Gondal તા.25
હાલના તણાવભર્યા અને વ્યસ્ત સમયમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બને અને શારીરિક-માનસિક તંદુરસ્તી જાળવી રાખે તેવા ઉમદા હેતુ સાથે ગોંડલ શહેરમાં ’વિશ્વ યોગ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ઉમિયા માતાજી મંદિર – સીદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમ ગોંડલની કડવા પટેલ વાડી ખાતે રાખવામાં આવ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે એમ. એલ. અમૃતિયા કડવા પટેલ સમાજ – પાટીદાર યુવા ગ્રુપ – ઉમિયા પરિવાર સમિતિ – ગોંડલ, કડવા પટેલ કેળવણી મંડળ – ગોંડલ જેવા સંગઠનોએ સહયોગ આપ્યો હતો.
આ સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમમાં ગોંડલ નગરમાં વસતા તમામ સમાજના બહેનો, દીકરીઓ તથા માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે તે માટે તમામ મહિલાઓ સફેદ ડ્રેસ અથવા અનુકૂળ વસ્ત્રોમાં પોતાની યોગ મેટ સાથે હાજર રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ કોચ હેતલબેન પટેલનું માર્ગદર્શન આ યોગ શિબિરમાં ગોંડલ તાલુકાના જાણીતા યોગ કોચ હેતલબેન પટેલ (ઇન્ટરનેશનલ યોગ ગરબા ટીચર, પ્રાણીક હીલર, સાઉન્ડ હીલર અને મેડિટેશન માસ્ટર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

