Veraval,તા.25
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા દ્વારા જનતાના કિંમતી સામાન ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઈ જવાના બનાવો અન્વયે જરૂરી કાર્યવાહી કરી કિંમતી સામાન શોધી કાઢી પરત અપાવવા બાબતે સૂચના આપતા સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડ ના ઇન્ચાર્જ એ.એસ.આઇ. એન.બી.બસીયા ની રાહબરી હેઠળ નિકુંજભાઈ તુષારભાઈ શાહ ઉ.વ.50 રહે.80 ફુટ રોડ વેરાવળ દ્વારા તા.19/06/2026 ના રાત્રીના સમયે રેયોન કંપની ના ગેટ પાસે વી.પી.સ્વામી ઢોસા નામની દુકાન ગયેલા તે દરમિયાન આશરે એક તોલા વજનની સોનાની વીંટી રૂા.1,25,000 ની ક્યાંક પડી ગયેલ કે ખોવાય ગયેલ હોય તેની હકીકત ને ગંભીરતાથી લઇ એ.એસ.આઇ. રણજીતસિંહ ડોડીયા, પો.કોન્સ.મયુરસિંહ ગોહિલ સહિતના હ્યુમન સોર્સીસ તથા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તાત્કાલિક તપાસ કરતા ખોવાઇ ગયેલા સોનાની વીંટી મૂળ સ્થિતિમાં અરજદાર નિકુંજભાઈ તુષારભાઈ શાહ ને સોંપી આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ને સાર્થક કરેલ છે.

