Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»માનવીનું નસીબ તેના નામ કે નામના અક્ષરો સાથે જોડાયેલું છે ? Numerology ના આટાપાટા
    ધાર્મિક

    માનવીનું નસીબ તેના નામ કે નામના અક્ષરો સાથે જોડાયેલું છે ? Numerology ના આટાપાટા

    Vikram RavalBy Vikram RavalOctober 18, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     જ્યોતિષીઓ અને અંકશાસ્ત્રીઓ એવો દાવો કરે છે કે ગણિતના વિવિધ અંકનો  સંબંધ જુદા જુદા આકાશી ગ્રહો સાથે છે 

    બોલીવુડનાં સ્ટાર્સ હોય કે  વેપારી, અથવા તો કોઇ સામાન્ય માનવી, પોતાનાં જીવનની મુંઝવણ કે મુશ્કેલીઓના ઉકેલ માટે એકાદ  જોશી મહારાજનું શરણું લેશે. અથવા તો કોઇ ધર્મગુરુના આશીર્વાદ લેવા જશે. જોશી મહારાજ કાં તો તે વ્યક્તિઓની  જન્મ કુંડળી જોઇને અમુક તમુક મંત્રનો પાઠ કરવાની કે પછી તેમનાં નામના અક્ષરમાં ફેરફાર કરવાની સલાહ આપતા હોય છે.

    હિન્દી ફિલ્મ જગતના રાજીવ હરિ ઓમ ભાટિયાએ તેનું મૂળ  નામ બદલીને અક્ષય કુમાર  રાખ્યું.  આજે અક્ષય કુમાર બોલીવુડનો લોકપ્રિય  સ્ટાર છે.  વિશાલ  પણ તેનું બાળપણનું અસલી નામ બદલીને અજય દેવ  ગણ રાખ્યું. અજય દેવગણ આજે  હિન્દી ફિલ્મ જગતનો અચ્છો અભિનેતા છે. પ્રીતમ ઝિંટા   િ સંહે હિન્દી ફિલ્મ જગતમાં સફળતા મેળવવા તેનું મૂળ નામ બદલીને પ્રીતિ ઝીંટા રાખ્યું.  પ્રીતિ ઝીંટા બોલીવુડની રૂપકડી   લોકપ્રિય સ્ટાર બની ગઇ.

    અમદાવાદના એક વેપારીએ અને  રાજકોટની એક કમ્પ્યુટર  એન્જિનિયર યુવતીએ એક  જ્યોતિષની સલાહથી  તેમનાં મૂળ  નામના અક્ષરમાં ફેરફાર કર્યા.   પેલા વેપારીનો વેપાર બરાબર દોડવા લાગ્યો અને તે  થોડાં વરસમાં જ પૈસાદાર થઇ ગયો. રાજકોટની પેલી યુવતીનાં લગ્ન  તેના જ ક્ષેત્રના સોફ્ટવેર કન્સ્લ્ટન્ટ કંપનીના માલિક સાથે થયાં. 

    બોલીવુડનાં સ્ટાર્સ હોય કે  વેપારી, અથવા તો કોઇ સામાન્ય માનવી, પોતાનાં જીવનની મુંઝવણ કે મુશ્કેલીઓના ઉકેલ માટે એકાદ  જોશી મહારાજનું શરણું લેશે. અથવા તો કોઇ ધર્મગુરુના આશીર્વાદ લેવા જશે. જોશી મહારાજ કાં તો તે વ્યક્તિઓની  જન્મ કુંડળી જોઇને અમુક તમુક મંત્રનો પાઠ કરવાની કે પછી તેમનાં નામના અક્ષરમાં ફેરફાર કરવાની સલાહ આપતા હોય છે. અમુક ન્યુમરોલોજીસ્ટ(ગણિતના ૈઅંકના આધારે સલાહ આપતા જાશીઓ) પણ આવી સલાહ આપતા હોય  છે.

    બીજીબાજુ સુશિક્ષિત અને મહેનત-પુરુષાર્થમાં માનતી વ્યક્તિઓ નામ બદલવાં કે નામના અક્ષરોમાં પરિવર્તન કરવાં વગેરે જેવી સલાહ કે વિચાર કે માન્યતાને હરગીજ ન સ્વીકારે તે સ્વાભાવિક છે.  આમ છતાં સવાલ એ થાય છે કે કોઇ વ્યક્તિ જોશીની અથવા ન્યુમરોલોજીસ્ટની સલાહથી પોતાનું મૂળ નામ બદલવાથી અથવા નામના અક્ષરોમાં ફેરફાર કરવાથી તેમને જીવનમાં સફળતા મળે ખરી ? ભાગ્યમાં પરિવર્તન આવીને સુખ,સંપત્તિ મળી શકે ? માનવીના નામને ગણિતના જુદા જુદા અંક કે પૃથ્વીથી કરોડો  કિલોમીટર દૂર  આકાશમાં ગોળ ગોળ ફરતા ગ્રહો સાથે  કોઇ સીધો સંબંધ હોઇ શકે ? વગેરે જેવા અણિયાળા સવાલ પણ થાય તે સહજ છે. 

    મુંબઇના એક જ્યોતિષી કહે છે, જુઓ, કોઇ  માનવીનું નામ બદલવાથી તેના પર આકાશી ગ્રહોના પ્રભાવમાં ફેરફાર થાય છે.સાથોસાથ  વ્યક્તિત્વ,નોકરી -વ્યવસાય, ધન-સંપત્તિ વગેરે પર પણ અસર થાય છે.  તે વ્યક્તિની  જન્મની રાશિ જુદી હોય છે અને ગ્રહો મુજબ અલગ હોય છે.

      ન્યુમરોલોજી મુજબ કોઇપણ વ્યક્તિના જીવનમાં એક(૧) નંબર મહત્વનો હોય છે. ઉદાહરણરૂપે એક વ્યક્તિની જન્મ તારીખ ૧ – ૦૧ — ૧૯૧૯ હોય તો ન્યુમરોલોજી પ્રમાણે તેના જીવનમાં એક(૧) અંક મહત્વનો ગણાય છે. આ વ્યક્તિ માટે સૂર્ય  પ્રબળ થઇ  જવાથી તેને રાજયોગનો લાભ મળવાની શક્યતા વધી જાય. વળી, ઉદાહરણરૂપે  કોઇ વ્યક્તિનું નામ ચાર  (૪) નંબર પર હોય તો તેને ગ્રહણની અસર થઇ શકે કારણ કે ચાર(૪) અંકને રાહુ સાથે સંબંધ છે. રાહુની અસરવાળી વ્યક્તિ કાયદા -કાનૂનની આંટીઘૂંટીમાં આવી જવાની શક્યતા રહે. આવા સંજોગોમાં તે માનવીના નામના અક્ષરોમાં ફેરફાર કરવાથી તેના જીવનમાં સરળતા આવી શકે છે.

     વળી, જુદા જુદા અંકને વિવિધ ગ્રહો સાથે સંબંધ હોય છે. ઉદાહરણરૂપે એક(૧) અંક સૂર્યનો, બે(૨) નંબર ચંદ્રનો, ત્રણ(૩) અંક બૃહસ્પતિ(ગુરુ)નો, ચાર(૪) નંબર રાહુનો, પાંચ(૫) અંક બુધનો, છ(૬) નંબર શુક્રનો, સાત(૭) અંક કેતુનો, આઠ(૮) નંબર શનિનો, નવ(૯) અંક મંગળનો ગણાય છે.  ન્યુમરોલોજીસ્ટ્સ આ જ નંબરોના આધારે જ ગણતરી કરે છે. 

    ન્યુમરોલોજીસ્ટ્સ એવો મુદ્દો  રજૂ કરે છે કે આપણા ભારત દેશમાં પંચાંગ(વાર, તિથિ,નક્ષત્ર, યોગ,કરણ)નો ખાસ આધાર લેવાય છે. પંચાંગના આધારે જ જન્મ કુંડળી બનાવાય છે. 

    *  વ્યક્તિનું નામ બદલવામાં કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? 

       અમુક જ્યોતિષશાસ્ત્રીઓ અને ન્યુમરોલોજીસ્ટ્સ એમ કહે છે કે અમે   કોઇપણ વ્યક્તિનું નામ બદલવામાં તેના નામના અંગ્રેજી  ભાષાના અક્ષરોમાં  ફેરફાર કરવાનું વધુ પસંદ કરીએ છીએ. હિન્દીમાં નહીં.  કારણ એ છે કે હિન્દી ભાષાના  અક્ષરોમાં પરિવર્તન કરવાથી તેના ઉચ્ચાર ખોટા થવાની શક્યતા રહે છે. જ્યારે અંગ્રેજી ભાષાના અક્ષરોમાં — ડબલ એ — લગાડવાથી નામનો પ્રભાવ બદલાઇ જાય પણ તેના ઉચ્ચારમાં કોઇ ફેર નહીં થાય. 

    વળી, વ્યક્તિના  જીવનમાં ચોક્કસ કયો અંક(નંબર) નથી તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. ઉદાહરણરૂપે રાજીવ(નામ સાચું નથી)નો  અંક બે(૨) છે. હવે  બે અંક ચંદ્રનો હોવાથી તે વ્યક્તિને અભિનય, કલા, સાજ– શૃંગાર વગેરે ક્ષેત્રમાં સફળતા મળે છે. જોકે તે વ્યક્તિનો અંક બે(૨) નથી તો તેના લગ્ન થવામાં વિલંબ થઇ શકે છે.આવા કિસ્સામાં બે(૨) અંકને જોડવાનો પ્રયાસ કરવો જરૂરી છે. એટલે કે એક ગ્રાફ બનાવવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિના નામમાં ફેરફાર કરીને તેના જીવનમાં છ(૬) અંક લાવવામાં આવે છે. હવે (છ) ૬ અંક શુક્ર ગ્રહનો હોવાથી તેના જીવનમાં આનંદ, વૈભવ, ભરપૂર સુવિધા વગેરે આવે છે.કહેવાનો અર્થ એ છે કે અમુક મહત્વની માહિતી સાથે કોઇપણ વ્યક્તિના નામમાં અથવા તો તેના નામના અક્ષરોમાં થોડોક ફેરફાર કરીને તેના જીવનમાં પાયારૂપ પરિવર્તન લાવવાનો પ્રયત્ન થાય છે. 

    ન્યુમરોલોજી એમ કહે છે કે કોઇપણ વ્યક્તિના ભૂતકાળ,વર્તમાન, ભવિષ્યની વિગતો મેળવવાનો આધાર ગણિતના જુદા જુદા અંક પણ છે.આ પદ્ધતિમાં કોઇપણ માનવીના નામની ગણતરી કરતી વખતે ન્યુમરોલોજીના જાણકાર એમ કહે છે કે આપનું નામ અને ભાવિના નંબર(ડેસ્ટિની નંબર) એક સમાન હોય તો જ સફળતા મળે. સરળતાથી સમજીએ તો દરેક અક્ષર માટે ડેસ્ટિની નંબર નિર્ધારિત છે અને તે નંબરના આધારે જ કોઇપણ વ્યક્તિના નામમાં ફેરફાર થઇ શકે છે.  

    * ભાગ્યાંકનો ઉપયોગ કઇ રીતે થાય ? ભાગ્યાંક એટલે કે લાઇફ પાથ નંબર જાણવા માટે પોતાની જન્મ તારીખ, મહિનો, વર્ષ, વગેરે અંકોને જોડવામાં આવે છે.

    ઉદાહરણરૂપે ચિંતન કુમારનો  જન્મ ૧૫ : ૯ : ૨૦૦૧  છે.  આ  વિગતોના  આધારે  ચિંતન કુમારનો  ભાગ્યાંક  ૧૫ + ૦ + ૯ +૨+ ૦ + ૦ + ૧ = ૨૭ છે.   હવે ૨૭   સંખ્યાના  અંક ૨+ ૭ = ૯  થાય. ૯ અંક સૂર્ય મંડળના લાલ ગ્રહ મંગળનો છે.  

    જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળ ગ્રહ યુદ્ધનો દેવતા કહેવાય છે. જોકે મંગળ ગ્રહ જન્મ કુંડળીમાં ચોક્કસ કયા સ્થાનમાં છે અને તેની સ્થિતિ કેવી છે તેના પર વ્યક્તિના ભવિષ્યનાં લક્ષણો જાણી શકાય છે.  એટલે સામાન્ય રીતે  મંગળના પ્રભાવવાળી વ્યક્તિમાં લડાયક વૃત્તિ, ખડતલ શરીર, રમતગમત કે  લશ્કરમાં  સફળ બને વગેરે ગુણ હોય છે.

    આ તો થઇ જ્યોતિષશાસ્ત્રની અને ન્યુમરોલોજીની વાત. ભારતીય સંસ્કૃતિમાં તો પુરુષાર્થનો અનેરો મહિમા છે.  મહાભારતના યુદ્ધમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનને કહ્યું છે,  કર્મણ્યેવ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન ! અર્થાત  હે અર્જુન, તું કર્મ કર, ફળની આશા ન રાખ. ભગવાન શ્રીકૃષ્ણ એમ કહે છે કે અર્જુન, તું યુદ્ધમાં  તારી ઉત્તમ –શ્રેષ્ઠ ધનુર્વિદ્યાનો ઉપયોગ કર. યુદ્ધના પરિણામની ચિંતા ન કર. એટલે કે તું શ્રેષ્ઠ, ઉત્તમ, ઉજળું કર્મ કરીશ તો તને પરિણામ પણ એવું જ ઉત્તમ મળશે. હું તને  ફળ -પરિણામ આપીશ. 

    સમગ્ર રીતે કહીએ તો માનવી પોતે જ તેના ભવિષ્યનો ઘડનારો છે. ઉજળા સંસ્કાર અને ઉજળાં કર્મ હોય તો માનવીમાં  દૈવી ગણો  આવે. 

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ): ભક્તિ અને શિસ્તનું પરમ વ્રત

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-૨

    June 5, 2025
    લેખ

    વેદ-પુરાણોનો સાર ભાગ-1

    June 3, 2025
    ધાર્મિક

    Karma Katha…ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે?

    June 2, 2025
    લેખ

    બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માની સ્તુતિ કરે છે

    May 31, 2025
    લેખ

    પ્રાર્થનાની શક્તિ

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.