Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ

    April 24, 2026

    રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે

    April 24, 2026

    India માં અબજોપતિઓ વધ્યા : દુનિયામાં છઠ્ઠા ક્રમે

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ
    • રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે
    • India માં અબજોપતિઓ વધ્યા : દુનિયામાં છઠ્ઠા ક્રમે
    • હીટવેવથી ભારતની GDP ને આંચકો લાગશે : લોકોના મેડીકલ ખર્ચ વધી જશે
    • Maruti નું વર્ષ 2025 – 26માં 23.4 લાખ યુનિટનું વિક્રમી ઉત્પાદન
    • 42.7 ડિગ્રી સાથે ફરી Rajkot હોટેસ્ટ : અમરેલીમાં 42.5 : ભુજ, અમદાવાદમાં 41 ડિગ્રી
    • સંકટની ઘડીમાં ભારત Maldives ની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ
    • MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં બીચ ફેસ્ટિવલ માટે સરકાર આપશે રૂપિયા 50 લાખ
    સુરત

    Surat માં બીચ ફેસ્ટિવલ માટે સરકાર આપશે રૂપિયા 50 લાખ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 6, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat ,તા.06

    એક તરફ રાજ્યની પ્રજા વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે અને સરકાર લોકોની સમસ્યાઓને દૂર કરવાને બદલે જાતજાતના ફેસ્ટિવલના આયોજનોમાં વ્યસ્ત છે. સિઝન ગમે તે હોય પણ રાજ્યમાં ઠેક-ઠેકાણે મસ મોટા તાયફાઓ કરી ફેસ્ટિવલની ઉજવણીના આયોજનો કરવામાં આવે છે. એવું લાગી રહ્યું છે કે, આવી રીતે સતત લોકોનું મૂળભૂત સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ તમામ વચ્ચે સુરત શહેરમાં વધુ એક ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેના માટે સરકાર 50 લાખ રૂપિયા પણ ફાળવશે.

    ફેસ્ટિવલ માટે સરકાર પાસે માગી ગ્રાન્ટ?

    સુરતની મહાનગરપાલિકા, SUDA, ચેમ્બર ઑફ કોમર્સ જેવી અનેક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને નેતાઓ ઘણા સદ્ધર છે. તો પછી સુવાલી બીચ ફેસ્ટિવલ જેવી ઉજવણી માટે સરકારે 50 લાખ રૂપિયા આપવાની જરૂર કેમ પડે તે પણ એક મોટો સવાલ છે. શું સરકાર એ નાણાંનો ઉપયોગ સુરતની પ્રજા માટેના મહત્ત્વના કાર્ય માટે ન કરી શકે? 

    ગુજરાતમાં ફેસ્ટિવલની ભરમાર

    રાજ્યમાં કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શો, શોપિંગ ફેસ્ટિવલ જેવા ઉત્સવો યોજાય છે. આવા આયોજનોથી નાના વેપારીઓને રોજગારી મળશે તેવા દાવા પણ કરવામાં આવે છે. પરંતુ, હકીકતમાં આવું કંઈ ખાસ થતું જોવા નથી મળતું. તેનાથી વિપરિત આવા ફેસ્ટિવલમાં જઈને લોકોના ખિસ્સા ખાલી થઈ જાય છે અને સરકાર ખાલી વાહવાહી લૂંટે છે. 

    ક્યારે યોજાશે સુવાલી બીચ ફેસ્ટિવલ?

    આ વર્ષના અંતે સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. બીચ પર બે દિવસ માટે રંગારંગ કાર્યક્રમ યોજાશે. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ અંગે જાહેરાત કરી છે. ધારાસભ્ય સંદીપ દેસાઈનું કહેવું છે કે, ‘મેં સરકારને અગાઉથી રજૂઆત કરી હતી. જેથી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ 50 લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. ગયા વખતે ઉનાળામાં ફેસ્ટિવલ યોજાયો હતો. આ વર્ષે શિયાળામાં આ ફેસ્ટિવલ યોજાશે. ફેસ્ટિવલ માટેની ગ્રાન્ટ પહેલાં મેળવી ડિસેમ્બરની 15 થી 30 વચ્ચે બે દિવસના ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ પહેલાં આ વર્ષની 24-25 ફેબ્રુઆરી સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં વિવિધ એક્ટિવિટી, ડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 80 હજાર લોકો દોઢ દિવસમાં ઉમટ્યા હતાં

    10 કરોડ રૂપિયામાં કરાશે સુવાલી બીચનો વિકાસ

    સુરતના સુવાલી બીચના વિકાસ માટે સરકારે દસ કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. જે હેઠળ સાત કરોડના ખર્ચે રોડ સહિતની સુવિધા ઉભી કરવાનું આયોજન છે. ધારાસભ્ય દેસાઈના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.

    સુરતની મુખ્ય સમસ્યાઓ

    સુરતમાં વર્ષોથી દર ચોમાસામાં ખાડી પૂરથી ભારે તારાજી સર્જાય છે. તો કેટલાંક વિસ્તારમાં પાણી ભરાવાની કાયમી સમસ્યા પણ છે. જેના કારણે લોકોને ભારે નુકસાન થાય છે. છતાં આ સમસ્યાનો કોઈ ઠોસ ઉકેલ લવાતો નથી. સુરતને ભલે બ્રિજ સિટી કહેવાતી હોય, પરંતુ ટ્રાફિકની સમસ્યા વિકરાળ છે. જેના માટે પ્રશાસન કેમ કઈ કરતું નથી? હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, જેના કારણે અવાર-નવાર લોકો આપઘાત કરવા મજબૂર બન્યા હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવે છે. આવી અનેક સમસ્યા છે તેના પર ધ્યાન આપવાને બદલે સરકાર અને તેનું તંત્ર વિવિધ ઉજવણીઓ કરવામાં જ વ્યસ્ત રહે છે. 

    ભાષણોમાં કે સોશિયલ મીડિયા પર લાગણીશીલ કે સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરવાથી કંઈ ન થાય. સરકારે, તેમના નેતાઓએ, જનતાના પ્રતિનિધિએ સાચા અર્થમાં લાગણી અને સંવેદના પ્રજા પ્રત્યે બતાવવી પડે. તો જ જનતાના મનને જીતી શકાય. અને જો સરકાર હજુ પણ નહીં જાગે અને ફેસ્ટિવલના તાયફાઓમાં જ વ્યસ્ત રહેશે, કે તેની પાછળ જ રૂપિયા ખર્ચતી રહેશે તો આગામી ચૂંટણીમાં કદાચ ભાજપ ‘અબકી બાર..’ વાળા સૂત્રનો પણ ઉપયોગ નહીં કરી શકે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ

    April 24, 2026
    સુરત

    Suratમાં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

    April 22, 2026
    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    April 22, 2026
    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ

    April 18, 2026
    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ

    April 24, 2026

    રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે

    April 24, 2026

    India માં અબજોપતિઓ વધ્યા : દુનિયામાં છઠ્ઠા ક્રમે

    April 24, 2026

    હીટવેવથી ભારતની GDP ને આંચકો લાગશે : લોકોના મેડીકલ ખર્ચ વધી જશે

    April 24, 2026

    Maruti નું વર્ષ 2025 – 26માં 23.4 લાખ યુનિટનું વિક્રમી ઉત્પાદન

    April 24, 2026

    42.7 ડિગ્રી સાથે ફરી Rajkot હોટેસ્ટ : અમરેલીમાં 42.5 : ભુજ, અમદાવાદમાં 41 ડિગ્રી

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi સહિત અનેક રાજ્યોમાં હીટવેવ : સિઝનનો સૌથી ગરમ દિવસ; હજુ બે દિવસનું એલર્ટ

    April 24, 2026

    રોયલ ચેલેન્જર્સ બેંગલુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આજે IPL માં ટકરાશે

    April 24, 2026

    India માં અબજોપતિઓ વધ્યા : દુનિયામાં છઠ્ઠા ક્રમે

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.