Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026

    Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

    June 25, 2026

    Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું
    • Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
    • Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી
    • Veraval માં ગુમ થયેલ 1 તોલાની સોનાની વીંટી મુળ માલિકને પરત આપતી પોલીસ
    • Pakistan cricket: સીનિયર ખેલાડી આલિયા રિયાઝના પતિને રૂમમાં રાખવા મુદ્દે બબાલ
    • Morocco and Brazil નવા રાઉન્ડમાં કોરિયાને હરાવી દક્ષિણ આફ્રિકા પ્રથમવાર નોકઆઉટમાં
    • `Messi mania’ માં ડૂબ્યું આખું આર્જેન્ટિના
    • 15 વર્ષીય Vaibhav Suryavanshi ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો ઉપયોગ નહીં કરી શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સાયબર ગુનાઓ અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી રોકવા દેશભરમાં `E-Zero FIR’
    રાષ્ટ્રીય

    સાયબર ગુનાઓ અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી રોકવા દેશભરમાં `E-Zero FIR’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 25
    દેશભરમાં સતત વધી રહેલાં સાયબર ગુનાઓ અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી પર લગામ લગાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે.

    પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી 52મી પ્રગતિ બેઠક દરમિયાન તેમણે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં `ઈ-ઝીરો એફઆઈઆર’ વ્યવસ્થાને ઝડપથી લાગું કરવાનાં સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છે.

    આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય એજન્ડા દેશની ડિજિટલ સિક્યોરિટીને અભેદ્ય બનાવવાનો હતો. વડાપ્રધાને અધિકારીઓને તાકીદ કરી છે કે તેઓ તાત્કાલિક દરેક રાજ્યનાં મુખ્ય સચિવ અને ડીજીપી સાથે આ ગંભીર મુદ્દે ચર્ચા કરે, જેથી કરીને સમગ્ર દેશમાં ઈ-ઝીરો એફઆઈઆરની પ્રક્રિયાને વિના વિલંબે અમલી બનાવી શકાય અને સાયબર ઠગો સામે ત્વરિત એક્શન લઈ શકાય.

    નોંધનીય છે કે, આ નવી `ઈ-ઝીરો એફઆઈઆર’ પહેલ ભારત સરકારનાં ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત `ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્ર’ (NCRP) દ્વારા તૈયાર કરવામાં આવી છે.

    આ અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમ હેઠળ, જ્યારે પણ કોઈ મોટી રકમની સાયબર નાણાકીય છેતરપિંડીની ફરિયાદ ઓનલાઈન નોંધાશે અને તે વેરિફાઈ થશે, ત્યારે સિસ્ટમ તેને આપમેળે `ઝીરો એફઆઈઆર’ માં રૂપાંતરિત કરી દેશે.

    આ નવી વ્યવસ્થાથી ડિજિટલ ફ્રોડનો ભોગ બનેલાં પીડિતોને મોટી રાહત મળશે. સામાન્ય રીતે સાયબર ક્રાઈમના કિસ્સામાં કયાં પોલીસ સ્ટેશનની હદ લાગું પડે છે તેવી ન્યાયિક અને ભૌગોલિક ગૂંચવણોમાં સમય વેડફાતો હોય છે. ઈ-ઝીરો એફઆઈઆરના કારણે પીડિતોને આવી કોઈ અડચણ નહીં નડે અને બેંકો તેમજ તપાસ એજન્સીઓ છેતરપિંડીથી ટ્રાન્સફર થયેલાં નાણાંને તાત્કાલિક હોલ્ડ કરી શકશે.

    પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલાં સત્તાવાર નિવેદન અનુસાર, પીએમ મોદીએ નિર્દોષ નાગરિકોને જાળમાં ફસાવવા માટે થઈ રહેલાં ડિજિટલ પ્લેટફોર્મ્સના દુરુપયોગ અને `ડિજિટલ અરેસ્ટ’ જેવા ગુનાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

    તેમણે સ્પષ્ટ કર્યું કે, સાયબર ગુનાઓ સામે લડવા માટે તમામ સંબંધિત એજન્સીઓએ પરસ્પર સમન્વય સાધીને, સંવેદનશીલતા સાથે અને સમયમર્યાદામાં કામ કરવું અનિવાર્ય છે. વડાપ્રધાને કાયદો અમલીકરણ એજન્સીઓ, બેંકો અને ડિજિટલ પ્લેટફોર્મ્સ વચ્ચે બહેતર કો-ઓર્ડિનેશન સ્થાપિત કરવા પર ભાર મૂક્યો છે.

    તેમણે અધિકારીઓને સ્પષ્ટ જવાબદારી સ્વીકારવા અને ગુનેગારો પોતાનાં ગુનાને છુપાવે તે પહેલાં જ ઝડપી તપાસ શરૂ કરવા આદેશ આપ્યાં છે, સાથે જ જણાવ્યું છે કે તેઓ પોતે આ ઈ-ઝીરો એફઆઈઆરની પ્રગતિની સમીક્ષા કરતાં રહેશે.

    વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં સાયબર ગુનેગારો દરરોજ નવી ટેકનિક અપનાવીને સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી લૂંટી રહ્યાં છે, તેથી સરકારી તંત્ર અને તપાસ એજન્સીઓએ તેમનાં કરતાં બે ડગલાં આગળ રહેવું પડશે.

    `ઈ-ઝીરો એફઆઈઆર’ જેવી ડિજિટલ વ્યવસ્થા માત્ર કાગળ પર ન રહેતાં જમીની સ્તરે સચોટ રીતે કામ કરે તે માટે પોલીસ વિભાગનાં આધુનિકીકરણ અને સાયબર સેલના કર્મચારીઓને વિશેષ તાલીમ આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

    `E-Zero FIR' country to stop Cyber ​​Fraud
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026
    રાષ્ટ્રીય

    Mundra Port Drugs જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા

    June 25, 2026
    રાષ્ટ્રીય

    વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ India and Nepal ના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા

    June 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    Venezuela, Japan અને… એક જ દિવસમાં દુનિયાના ચાર દેશોમાં Earthquake

    June 25, 2026
    રાષ્ટ્રીય

    Passport ફરી પ્રવાસ દસ્તાવેજ; નાગરિકતાનો પુરાવો નથી : કેન્દ્ર

    June 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    Palestine માં ઇઝરાયેલ બાળકોને મારે છે : સ્ફોટક રિપોર્ટ

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026

    Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

    June 25, 2026

    Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી

    June 25, 2026

    Veraval માં ગુમ થયેલ 1 તોલાની સોનાની વીંટી મુળ માલિકને પરત આપતી પોલીસ

    June 25, 2026

    Pakistan cricket: સીનિયર ખેલાડી આલિયા રિયાઝના પતિને રૂમમાં રાખવા મુદ્દે બબાલ

    June 25, 2026

    Morocco and Brazil નવા રાઉન્ડમાં કોરિયાને હરાવી દક્ષિણ આફ્રિકા પ્રથમવાર નોકઆઉટમાં

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026

    Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

    June 25, 2026

    Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.