Morbi,તા.૨૬
પીપળીયા ગામના રેલ્વે સ્ટેશન સામેથી આધેડ બાઈક લઈને ઘર તરફ જતા હોય ત્યારે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ૪૪ વર્ષીય આધેડનું મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોડપર ગામે વાડીએ રહીને મજુરી કરતા દિલીપભાઈ નથુભાઈ ડામોરે ટ્રક જીજે ૦૩ બીઝેડ ૮૨૫૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ સમરીયાભાઈ નથુભાઈ ડામોર (ઉ.વ.૪૪) રહે એમપી વાળા પોતાનું બાઈક એમપી ૧૧ બીસી ૩૪૯૧ લઈને ઘરે જતા હોય ત્યારે પીપળીયા ગામના રેલ્વે સ્ટેશન સામે ટ્રક જીજે ૦૩ બીઝેડ ૮૨૫૪ ના ચાલકે બાઈકને હડફેટે લેતા સમરીયાભાઈ ડામોરને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે