાણાકીય રિપોર્ટિંગ માટે કોઈ વ્યવસ્થિત અને કાયદેસરનો રેકોર્ડ રાખવામાં આવ્યો નહોતો.

    નવેમ્બર 2020માં જ ઓડિટ ફર્મે ટ્રસ્ટનાં વરિષ્ઠ અધિકારીઓની વિનંતી પર સુધારાત્મક પગલાં લેવા ભલામણ કરી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, વ્યવહારોના દરેક સ્તરે જવાબદારી નક્કી કરવા માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) બનાવવી અનિવાર્ય છે.

    જો કે, આટલાં વર્ષો વીતી ગયા હોવા છતાં અને હાલમાં પોલીસ તપાસ ચાલું હોવા છતાં, ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર આવી કોઈ જઘઙ કે આંતરિક ઓડિટ રિપોર્ટનો કોઈ જ ઉલ્લેખ નથી, જે વહીવટની અપારદર્શિતા અને બેદરકારીને ખુલ્લી પાડે છે.

    ઓડિટ ફર્મે પોતાનાં રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે, જો યોગ્ય ડેટા મેનેજમેન્ટ અને કર્મચારીઓની નિમણૂક નહીં થાય, તો ભ્રામક અને ખોટા હિસાબો રજૂ થવાની પૂરી સંભાવના છે.

    ખાસ કરીને ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતાં સોના-ચાંદીના દાગીના માટે પ્રોપર ‘સ્ટોક રજિસ્ટર’ રાખવાની કડક સલાહ આપવામાં આવી હતી. ટ્રસ્ટનાં સંચાલકોએ આ મહત્વની સલાહને બિલકુલ ગંભીરતાથી ન લીધી, પરિણામે આજે ભક્તોનાં કિંમતી ઘરેણાં ગાયબ હોવાનાં આક્ષેપો સામે આવી રહ્યાં છે અને ટ્રસ્ટ રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયું છે.

    આ ઉપરાંત, હજારો કર્મચારીઓ હોવા છતાં ટ્રસ્ટમાં કોઈ યોગ્ય હ્યુમન રિસોર્સ (HR) વિભાગ જ નથી. બેંકના હિસાબો મેળવવા કે રોજબરોજની નાણાકીય ડેટા એન્ટ્રી કરવા માટે કોઈ લાયકાત ધરાવતો એકાઉન્ટન્ટ સ્ટાફ રાખવામાં આવ્યો ન હતો.

    કોઈપણ નાણાકીય વ્યવહાર કે ડેટા એન્ટ્રી સમયે કોઈ ‘સેક્નડ અથવા થર્ડ વેરિફિકેશન ચેક’ એટલે કે બીજી કે ત્રીજી વારની ચકાસણીની વ્યવસ્થા જ નહોતી. આવી વ્યવસ્થા ન હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ સરળતાથી હિસાબમાં ગરબડ કરી શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

    રિપોર્ટમાં ડિજિટલ ડેટા સુરક્ષાને લઈને પણ સૌથી ચોંકાવનારો ભાગ સામે આવ્યો છે. ટ્રસ્ટની ઓનલાઈન સિસ્ટમ જે આઈટી કંપની સંભાળતી હતી, તેની સાથે સંવેદનશીલ ડેટા મેનેજમેન્ટ કે ડેટા ચોરી અટકાવવા અંગેનો કોઈ સત્તાવાર કરાર કે નિયમાવલી જ નહોતી.

    આઈટી કંપનીની કામગીરી પર નજર રાખવા માટે ટ્રસ્ટ પાસે પોતાનો કોઈ આઈટી એક્સપર્ટ પણ નહોતો. ઓડિટે સાફ કહ્યું હતું કે, આઈટી પોલિસીના અભાવે ડેટાની સુરક્ષા જોખમમાં છે અને ખોટા ટ્રાન્ઝેક્શન કે ડેટા ચોરી થવાની પૂરેપૂરી શક્યતા છે.

    આ સનસનાટીભર્યા ખુલાસા બાદ દેશભરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને વિપક્ષી પક્ષ કોંગે્રસે આ વિવાદ મુદ્દે સીધો સરકાર પર પ્રહાર કર્યો છે. બીજી તરફ, આ ગંભીર ક્ષતિઓ અંગે જ્યારે મીડિયા દ્વારા ટ્રસ્ટનાં જનરલ સેક્રેટરી ચંપત રાય અને મુખ્ય એકાઉન્ટન્ટનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો.

    ત્યારે તેમણે મૌન સેવી લીધું હતું અને કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ટ્રસ્ટનાં જ અંદરના સૂત્રોનું કહેવું છે કે, જો 2020માં જ ઓડિટ ફર્મની સલાહ માનીને યોગ્ય આંતરિક વ્યવસ્થા ગોઠવી દીધી હોત, તો આજે ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ પવિત્ર સ્થાનને આવા વિવાદોનો સામનો કરવો પડ્યો ન હોત.

    Ayodhya Ram Temple Funds Scam
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026
    ગુજરાત

    દેશના મહાનગરો તથા GIFT cities માં કિંમત `એક સમાન’ કરવા નિર્ણય લેવાયાનો દાવો

    June 24, 2026
    આંતરરાષ્ટ્રીય

    અદાલતો સામે જનતાનો ભરોસો જાળવી રાખવાનો પડકાર : CJI Suryakant

    June 24, 2026
    રાષ્ટ્રીય

    IRCTC CMD સંજય જૈને રાજીનામું આપ્યું : સરકારે મંજુર પણ કર્યુ

    June 24, 2026
    રાષ્ટ્રીય

    ઈરાની Oil Sales પર છુટથી ભારતને ફાયદો

    June 24, 2026
    અન્ય રાજ્યો

    Mumbai માં એન્ટ્રી સાથે જ `અસલ મિજાજ’ આખી રાત વરસાદ : 10 ઈંચ

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026

    World Cup માં રોહિત – વિરાટ સારૂ પરફોર્મ કરશે : ગેરંટી લેતો Mohammad-Kaif

    June 24, 2026

    FIFA World Cup 2026 : રોનાલ્ડોના ઐતિહાસિક રેકોર્ડ સાથે પોર્ટુગલની ધમાકેદાર જીત

    June 24, 2026

    ગ્રુપ ટોપર બનવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે Brazil

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફ્રાન્સ, સ્પેન અને બ્રિટન સહિત 15 દેશોમાં ગરમીને લઈને `રેડ એલર્ટ’ જાહેર

    June 24, 2026

    Gujarat માં વરસાદની 76 ટકાની ખાધ : ચોમાસાની એન્ટ્રીની હજુ રાહ

    June 24, 2026

    18 ગોલ સાથે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વોચ્ચ શિખરે પહોંચતો Messi

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.