રાજકોટના કુખ્યાત બુટલેગર ધવલ સાવલીયાને પોલીસે રાજસ્થાનથી ઝડપી જામકંડોરણા પોલીસને સોંપ્યો
Rajkot,તા.01
રાજ્યભરમાં પેરોલ-ફર્લો જમ્પ કરી ફરાર થયેલા કેદીઓ, જાપ્તા-વચગાળાના જામીન પર ફરાર થયેલા કેદીઓ, બીજી કોઇ રીતે ફરાર કેદીઓ અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ડીજીપીની સૂચનાથી ગઇ તા.૮થી ૨૧ સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેને ઓપરેશન કારાવાસ-૨નું નામ આપવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસની એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે ૧૮ કેદીઓ, આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસે આ કામગીરી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી કરી હતી. ઝડપાયેલા આરોપીઓ-કેદીઓમાં જેનો- જેનો સમાવેશ થાય છે તે શખ્સોના નામ આ પ્રમાણે છેઃ (૧) માણાવદરના લૂંટના ગુનામાં આઠ વર્ષ પહેલા વચગાળાના જામીન પર છુટી ફરાર થયેલા સબૂર મૈડા (રહે. ભાયાવદર), (૨) કોટડાસાંગાણી પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી વોન્ટેડ ખેલુ બામણીયા (રહે. એમપી), (૩) આ જ પોલીસ સ્ટેશનના જીએસટીના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી વોન્ટેડ ઉમાશંકર બૈતાલીક (રહે. વેરાવળ), (૪) જેતપુર સિટી અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા ૩ વર્ષથી વોન્ટેડ શ્યામલાલ બિષ્નોઇ (રહે. જોધપુર), (૫) પાટણવાવના રેપ અને પોક્સોના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી વોન્ટેડ જવસિંગ મંડોડ (રહે. દાહોદ), (૬) લોધિકાના છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ શ્યામ ઉર્ફે અંકિત ખાંટ (રહે. વેરાડ ગામ, તા.માણાવદર), (૭) ગોંડલ તાલુકા પોલીસના સાયબર ફ્રોડ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ ભરત રાવતાણી (રહે. રેલનગર, રાજકોટ), (૮) આ જ ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ તેના ભાઇ જીતેન્દ્ર (રહે. રેલનગર, ,રાજકોટ).
એ જ રીતે, (૯) કોટડાસાંગાણીના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ ચાંદની ભાકોડીયા (રહે. નાળોદાનગર, રાજકોટ),(૧૦) પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ મથકમાં વ્યાજવટાવના અને સાયબર ક્રાઇમ પોલીસ મથકના આઇટી એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપી મોહન વાજા (રહે. પોરબંદર), (૧૧) મેટોડાના દારૂના ગુનામાં બે માસથી વોન્ટેડ વિપુલ મેતા (રહે. પરિશ્રમ સોસાયટી, રાજકોટ), (૧૨) કોટડાસાંગાણીના દારૂના ગુનામાં છેલ્લા છ માસથી વોન્ટેડ ભાવેશ ઉર્ફે ટાઇગર મેટાળીયા (રહે. પાંચવડા, તા.ચોટીલા), (૧૩) વિરપુર અને વંથલીના ગુનામાં છેલ્લા પાંચ માસથી વોન્ટેડ મોક્ષ ઉર્ફે મૌલિક સોલંકી (રહે. તાલાળા), (૧૪) ઉદ્યોગનગર પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા છ માસથી વોન્ટેડ કુખ્યાત બુટલેગર ધવલ સાવલીયા (રહે. રાજકોટ), (૧૫) કોટડાસાંગાણી પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ દિલુભાઇ તકમરીયા (રહે. કણકોટના પાટીયા પાસે), (૧૬) કોટડાસાંગાણી પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા છ વર્ષથી વોન્ટેડ જગદીશ ઉર્ફે જગો મહેતા (રહે. બોટાદ), (૧૭) ઉપલેટાના ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ સરમ ઉર્ફે સારમ સીંગાળા (રહે. મધ્યપ્રદેશ) અને (૧૮) આ જ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ બબલુ સીંગાળા (રહે. મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.

