Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 એપ્રિલનું પંચાંગ
    • 22 એપ્રિલનું રાશિફળ
    • કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.
    • આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??
    • 21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે
    • લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન
    • તંત્રી લેખ…માર્ગ અકસ્માતોની શ્રેણી
    • દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 5, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangalore,તા.05

    આઈપીએલમાં રોયલ ચેલેન્જરનો વિજયનો જશ્ન મનાવવા ગઈકાલે બેંગલુરુમાં ટીમના અગાઉ નિશ્ર્ચિત કરાયેલા જબરા રોડ-શો અને બાદમાં ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલી સહિતના સેલીબ્રીટી ટીમ ક્રિકેટરની હાજરીમાં યોજાનારા અભિવાદન સમારોહ એક કરૂણ દુર્ઘટનામાં જે રીતે પલટાઈ ગયો તેનાથી કરોડો ક્રિકેટ ચાહકો સ્તબ્ધ છે પણ આ સમગ્ર ઘટનામાં આ કાર્યક્રમના આયોજકોથી લઈને બેગલુરૂ પોલીસ અને રાજય સરકારની નિષ્ફળતા જ કારણ હોવાનું બહાર આવ્યુ છે.

    અગાઉ વિધાનસભાથી સ્ટેડીયમ સુધીનો રોડ-શો યોજવાની જાહેરાત થઈ હતી. ટીમ વિ.ની મથકેથી સીધા ચીન્નાસ્વામી સ્ટેડીયમ જવાની હતી પણ બાદમાં એવું નકકી થયુ કે ટીમ પહેલા વિધાનસભા ભવન પહોંચીને મુખ્યમંત્રી સિદ્ધરમૈયાને મળશે. બાદમાં પુરા બેંગ્લોર શહેરમાં ફેરવાઈ હતી અને સ્ટેડીયમ આસપાસ જબરી ભીડ થઈ હતી.

    સ્ટેડીયમમાં ફ્રી એન્ટ્રીની જાહેરાત થઈ તેનાથી ભીડ વધી ગઈ હતી અને સ્થિતિ બેકાબુ બની ટીમની બસ જયારે સ્ટેડીયમ પહોંચી તે સમયે સ્ટેડીયમની 27000ની ક્ષમતા કરતા અનેક ગણા લોકો ત્યાં મોજૂદ હતા અને તેની પ્રવેશ માટે જબરી ધકકામુકકી થઈ. સ્ટેડીયમના 13 ગેટ હતા પણ ગેઈટ નં.5-6-7-19 અને 20 એ ટીમની એન્ટ્રીના માર્ગ પર હતા તેથી તે બંધ રખાયા.

    ગેઈટ નં.9-10 એ વીવીઆઈપી માટે અનામત હતા. આમ એક જ ગેઈટ નં.7 એ સામાન્ય ક્રિકેટ ચાહકોને પ્રવેશ માટે હતા જે કોઈ રીતે હજારો લોકોએ પ્રવેશ આપવા માટે સક્ષમ ન હતો. આમ આયોજકોએ જે ભુલ કરી તે લોકોએ જીવન આપીને કિંમત ચુકવી હતી.

    ઉપરાંત પોલીસ એ મુખ્યત્વે ટીમ અને વીવીઆઈપીની સૂરક્ષાની ચિંતામાં રહી અને ક્રાઉડ કંટ્રોલ માટે કોઈ જગ્યા જ ન હતી અને પોલીસ માટે બાકી ભીડ કંટ્રોલ કરવા માટે કોઈ સમય જ ન હતો. ટીમ સ્ટેડીયમમાં ગઈ પછી સૌને સ્ટેડીયમમાં પહોંચવું હતું જેમાં આ સ્થિતિ બની છે.

    ઉપરાંત નજરે જોનારાના જણાવ્યા મુજબ આટલી ભીડ હતી છતાં મેડીકલ સહિતની વ્યવસ્થા ન હતી અને ઘટના બની પછી એક કલાક સુધીમાં એક જ એમ્બ્યુલન્સ મોજૂદ હતી. પોલીસ પણ ભીડને કાબુમાં લેવા કરતા લોકોને ધકેલતી જ હતી એટલી ભીડ હતી કે વધારાની એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેમ ન હતી.

    પોલીસે ટોળાને કાબુમાં લેવા કુબોન પાર્ક પાસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી હતી. આ ઘટના છતા સ્ટેડીયમમાં સમારોહ ચાલુ જ રાખવામાં આવ્યો હતો અને 11ના મોત ઉપરાંત સેંકડો લોકો ઘાયલ થયા હતા.

    ટોચના વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડીયમમાં ફ્રી એન્ટ્રીથી લાખો લોકોને આમંત્રીત કરાયા હતા. ક્રિકેટ એસો.એ સ્ટેડીયમની અંદર ફકત ખેલાડીઓ તથા વીઆઈપીનીજ ચિંતા કરી હતી જેના કારણે આ દુર્ઘટના બની હતી.

    બેંગલુરૂ: બેંગલુરૂની કરુણ દુર્ઘટના અંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધરમૈયાએ આયોજકોને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યા હતા. તેઓએ સમગ્ર ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ અને મૃતકો તથા ઈજાગ્રસ્તોને સરકારની સહાયની જાહેરાત તથા ન્યાયીક તપાસની ખાતરી આપી હતી.

    તેઓએ એકસ પર પોષ્ટ લખીને સ્વીકાર્યુ કે આ દુર્ઘટનાએ જીતનો આનંદ છીનવી લીધો છે. ભીડ વ્યવસ્થા કરવામાં આવી હતી પણ ભીડ અપેક્ષા કરતા વધુ હતી.

    આ ઘટના પર કર્ણાટક સરકારને દોષિત ગણાવતા ભાજપના આક્ષેપો પર જવાબ આપતા શ્રી સિદ્ધરમૈયાએ કહ્યું કે, દરેક રાજયમાં આવી ઘટનાઓ બનતી હોય છે. તેઓએ મહાકુંભમાં જે પ્રકારે ભાગદોડ સર્જાઈ તેની યાદ અપાવી હતી.

    Bangalore Stampede free tickets Police lathicharge
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું

    April 21, 2026
    અન્ય રાજ્યો

    Kerala માં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો

    April 21, 2026
    અન્ય રાજ્યો

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026
    ખેલ જગત

    IPL Stadium Tickets પર 40% GSTનો વિરોધ; આ રમત સ્પર્ધા ફકત મનોરંજન નથી : ફ્રેન્ચાઈઝી

    April 21, 2026
    ખેલ જગત

    IPL 2026 : હોમગ્રાઉન્ડમાં હૈદરાબાદ આજે દિલ્હી સામે ટકરાશે

    April 21, 2026
    ખેલ જગત

    MI Vs GT : મુંબઈને ચાર હાર બાદ છેવટે વિજય `તિલક’, તિલક વર્માના અણનમ 101

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026

    આજ મારાં નયણાં સફળ થયાં, એ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ કક્ષા દર્શાવે છે??

    April 21, 2026

    21 એપ્રિલ, ‘વર્લ્ડ ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે

    April 21, 2026

    લોકસભા વિધાનસભા બેઠકોમાં અનામત વિરુદ્ધ રાજકીય સંગઠનોમાં અનામત – મહિલા અનામતનો પ્રશ્ન

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 એપ્રિલનું પંચાંગ

    April 21, 2026

    22 એપ્રિલનું રાશિફળ

    April 21, 2026

    કેન ઉપનિષદનો પ્રથમ ખંડ બ્રહ્મ જીજ્ઞાસા થી શરૂ થાય છે અને ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે.

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.