Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026

    Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર
    • FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે
    • Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ
    • મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI
    • સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?
    • 39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’
    • 2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી
    • Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં પણ રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ,પોલીસનું જાહેરનામું
    અમદાવાદ

    Ahmedabad માં પણ રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ,પોલીસનું જાહેરનામું

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૭

    પોલીસ માટે નવરાત્રિ જેવી જ સ્થિતિ દિવાળીમાં સર્જાઈ રહી છે. અમદાવદામાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. વર્ષના સૌથી મોટા તહેવારોની મુક્ત મનની ઉજવણીમાં કાયદાનું બંધન અનુભવાતું હોવાનું અનેક નાગરિકો કહે છે. આ વર્ષે દિવાળીનો માહોલ જામી રહ્યો છે ત્યારે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા કરવામાં આવી છે. ધ્વનિ અને વાયુ પ્રદૂષણ અંગેના કાયદા કાગળ ઉપર મજબૂત છે. પરંતુ આ કાયદાઓની અમલવારી ઈચ્છા પડે ત્યારે અને પોતાની ઈચ્છાપૂર્તિ માટે અમુક પોલીસકર્મી કરતાં હોવાની લોકફરિયાદો પણ કાયદાઓ જેટલી જ મજબૂત છે.

    પોલીસ કમિશનરે જાહાર કરેલા જાહરનામા અનુસાર, ધ્વનિ પ્રદૂષણ નિયમો ૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નક્કી કરાયાં છે તેનું ચૂસ્તપણે પાલન જરૂરી છે. દિવાળીમાં ફટાકડા ફૂટવાના કારણે અને નવરાત્રિ તેમજ લગ્નપ્રસંગ અને મેળાવડાઓ દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોથી પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે.

    રાત્રિના ૧૦થી સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળામાં હોર્ન, ધ્વનિ, પ્રદૂષણ પેદા કરતાં બાંધકામ અંગેના સાધનો તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડ સ્પીકર અને વાજિંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ છે. અમદાવાદમાં અમલમાં રહેલો આ પ્રતિબંધ ૩૧મી ડીસેમ્બર ૨૦૨૪ સુધી લંબાવતું જાહેરનામું પોલીસ કમિશનરે જાહેર કર્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની સત્તા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારીને આપવામાં આવી છે.

    આમ તો આ પ્રકારનું જાહેરનામું અને તેની અમલવારી પોલીસ તંત્ર માટે સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ જાહેરનામાના અમલની પધ્ધતિ નાગરિકો માટે ઘણી વખત પીડારૂપ પણ બની જાય છે. આમ તો તહેવારો દરમિયાન આ પ્રકારના જાહેરનામાથી લોકોને પરેશાની સર્જતી પ્રવૃત્તિનો અતિરેક કરનારાં ઉપર અંકુશ મુકી શકાય છે. પરંતુ તહેવારોની ઉજવણીનો આનંદ અને સમયમર્યાદાનો તાલમેલ થતો નથી. દિવાળીના તહેવારો દરમિયાન રાતના સમયે ફટાકડા ફોડવાની પરંપરા છે.

    દિપાવલીની રાત પડે તે પછી મધ્યરાત્રી અને વહેલી સવાર સુધી ગુજરાતમાં ફટાકડાના ધૂમધડાકા શમતાં નથી. આ પ્રકારના નવા વર્ષને આવકારવાની પરંપરા ઉપર આમ તો વિતેલા ૧૦ વર્ષથી કાયદાકીય રીતે સમયની મર્યાદાઓ લાગુ કરવામાં આવી છે. કાયદાને માન આપીને ઘણાંખરાં નાગરિકો તેનો અમલ પણ કરે છે. છતાં અનેક સ્થળોએ મોડી રાત અને વહેલી સવાર સુધી ફટાકડા ફૂટતાં રહે છે. આવા કિસ્સામાં પોલીસ ઈચ્છા પડે ત્યારે અને ઈચ્છા પડે તેવો અમલ કરતી રહે છે. પોલીસ પાસે ફટાકડાના ધ્વનિ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ માપી શકાય તેવી કોઈવ્યવસ્થા નથી. ઉચ્ચ અધિકારીઓ જાહેરનામા બહાર પાડવામાં આવે તે પછી અમલવારી મુદ્દે એક-બીજાને ખો આપવામાં વ્યસ્ત રહે છે અને લોકફરિયાદ આવે તે પછી પોલીસ સ્ટેશન કક્ષાએ કાર્યવાહી થતી હોય છે. કાર્યવાહી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ પછી દિવાળી દરમિયાન પણ કાયદાના બંધન વચ્ચે દિવાળીની ઉજવણીનો ઉત્સાહ છલકાઈ રહ્યો છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026

    Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ

    July 9, 2026

    મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI

    July 9, 2026

    સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?

    July 9, 2026

    39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026

    Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.