જીજ્ઞેશ પટેલ Manavadar તા.૨૫
માણાવદર તાલુકાના કતકપરા ગામે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. માણાવદર પોલીસે અલગ-અલગ બ્રાંડના કુલ ૪૧૩ નંગ વિદેશી દારૂના ચપટા (ક્વાર્ટર) અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૬૭,૮૦૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ગલ અને કોન્સ્ટેબલ વિક્રમભાઈ કડછાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાડી વિસ્તારના કબ્રસ્તાન પાસે રેઇડ કરવામાં આવી હતી. ત્યાંથી આરોપી સુલેમાન ઉર્ફે ટકો ઇસ્માઇલભાઇ સાંધ (ઉ.વ. ૩૧) ને દારૂના ૫ ચપટા સાથે ઝડપી લેવાયો હતો. ત્યારબાદ પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરતા તેના ઘરેથી વધુ ૪૦૮ ચપટા મળી આવ્યા હતા.
માણાવદર પોલીસે પકડાયેલા આરોપી સુલેમાન વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ અન્ય એક સહ-આરોપી લખમણ ઉર્ફે લખો અરજણભાઇ ઇછુડા રહે. માણાવદર વાળો ફરાર થય ગયેલ પોલીસે તેની શોધખોળ આદરી છે.આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.બી.પટેલ, પીએસઆઈ ડી.કે.ઝાલા, હેડ કોન્સ. રમેશભાઇ ગલ, હેડ કોન્સ. સુરેશભાઇ ગરચર, પો.કોન્સ. વિક્રમભાઇ કડછા, પો.કોન્સ. અશોકભાઇ વરૂ તથા ડ્રાઇવર પો.કોન્સ. ધ્રુમીલભાઇ ખટારીયા જોડાયા હતા.

