Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો
    • ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે
    • ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે
    • શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી
    • ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે
    • શાળાઓમાં પાઠ્યપુસ્તકો, ગણવેશ અને શૈક્ષણિક સામગ્રીની ફરજિયાત ખરીદી પર રાષ્ટ્રીય ચર્ચાની જરૂર છે
    • તંત્રી લેખ…સરકારી શાળાઓની ગુણવત્તાનો પ્રશ્ન
    • સ્ત્રી ભ્રૂણ હત્યા માત્ર ડોકટરો જ નહીં, સમગ્ર સિન્ડિકેટને નિશાન બનાવવામાં આવી છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»આજથી Ahmedabad-Keshod વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરુ
    અમદાવાદ

    આજથી Ahmedabad-Keshod વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરુ

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,29

    જૂનાગઢના કેશોદમાં નવાબના સમયથી ઍરપૉર્ટ બનાવેલું છે. નોંધનીય છે કે, વર્ષો સુધી આ ઍરપૉર્ટ પર ફ્લાઇટની અવર-જવર બંધ હતી. પરંતુ, છેલ્લાં અઢી વર્ષથી આ ઍરપૉર્ટ ફરી શરુ કરવામાં આવ્યું છે. ત્યારે હવે જૂનાગઢ વાસીઓ માટે આ ઍરપૉર્ટને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. પહેલા અહીં ફક્ત કેશોદથી મુંબઈની ફ્લાઇટ મળતી હતી, પરંતુ કેન્દ્ર સરકારની ઉડાની યોજના હેઠળ કેશોદ ઍરપૉર્ટ પરથી 29 ઑક્ટોબરથી સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઇટ સેવા શરુ થઈ છે. આજથી મુસાફરો અમદાવાદ-કેશોદ-દીવની ફ્લાઇટનો પણ લાભ લઈ શકાશે. આ નિર્ણયથી ખાસ કરીને સોમનાથ મહાદેવ જતા શ્રદ્ધાળુઓ ખુશખુશાલ છે.

    અમદાવાદથી ક્યારે મળશે ફ્લાઇટ?

    અમદાવાદ-કેશોદ-દીવ વચ્ચે શરુ થતી આ ફ્લાઇટ અઠવાડિયાના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 10:10 મિનિટે ઉપડશે જે સવારે 10:55 કલાકે કેશોદ પહોંચાડશે. ત્યારબાદ આ ફ્લાઇટ કેશોદથી દીવ માટે રવાના થશે. બાદમાં તે બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી ફરી કેશોદ આવશે. ત્યાંથી બપોરે 4:20 મિનિટે ઉડાન ભરશે અને 5:10 વાગ્યે અમદાવાદ પહોંચશે

    પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન

    જૂનાગઢ-ગિરનાર તેમજ આસપાસમાં આવેલાં સોમનાથ, માધવપુરા જેવા ધાર્મિક સ્થળો તેમજ ગીર અભયારણ્યમાં સિંહ દર્શન, ચોરવાડ હોલિડે કેમ્પ, દીવ સહિતના પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવા અને વેપાર-ધંધા તેમજ રોજગારી વધે તેને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય-રાજ્ય બહાર કે વિદેશ જતાં મુસાફરોની સરળતા માટે અઠવાડિયામાં ત્રણવાર એરલાઇન્સ એર એટીઆર 72 વિમાન અમદાવાદ-કેશોદ-દીવની ઉડાન ભરશે.

    ઍરપૉર્ટથી સોમનાથ મંદિર સુધી નિઃશુલ્ક બસ સુવિધા

    આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક પીકઅપ બસ સેવા પણ શરુ કરવામાં આી છે. કેશોદ વિમાનમથક પર ઉતરતાં યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક એસી પીક-અપ બસ સેવા શરુ કરવામાં આવી છે. આ સેવાથી મુંબઈ-કેશોદ ફ્લાઇટ અને નવી શરુ કરવામાં આવેલી અમદાવાદ-કેશોદ ફ્લાઇટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે. 

    મુંબઈની ફ્લાઇટમાં પણ કરાયો વધારો

    નોંધનીય છે કે, કેશોદ-મુંબઈ વચ્ચે જે ફ્લાઇટ શરુ હતી, તેની ફ્રિક્વન્સીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલાં કેશોદથી મુંબઈ જવા અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ મળતી હતી, જે હવે ચાર દિવસ મળશે. કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ હવે રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે મળશે. કેશોદ ઍરપૉર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 72 મુસાફરોની કેપેસિટી સાથે આ ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 

    મંત્રી-ધારાસભ્યે કરી હતી રજૂઆત

    કેશોદ ઍરપૉર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મુંબઈના મુસાફરોની સંખ્યામાં વધારો થતાં સાંસદ મનસુખ માંડવિયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમે કેશોદ-મુંબઈ ફ્લાઇટમાં વધારાની માગ કરી હતી. આ સાથે જ કેશોદથી અમદાવાદના પ્રવાસીઓમાં વધારો જોવા મળતાં તે માટે પણ ફ્લાઇટની માગ કરવામાં આવી આવી હતી. જેને ધ્યાને લઈને આ કેશોદ-અમદાવાદ ફ્લાઇટમાં વધારો કરી અમદાવાદ-કેશોદ-દીવની ફ્લાઇટ શરુ કરવામાં આવી છે. 

    Ahmedabad-Keshod
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    `AAP’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારી

    July 9, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarના મહુવાના બાંભણિયા ગામમાં દીપડાનો આતંક, ૧૦ વર્ષના એકમાત્ર માસૂમ પુત્રને ફાડી ખાતા આખું ગામ હિબકે ચડ્યું

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લા પંચાયતની ૯ સમિતિના ચેરમેન જાહેર,અરવિંદ લાડાણી જૂથને પ્રાધાન્ય, પ્રથમ વખત આપ વિરોધ પક્ષમાં

    July 8, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: વઢવાણમાં ગુનામાં નાસતો ફરતો આરોપી ભચાઉથી ઝડપાયો

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026

    શુક્રવારે શિવપંથી યોગીની એકાદશી જ્યારે શનિવારે વૈષ્ણવપંથ ની એકાદશી

    July 9, 2026

    ભારતને હવે ફક્ત ભેળસેળમુક્ત અભિયાનની જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સલામત ખાદ્ય મિશનની પણ જરૂર છે

    July 9, 2026

    શાળાઓમાં પાઠ્યપુસ્તકો, ગણવેશ અને શૈક્ષણિક સામગ્રીની ફરજિયાત ખરીદી પર રાષ્ટ્રીય ચર્ચાની જરૂર છે

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શેનેલ ફેશન શોના ગેસ્ટ તરીકે Ananya Pandey નો લૂક વખણાયો

    July 9, 2026

    ‘કિંગ’ Shah Rukh Khan ની સૌથી મોંઘી ફિલ્મ બનશે

    July 9, 2026

    ટાટા પરિવારની ૩ પેઢીઓના દિગ્ગજો પર સિરીઝની વિવિધ સીઝન બનશે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.