rajkot,તા.19
રાજકોટના પ્રોહી.ગુનામાં સંડોવાયેલા જંગલેશ્ર્વરનાં બુટલેગરને પાસામાં ધકેલવા થોરાળા પોલીસે દરખાસ્ત તૈયાર કરતા કમિશ્નરે પાસાનું વોરંટ કાઢતા થોરાળા પોલીસે અટકાયત કરી જેલ હવાલે કર્યો છે.થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ.એન.જી.વાઘેલાએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આબીદ અલ્તાફ મોદી રે.જંગલેશ્ર્વર શેરી નં.24 ઝમઝમ ચોક પાસે રાજકોટને પાસામાં ધકેલવા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલતા કમિશ્નરે આબીદ મોદીની ગુનાહિત પ્રવૃતિને ધ્યાને લઈ પાસા હેઠળ અટકાયત કરવા વોરંટ ઈસ્યુ કરતા વોરંટ આધારે થોરાળા પોલીસે અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરેલ છે.
આબીદ મોદી વિરૂદ્ધ ભકિતનગર, થોરાળા આજીડેમ ડીસીબીમાં 8 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમની ગુનાહિત પ્રવૃતિને ધ્યાને લઈ પાસામાં ધકેલાયો છે.આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર એન.જી.વાઘેલા પો.સબ.ઈન્સ.સીવી ચુડાસમા પો.હેડ કોન્સ કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાભી, પો.કોન્સ.દિવ્યરાજસિંહ જાડેજા નિલેષભાઈ ચૌહાણ પીસીબી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા તથા પો.સબ.ઈન્સ એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા તથા એ.એસ.આઈ.રાજુભાઈ દહેકવાલ તથા પો.હેડ.કોન્સ.ઈન્દ્રજીતસિંહ સીસોદીયાએ કરી હતી.