Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025

    Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
    • મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
    • Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ
    • Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી
    • Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી
    • મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના
    • Iran માં ઘૂસ્યાં ઈઝરાયલના 50 ફાઈટર જેટ, હથિયાર-મિસાઈલ બનાવતી સાઈટ કરી નષ્ટ
    • Bihar માં આકાશી આપત્તિ : વિજળી પડવાથી 12 લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»PM Narendra Modi અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ ૨૮ ઓક્ટોબરે વડોદરા શહેરની મુલાકાતે
    વડોદરા

    PM Narendra Modi અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ ૨૮ ઓક્ટોબરે વડોદરા શહેરની મુલાકાતે

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2024Updated:October 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૨૧

    આગામી ૨૮ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. બંને મહાનુભાવોના આગમનને ધ્યાનમાં લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ડિવાઇડરો, ફૂટપાથ અને જાહેર સ્થળોની સાફસફાઈ કરવામાં આવી રહી છે, તેમજ રોડ-રસ્તાઓના સમારકામની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે. શહેરના જાહેર માર્ગોને શોભાયમાન બનાવવા માટે રંગરોગાન અને વૃક્ષારોપણ જેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

    હાલમાં આવેલી પૂરની આપદા બાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં થયેલાં નુકસાનને ઠીક કરવામાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર દિવસ-રાત મહેનત કરી રહ્યું છે. ખાસ કરીને પૂરના કારણે રસ્તા પર પડેલા ભૂવા અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરની આગવી ઓળખ એવી એમ.એસ. યુનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર અને લક્ષ્મીવિલાસ પેલેસને આકર્ષક અને વિશિષ્ટ લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે અને સાથે ત્યાં રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વડોદરા શહેરના મુખ્ય માર્ગોની બંને બાજુની દીવાલો પર દોરવામાં આવેલા ગ્રેફિટી ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે મહત્વાકાંક્ષી એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. આ એક ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ છે, જે સ્વદેશી વિમાનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીએ બે વર્ષ પહેલા, ૩૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ વડોદરા ખાતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, અને આજે બરાબર બે વર્ષ પછી તેઓ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે. આ બાબત તેમના એ વાક્યને ફરી એકવાર પ્રતિબિંબિત કરે છે, તેમના નેતૃત્વ હેઠળની સરકાર જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરે છે, તેનું લોકાર્પણ પણ કરે છે. વડોદરા ખાતેનો ટાટા એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે પરિવહન વિમાનોનું ઉત્પાદન કરશે અને સંરક્ષણ ક્ષેત્રે નવી ઉડાનનુ નિમિત્ત બનશે.

    દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ વડોદરા આવી રહ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વ ભારત અને સ્પેનના મૈત્રીપૂર્ણ સંબંધોનું સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્પેન, બંને દેશોની અત્યંત મહત્વની દ્વિપક્ષીય બેઠક બંને વડાપ્રધાનશ્રીઓ વચ્ચે વડોદરામાં યોજાઈ રહી છે, જેના ઉપર સમગ્ર વિશ્વની નજર હશે. તેથી જ શહેરમાં સુરક્ષાની પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસકર્મીઓ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા શહેરના દરેક મુખ્ય વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો છે.

    Narendra Modi vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025

    Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ

    June 18, 2025

    Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી

    June 18, 2025

    Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી

    June 18, 2025

    મોદીને કેનેડાથી સીધા વોશિંગ્ટન આવવાનું ટ્રમ્પે આમંત્રણ આપ્યુ પણ મોદીની ના

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025

    Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.