Boston, તા. 30
ઇર્લિંગ હાલેન્ડના ગોલ પાછળ માત્ર તેમની તાકાત જ નહીં, પરંતુ નોર્વેના ત્રણ શેફનું `માસ્ટર કિચન’ પણ છે. વર્લ્ડ કપમાં ટીમ સાથે આવેલાં આ શેફ 61 ખેલાડીઓ અને સ્ટાફ માટે રોજ ચાર વખત ભોજન તૈયાર કરી રહ્યાં છે.
આ માટે તેઓ નોર્વેથી 300 કિલો સેલમન, ટ્રાઉટ અને બીજી માછલીઓ, 180 કિલો ચીઝ અને પોતાની ચાર કોફી મશીનો પણ સાથે લાવ્યાં છે. એકલાં હાલેન્ડ રોજની લગભગ 6,000 કેલરીની ડાયેટ લે છે.
ખેલાડીઓને ઘર જેવો અહેસાસ કરાવવા માટે બ્રાઉન ચીઝ, વોફલ, દાળ અને પરંપરાગત નોર્વેજીયન વાનગીઓ પણ પીરસવામાં આવી રહી છે. હાલેન્ડ મેચ પહેલાં પાસ્તા અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ભોજન પસંદ કરે છે, જ્યારે અઠવાડિયામાં એક દિવસ આખી ટીમ ટેકો, પિઝા અને બર્ગરની મજા પણ લે છે.
શેફ ખેલાડીઓની મેડિકલ ટીમ સાથે મળીને દરેક પ્લેટમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને રિકવરી માટે જરૂરી પોષણનું સંતુલન નક્કી કરે છે. તેમનું માનવું છે કે જો એક પ્લેટ સારું ખાવાનું ખેલાડીનો તણાવ ઓછો કરી દે, તો તે જ તેમની સૌથી મોટી જીત છે.

