Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં
    • Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા
    • Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન
    • PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા
    • તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.
    • આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે
    • જેવી કરણી તેવી ભરણી
    • 28 જૂનનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Suratમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ
    અમદાવાદ

    Suratમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 26, 2026Updated:June 26, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ સુરત મનપાના સત્તાવાળાઓ અને અધિકારીઓએ ભારે મનસ્વી વલણ અપનાવ્યું હતું

    Ahmedabad, તા.૨૬

    Suratના નાસીરનગરના રાતોરાત ડિમોલિશનના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સુરત મહાનગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે સાથે સાથે એવી પણ ટકોર કરી હતી કે, એકપણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના તોડી શકાય નહીં.જો સુરત મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું હશે, તો તેની સીધી જવાબદારી મનપા અને તેના સંબંધિત અધિકારીઓની રહેશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમને ઘર અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડશે.

    આ સમગ્ર મામલે હાઇકોર્ટે સત્તાવાળાઓ પાસે જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.સુરતના વિવાદાસ્પદ નાસીરનગર ડિમોલિશન મામલે કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુરત મહાનગરપાલિકા ઉપરાંત સુરત પોલીસ કમિશનર, સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ટોરેન્ટ પાવર સહિતના તમામ સંબંધિત પક્ષકારોને જોડવામાં આવ્યા છે અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.અરજદારપક્ષ તરફથી કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કે, ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ સુરત મનપાના સત્તાવાળાઓ અને અધિકારીઓએ ભારે મનસ્વી વલણ અપનાવ્યું હતું.

    સ્થાનિક રહીશોને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના, આગોતરી જાણ કર્યા વિના કે પંચનામું કર્યા વિના રાતોરાત ૧૫૦થી વધુ મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હતા. રહીશોને પોતાની રજૂઆત કરવાની કે સામાન હટાવવાની સહેજ પણ તક આપવામાં આવી નહોતી.આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારપક્ષને એક મહત્ત્વનો સવાલ કર્યો હતો કે, ‘આ ડિમોલિશન સુરત મનપા દ્વારા જ કરાયું છે તેવું તમે કઈ રીતે કહી શકો?’ જેના જવાબમાં અરજદારે જણાવ્યું કે, જ્યારે ડિમોલિશનની આ આખી કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ત્યાં સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓ સહિત ૨૦થી ૨૫ જેટલા પોલીસ અધિકારીઓનો મોટો કાફલો રૂબરૂ હાજર હતો.ત્યારબાદ જસ્ટિસ નિખિલ કેરીયલે પણ કડક વલણ અપનાવી પૃચ્છા કરી હતી કે, ‘ડિમોલિશનની ડ્યુટીમાં જે મશીનરી અને માણસો રોકાયા હતા તે કોના હતા?’

    અરજદારે આ અંગે કોર્ટને ચોંકાવનારી માહિતી આપતા કહ્યું કે, ડિમોલિશન કરનાર એજન્સી સુરત મનપાની જ છે. આ સિવાય, ડિમોલિશન શરૂ થાય તે પહેલાં જ ટોરેન્ટ પાવર દ્વારા ત્યાંનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને પાલિયા બિલ્ડરના આદેશ પર ‘શ્રી રામ એજન્સી’ દ્વારા આ આખી કામગીરી પાર પાડવામાં આવી હતી. આટલું જ નહીં, ઘટનાસ્થળે આર્કિટેક્ટ રજનીકાંત પણ હાજર હોવાનો ગંભીર આરોપ અરજદારપક્ષે લગાવ્યો છે.હાઇકોર્ટે અરજદારોને એવો પણ પ્રશ્ન કર્યો હતો કે, ‘જો ૩૦મી મેના રોજ જ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તો પછી કોર્ટના દ્વાર ખખડાવવામાં આટલો વિલંબ કેમ થયો?’ તેના ખુલાસામાં પીડિતોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ડિમોલિશન બાદ તેઓ સૌથી પહેલા ન્યાયની આશાએ સુરત મનપા કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.

    Amhedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad માં ‘fake police’નો આતંક,ખોટી ફરિયાદનો ડર બતાવી આધેડ પાસેથી ૧૦,૫૦૦ રૂપિયા પડાવ્યા

    June 27, 2026
    અમદાવાદ

    નારોલમાં નકલી પોલીસ બની તોડ કરતી ટોળકીના ૨ સાગરીતો ઝડપાયા

    June 27, 2026
    અમદાવાદ

    મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા

    June 27, 2026
    અમદાવાદ

    સાઉથ બોપલની ખાનગી સ્કૂલમાં પ્રિ-પ્રાયમરીના વિદ્યાર્થી સાથે અડપલાં

    June 27, 2026
    અમદાવાદ

    Shahpurના EWS આવાસોમાં ૧૭ મકાનનાં તાળાં તોડી ગેરકાયદે કબજો

    June 27, 2026
    અમદાવાદ

    Vishwamitri River માં પૂરના પાણી આવતા અટકાવવા નવા ૧૯ ચેકડેમ બનાવાશે

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026

    PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

    June 27, 2026

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.