ફોટો ફ્રેમનો ધંધો સાથે રહીને શીખ્યા બાદ અનિલે નીચો ભાવ રાખી અલગ ધંધો શરૂ કરતા માથાકૂટ થતી’તી : સમજાવવા ગયેલા કાકા-ભત્રીજા પર આખો પરિવાર તૂટી પડ્યો
Rajkot તા.27
શહેરના થોરાળા વિસ્તારમાં શિવાજીનગરમાં ધંધાકીય અદાવતમાં કાકા-ભત્રીજા પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ સાથે કામ કરતા અનિલે અલગ ધંધો શરૂ કરી નીચા ભાવમાં ઓર્ડર લેવા લાગતા માથાકૂટ થઇ હતી. જે મામલે સમાધાન કરવા ગયેલા કાકા-ભત્રીજા પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. દૂધસાગર રોડ નજીક શિવાજીનગર શેરી નં.-7 માં રહેતા 30 વર્ષીય યુવાન રાહુલભાઇ દેવજીભાઇ જાધવે આરોપી તરીકે સુનિલ, અનિલ, રમેશ, ભરત અને હંસાબેનનું નામ આપતાં થોરાળા પોલીસે પાંચેય શખ્સો વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મિત્ર ગનીભાઇનો મને ફોન આવેલ કે, અનીલ પરમારના ઘરની પાસે તારા ભાઇ ગોપાલને પેટના ભાગે છરી વાગેલ છે, તુ જદલીથી આવ. જેથી હુ તુરત જ એકટીવા લઇ અનીલના ઘરે ગયેલ હતો.ભાઈ ગોપાલ એકટીવા પાસે અર્ધબેભાન હાલતમાં નીચે બેઠો હતો. મારા કાકા વિજયભાઇ ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં હાજર હતા. કાકા ભાનમાં હોય જેથી તેમને બનાવ બાબતે પુછતા તેમણે જણાવેલ કે, અનીલ અગાઉ આપણા ફોટો ફ્રેમના ધંધામાં સાથે કામ કરતો હતો. જે કામ શીખીને તેણે પોતાનુ અલગ કામ ચાલુ કરેલ હતું. તે આપણા ગ્રાહકોને નીચો ભાવ આપી કામ કરી આપે છે. જે બાબતે ગોપાલે તેને ઠપકો આપેલ હતો. બાદ અગાઉ અનીલ રૂબરૂ મળતા તેણે ગોપાલને ગાળો આપી જગડો કર્યો હતો. જેથી હુ તથા ગોપાલ સમાધાન કરવા અનીલના ઘરે ગયેલ હતા. બનેં ફોટા ફ્રેમના ધંધા માટે વારંવારં કેમ ઝગડો કરો છો? જે સાંભળી સુનીલ એકદમ ઉશકેરાય અનિલે છરીનો એક ઘા ગોપાલના પેટના ભાગે મારી દીધેલ હતો. મહિલા સહીત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે ભરત નાનજીભાઈ પરમાર અને રમેશ નાનજીભાઈ પરમાર પણ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં દાખલ થયાં છે. તે બંનેને ગોપાલ જાદવ, વિજય જાદવ અને ભરત જાદવે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી દીધાનો આક્ષેપ કર્યો છે.

