Morbi,તા.27
માળિયા (મી.) નગરમાં જૂની એસબીઆઈ બેંક પાસે વાગડીયા જાપા નજીક સામસામે ફાયરીંગ અને હત્યાનો બનાવ બન્યો હોય જે બનાવ મામલે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદને આધારે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે
માળિયા દોશી હાઇસ્કૂલ પાસે રહેતા ખમીશા ઓસમાણ જેડા (ઉ.વ.૪૬) વાળાએ આરોપી યુસુફ સબીર સાંધવાની, મોયુદીન ફારૂક જામ, નુરમામદ ઉર્ફે ડાડો, હુશેન કાસમ જામ, સલીમ સુભાન કટિયા, હબીબ નુરમાહમદ જામ, ફારૂક હબીબ જામ, કાસમ હબીબ જામ, કાદર હબીબ જામ, ગુલામઅલી ઉમર જેડા અને તપાસમાં ખુલે તે રહે બધા માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા ભાઈ સોહિલને આરોપી યુસુફ, મોયુદિન, નુરમામદ અને હુશેન સહિતના હથિયારો સાથે માર મારી ઝઘડો કરતા હોય જેથી ખમીશા બચાવવા જતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરી વડે મારી તેમજ ચાર એકાવાળી સફેદ કારમાં અન્ય આરોપીઓ આવી હાથમાં રહેલ બંદુક વડે ફાયરીંગ કરી તેમજ બે આરોપીઓ બોલેરો પીકઅપમાં આવી જીવલેણ હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હૈદર જેડા (ઉ.વ.૩૭) વાળાનું મોત નીપજાવી તેમજ અન્યને ઈજા પહોંચાડી હતી
જયારે સામાપક્ષે માળિયા વિશાલા હોટેલ પાછળ રહેતા સલીમ સુભાન કટિયાએ આરોપીઓ અઝહર અલ્યાસ જેડા, હૈદર અલ્યાસ જેડા, અલ્યાસ જેડા, લતીફ સલીમ જેડા, આશીફ સફૂર જેડા, યાસીન ઇશાક જેડા, અરબાજ સલીમ જેડા, ખમીશા ઓસમાણ જેડા, સિકંદર જાનમામદ જેડા, સિકંદર જાનમામદ જેડા, અલી હબીબ જેડા, ફારૂક ઇલ્યાસ જેડા, હનીફ ઇલ્યાસ જેડા, સલીમ જેડા, સમસીર જાકબ જેડા રહે બધા માળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને ફૈબાના દીકરા ફારૂક હબીબ જામ અને તેના પરિવારના સભ્યોને જૂની અદાવત હોય જે બાબતે ફારૂક હબીબ જામનો દીકરો ડાડાને બપોરના સમયે માથાકૂટ થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓ હથિયાર જોટો, સિંગલ બેરલ બંદુક, પિસ્તલ લઈને કારમાં આવી આડેધડ ફાયરીંગ કરી ગંભીર ઈજા કરી મોત નિપજાવવાની કોશિશ કરી તેમજ અલગ અલગ બાઈકમાં આવેલ ઇસમોએ ધોકા, પાઈપ અને ધારિયા વડે હુમલો કરી માર મારી ઈજા પહોંચાડી હતી માળિયા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે