Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા

    July 9, 2026

    New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું

    July 9, 2026

    Rajkot રાજ સમઢીયાળા ગામે મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા
    • New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું
    • Rajkot રાજ સમઢીયાળા ગામે મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • Rajkot મોબાઈલના હપ્તા ન ભરવા બાબતે થયેલી ફરિયાદનો ખાર રાખી યુવક પર હુમલો
    • Rajkot ચોમાસામાં ઝેરી જનાવરનો આતંક,ત્રણને કરડ્યા
    • Rajkot માં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો : આરોપીઓ પકડાયા
    • “હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવી હતી.સોનમ રઘુવંશીની Supreme Courtમાં અરજી
    • વૈશ્વિક અસ્થિરતા સામે સ્થાનિક ખરીદી : Indian Market કેટલું સુરક્ષિત…!?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં જિ.પંચાયતની ૩૦ નોટિસ પછી પણ કામ નહિ થતાં બે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે
    વડોદરા

    Vadodara માં જિ.પંચાયતની ૩૦ નોટિસ પછી પણ કામ નહિ થતાં બે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara, તા.૩૦

    વડોદરા જિલ્લા પંચાયતની ત્રણ મહિને મળતી જનરલ બોડી મીટિંગમાં વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.જે દરમિયાન પાંચ માઇનોર ઇરિગેશન ટેન્કના અંદાજે રૃ.સવા કરોડના કામો શરૃ નહિ કરનાર બે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના સભાગૃહનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી ગઇ સભા કોઠીના ધારાસભા હોલમાં મળી હતી.જ્યારે આજે નવી કલેક્ટર કચેરી ખાતે મીટિંગ મળી હતી.જેમાં પંચાયતના સયાજીપુરા સ્ટોર બિલ્ડિંગ,કરનાળી રેસ્ટ હાઉસ અને સાવલી બસ સ્ટેન્ડ પાસેની જૂની ઓફિસને પીપીપી ધોરણે ડેવલપ કરવા ઠરાવ કરાયો હતો. આ ઉપરાંત વાઘોડિયા તાલુકાના જરોદ, કોટંબી અને રવાલ ગામે તેમજ સાવલીના વડદલા ગામે માઇનોર ઇરિગેશન ટેન્કનો દોઢ વર્ષ પહેલાં અંદાજે રૃ.એક કરોડનો કોન્ટ્રાક્ટ લેનાર છાણીની મિરલ કનસ્ટ્રક્શનને ૨૩ નોટિસ આપી હોવા છતાં કામ શરૃ કર્યું નથી. જ્યારે,સાવલીના જાવલા ગામે આવી જ રીતે માઇનોર ઇરિગેશન ટેન્કનું અંદાજે રૃ.૧૮ લાખનું કામ લેનાર રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકીને પણ ૭ નોટિસ આપવા છતાં કામ શરૃ કર્યું નથી.જેથી બંને કોન્ટ્રાક્ટર સામે બ્લેક લિસ્ટ તેમજ ડિપોઝિટમાંથી રકમ કાપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં જુદાજુદા તાલુકાઓમાં વિકાસના ૧૩ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા ૩૦ વર્ષ પહેલાં ડીડીઓ માટે માંજલપુર વિસ્તારમાં પ્લોટ લેવામાં આવ્યો હતો.પરંતુ હજી તેનો કોઇ ઉપયોગ કરવામાં આવ્યો નથી. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી(ડીડીઓ)ના નિવાસ્થાન માટે માંજલપુરમાં ભવન્સ સર્કલ પાસે મોટા પ્લોટ લેવામાં આવ્યા હતા.જેમાં એક પ્લોટમાં પ્રમુખનો બંગલો  બનાવી દેવામાં આવ્યો છે.પરંતુ ડીડીઓનો બંગલા માટેનો પ્લોટ વર્ષોથી પડી રહ્યો છે. આ દરમિયાન હાલમાં ડીડીઓ અલકાપુરી વિસ્તારમાં કલેક્ટર અને પોલીસ કમિશનરના બંગલા નજીક સીતારામ બંગલામાં રહે છે.૧૦૦ વર્ષ જૂના બંગલાનું પીડબલ્યુડી દ્વારા રિનોવેશન કરવામાં આવનાર છે.જે દરમિયાન ડીડીઓ સરકારી ખર્ચે બીજે રહેવા જશે. જિ.પં.ના ૩૪ સભ્યો અને બે અધિકારી પંચાયતના ખર્ચે સાત દિવસની ટૂર પર જશે વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ પંચાયતના ખર્ચે સાત દિવસની ટૂર પર જનાર છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાના અધ્યક્ષ પદે મળેલી મીટિંગમાં આ ટૂર માટે અગાઉ ફાળવેલા રૃ.૫ લાખનો ખર્ચ ઓછો પડે તેમ હોવાથી વધારાના રૃ.૩ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. ડીડીઓએ કહ્યું હતું કે,પાક નિદર્શન શિબિર માટેની ટૂરમાં ૩૪ સભ્યો અને બે અધિકારીનો જ ખર્ચ પંચાયત ભોગવશે.જો કોઇ સદસ્યના પરિવારની વ્યક્તિ જોડાશે તો તેનો ખર્ચ તેમણે ભોગવવો પડશે. પંચાયત પાસે ઇંગ્લિશ મીડિયમની માત્ર ચાર સ્કૂલ,બીજી સ્કૂલો ક્યારે બનશે વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે અંગ્રેજી માધ્યમની માત્ર ચાર જ સ્કૂલો છે.વિરોધ પક્ષના નેતા એમઆઇ પટેલે કહ્યું હતું કે,વડોદરા,ડભોઇ,વાઘોડિયા અને પાદરા તાલુકામાં ચાર સ્કૂલો આવેલી છે.વર્તમાન સમયની માંગણી પ્રમાણે બીજા ચાર તાલુકામાં પણ આવી સ્કૂલો બનવી જરૃરી છે.જેથી શિક્ષણ વિભાગે આ બાબતે ગંભીરતા પૂર્વક વિચારણા કરવી જોઇએ

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara શહેરમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    July 9, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    વડોદરા

    Vadodara: PM મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આજવા રોડ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા

    July 9, 2026

    New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું

    July 9, 2026

    Rajkot રાજ સમઢીયાળા ગામે મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 9, 2026

    Rajkot મોબાઈલના હપ્તા ન ભરવા બાબતે થયેલી ફરિયાદનો ખાર રાખી યુવક પર હુમલો

    July 9, 2026

    Rajkot ચોમાસામાં ઝેરી જનાવરનો આતંક,ત્રણને કરડ્યા

    July 9, 2026

    Rajkot માં પોલીસમેનના પિતરાઈની ગોળી ધરબી હત્યા, પિતા પર હુમલો : આરોપીઓ પકડાયા

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા

    July 9, 2026

    New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું

    July 9, 2026

    Rajkot રાજ સમઢીયાળા ગામે મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.