Puneતા.23
શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ દરમ્યાન ન્યુઝીલેન્ડના સ્ટાર બેટર કેન વિલિયમસનને ગ્રોઈન એટલે કે જંઘાઓના મૂળમાં સ્નાયુઓમાં દુ:ખાવો શરૂ થયો હતો. હજી આ ઈન્જરીમાંથી બહાર આવી શકયો નથી.
એથી તે ભારત સામેની 24 ઓકટોબરથી શરૂ થતી બીજી ટેસ્ટમાં પણ રમી શકશે નહીં તે હજી ભારતમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે જોડાયો નથી પણ પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને આશા છે કે તે સંપૂર્ણ ફિટ થઈને મુંબઈમાં એક નવેમ્બરથી ત્રીજી ટેસ્ટમાં રમશે. બોર્ડ તેની ઈન્જરી વિશે સાવચેત છે અને તેને ફીટ થવા શકય એટલો સમય આપવા માંગે છે.

