ઘરમાં ફાંસો ખાઘેલી હાલતમાં યુવાનને લટકતો જોઈ પરિવારે તાત્કાલિક નીચે ઉતારી ૧૦૮ ને બોલાવી
Rajkot,તા.05
માનસિક બીમારીના સંતાપથી શહેરના રોહીદાસ પરા મેઇન રોડ પર આવેલ વાઇફાઇ ટાવર નજીક રહેતા યુવાન મરવા મજબૂર થયા નો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના રોહીદાસ પરા મેઇન રોડ પર આવેલ વાઇફાઇ ટાવર નજીક રહેતા શ્રમજીવી યુવાન દિનેશ મનજી પરમાર ૩૫ નું પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું, પરિવાર એ દિનેશને છત પર લટકતો જોતા તાત્કાલિક નીચે ઉતારી 108 ને બોલાવતા ડોક્ટરોએ દિનેશને મૃત જાહેર કર્યો હતો,થોરાળા પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં રવાના કર્યો હતો પ્રાથમિક તપાસમાં દિનેશ ને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારી હોય આ બીમારીથી કંટાળી તેને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આ અંગેની તપાસ એટ કોસ્ટેબલ નરેશભાઈ ખસિયા દ્વારા ચલાવાઇ રહી છેરાજકોટમાં વૃધ્ધા વૃદ્ધાઅવસ્થાથી કંટાળી ૯૦ વર્ષના માજીએ જીવા દોરી ટુંકાવી
વૃધ્ધાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા ૧૦૮ની ટીમ એ તપાસી મૃત જાહેર કર્યા
જીવવા જેવી જિંદગી ક્યારેક ભારરૂપ બની જાય છે.. શહેરના સંત કબીર રોડ પર કનક નગરમાં રહેતા 90 વર્ષના માજીએ વૃદ્ધાવસ્થાથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ છવાયું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ કનક નગરમાં શેરી નંબર 10માં રહેતા કુંવરબેન રામસિંગભાઈ સોલંકી ૯૦ પોતાના ઘેર એકલા હતા ત્યારે રૂમમાં જઈ ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થતા તાત્કાલિક વૃદ્ધાને નીચે ઉતારી 108 ને બોલાવતા ફરજ પરના તબીબો એ તપાસી મૃત જાહેર કર્યા હતા, પીએસઆઇ ડી કે ધાંધલા એ આ અંગેની તપાસ હાથ ધરી છે, કુંવરબેન છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધાવસ્થા અને બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે

