Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Chhapra ના ધો. 11ના વિદ્યાર્થીના આપઘાત અંગે બે શિક્ષિકા અને આચાર્ય સામે ગુનો નોંધાયો
    રાજકોટ

    Chhapra ના ધો. 11ના વિદ્યાર્થીના આપઘાત અંગે બે શિક્ષિકા અને આચાર્ય સામે ગુનો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2024Updated:October 21, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    rajkot, તા.21
    લોધીકાના છાપરા ગામે રહેતા ધો. 11ના વિદ્યાર્થી ધ્રુવિલ ભરતભાઈ વરૂ (ઉં. વ. 16)ના આપઘાત અંગે મોટાવડા હાઈસ્કૂલના બે શિક્ષિકા અને આચાર્ય સામે ગુનો નોંધાયો છે. આચાર્ય સચિનભાઈ વ્યાસ, શિક્ષિકા મોસમીબેન શાહ, વિભુતીબેન જોષીની અટકાયત કરવા મેટોડા પોલીસે તજવીજ હાથ ધરી છે. આરોપ છે કે, ધ્રુવિલનેં તું પેપર ઘરેથી કેમ લખીને લાવ્યો ? તેમ કહી પોલીસની ધમકી આપી, તેના પેપરમાં ચોકડા મારી, તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે. તેવી ધમકી આપી મરવા માટે મજબુ2 કરતા ધ્રુવિલે સ્યુસાઇડ નોટ લખી પોતાના મોબાઇલમા બે અલગ અલગ વિડીયો બનાવી પોતાના ઘરના રૂમમાં છતના નકુચામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.

    મૃતકના પિતા ભરતભાઇ ડુંગરભાઈ વરૂ (ઉ.વ.35, રહે.છાપરા ગામ જુના ગામમાં તા. લોધીકા, જિ.રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પશુપાલનનો વ્યવસાય કરી મારા પરીવારનું ગુજરાન ચલાવુ છું. મારા પરીવારમાં મારા પત્ની જયાબેન તથા એક દિકરો નામે ધ્રુવિલ (ઉં. વ. 16) તથા એક દિકરી નામે શ્રુતી (ઉ.વ.13) છે. જે છાપરા પ્રાથમિક શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરે છે. નાનો દિકરો નામે સોહમ (ઉં.વ.9) જે મારા મોટાભાઈ રાજેશભાઈ ડુંગરભાઈ વરૂને દતક આપેલ છે. મારો દિકરો ધ્રુવિલ મોટાવડા ગામની માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ધોરણ-11 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો. જેને સ્કુલેથી આવવાં જવા માટે અમારા ગામનાં ભાણુભા ઝાલાની સ્કુલ વાન બંધાવેલ હતી.

    વધુમાં ભરતભાઈએ જણાવ્યું કે, તા.19/10/2024 ના રોજ મારા દિકરા ધ્રુવિલને છ માસીક પરીક્ષા ચાલુ હોય સવારે સાત – સાડા સાત વાગ્યે સ્કુલે જવા માટે નીકળી ગયેલ હતો. અને હું સવારના નવેક વાગ્યે મારા માલઢોર ચરાવવા છાપરા ગામની સીમમાં ગયેલ હતો. ત્યારે બપોરના બે વાગ્યાનાં અરસામાં મારા દિકરા ધ્રુવિલનાં મોબાઇલમાંથી સોહમનો ફોન આવેલ કે, ધ્રુવિલને મજા નથી. તમે જલ્દી ઘરે આવો. જેથી હું મારા માલઢોર મારા નાના ભાઈ વિજયભાઈને સાચવવાનું કહી ઘરે આવેલ ત્યારે મારી પત્ની જયાબેન તથા પાડોશના ઘણા બધા લોકો મારા ઘરે હાજર હતા.

    મારી પત્ની રડતી હતી. મે મારા તેને ધ્રુવિલ ક્યાં છે તે બાબતે પુછતા તેણે કહેલ કે, ધ્રુવિલે ગળેફાંસો ખાઇ લીધો છે. રાજેશભાઇ અને બીજા માણસો તેને દવાખાને લઇ ગયેલ છે. તેમ જણાવેલ અને મે ઘરમાં જોયેલ તો અમારા ઘરનાં પહેલા રૂમમાં ખુરશી અને તેની ઉપર ત્રણ ઓસીકા રાખેલ હતા. તથા છતનાં નકુચામાં ચુંદડી બાંધેલ હતી. જેથી મે મારી પત્નીને આશ્વાશન આપેલ કે, ધ્રુવિલને દવાખાને લઇ ગયેલ છે. તેને સારૂ થઇ જશે.

    અને તે દરમ્યાન ધ્રુવિલના મોબાઇલમાં ચેક કરતા તેમા તેણે બે વીડિયો બનાવેલ હોવાનું જણાયેલ જેમાં પ્રથમ વીડિયોમાં તે બોલતો હતો કે, ” મમ્મીતુ ખુશ રેજે હંમેશા, પપ્પા તમે પણ ખુશ રેજો અને તો જ મારી આત્માને શાંતિ મળશે પપ્પા ખુશ રે જો તમે બધાય મારા ગયા પછી તમે કોઇ રોતા નહી નકર હું પણ દુ:ખી થઈ જઈશ તથા બીજા વિડીયોમાં તેના હાથમાં એક ચીઠી હતી અને રડતા રડતા બોલે છે કે, ” પત્ર રયોને મમ્મી એ મે જ લખ્યો હૈ મારા હાથેથી તમે બધાય એ પત્ર વાંચી લેજો અને મમ્મી માફ કરી દેજો મારી સાથે આજ સરે આવુ કર્યુ હું જો તારી સાથે નો હોત આજ મે આ પગલુ ન ભર્યું હોત તો પોલીસ મને લઇ જાત મમ્મી હું ત્યાં જેલમાં નો રય શકું તેવા વીડિયો હોય, તેમાં દેખાતી ચીઠ્ઠીની રૂમમાં તપાસ કરતા મળી આવેલ નહીં.આગળ ભરતભાઈએ જણાવ્યું કે, સાંજના આશરે સાતેક વાગ્યા બાદ મારા મોટાભાઇ રાજેશભાઈ અને ઘરનાં ભીજા સભ્યો ઘરે પરત આવેલ અને રડતા હોય શું થયુ છે.

    અને ધ્રુવિલ ક્યાં છે ? તે બાબતે પુછતા રાજેશભાઇએ જણાવેલ કે, અમો રમેશભાઈ વરૂની ગાડીમાં ધ્રુવિલને દવાખાને લઇ જતા હતા ત્યારે દેવગામના પાટીયા પાસે 108 એમ્બ્યુલન્સ સામે મળતા ધ્રુવિલને 108 માં સરકારી હોસ્પીટલ લોધીકા ખાતે લઇ ગયેલ જ્યા ફરજપરના ડોકટરે ધ્રુવિલને મૃત જાહેર કરેલ હતો અને પોલીસે લાશનું પી.એમ. કરાવી લાશનો કબજો સોંપતા અંતીમ વિધી માટે અહી લાવેલ છીએ. ધ્રુવિલનાં પેન્ટનાં ખીસ્સા માંથી એક ચીઠ્ઠી મળેલ છે. જેમા લખેલ હતુ કે,  મારા મોતનુ કારણ વાંચજો આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા. મમ્મી અને પપ્પા મારો કાઇ વાક નહોતો તોય મારી ટીચરએ મને મે સાબિત કરીને આપ્યુ કે પેપર મે ઘરે નથી લખ્યુ તો પણ તેને પોલીસની ધમકી આપી અને મારા પેપર ચોકડા માડ્યા અને આવુ પેલીવાર નથી.

    કાલે મે ખુદે પેપર એના હાથમાં આપ્યુ હતુ તોય તે તેને મારા ઉપર પોલીસની ધમકી આપી તેને બી. એ. ના પેપરમાં મારૂ બધુ સાચુ લખાણ હતુ તો કોઇ ને ના કરે મારા એક ઉપજ તે ને કઇરુ મને મોઢે પ્રશ્ર્ન પુછયા અને તેને એકમકસોટીના પેપરમા પણ આવુજ કર્યું હતુ, અનુ ત્યા પણ મારી પાસે મોઢે પેપર લખાવ્યુ હતુ. અને મારી 25 માથી 23 માર્ક આવ્યા હતા. તો પણ મારી સાથે આજે પણ તે ને આવુ કર્યું. મમ્મી મે આજે આ પગલુ નાભર્યું હોત તો સોમવારે હુ પોલીસ સ્ટેશનમાં હોત. આને મારે આવુ પગલુ ભર્યું છે. જો મમ્મી સાચુ બોલુ છુ.

    તારા હમખાયને હુ કવ છુ કે મે મમ્મી મે પેપર નથી. લખ્યુ મે સર ખુબજ સમજવાનો પ્રયત્ન કર્યો પણ તેને મારા ઉપર પોલીસ કેસ કરવાના છે તેથી મે આપગલુ ભર્યું. આમા સોલંકી સર મારે સાથે પણ મોસમીમેડમ અને સચીન સર અને વિભુતી મેડમ એ જ મારી સાથે આવુ કર્યુ. હાલ પોલીસે આચાર્ય અને બે શિક્ષિકા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: આર્થિક સકળામણથી યુવાને ઘેનની વધુ પડતી દવા પીધી

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: પાલતુ શ્વાન ને ઘરમાં રાખવાનું કહેતા મહિલા પર પાડોશીનો હુમલો

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારી થી કંટાળી યુવકનો આપઘાત

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: નારાયણ નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.