Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    Vikram RavalBy Vikram RavalMay 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુરત,તા.30
    ચાતુર્માસ નજીક આવી રહ્યા છે ત્યારે દેશભરમાં જૈન સાધુ-સંતો તેમના જ્યાં ચાતુર્માસ નિર્ધારિત થયા છે એ સ્થાનકો-ઉપાશ્રયોમાં પહોંચવા માટે દૂર-દૂરથી પગપાળા ચાલીને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી રહ્યા છે. એ સાથે જ આ સાધુ-સંતોના રોડ-અકસ્માતોના બનાવોની પણ શરૂઆત થઈ જતાં જૈન સમાજ આ સાધુ-સંતોના સુરક્ષાના મુદ્દે ચિંતિત થઈ ગયો છે.

    હજી બુધવારે રાજસ્થાનના પાલી પાસે એક જૈન આચાર્યના રોડ-અકસ્માતના શોકમાંથી જૈન સમાજ બહાર આવ્યો નથી ત્યાં ગઈ કાલે ગુજરાતના સુરત અને બારડોલી વચ્ચે હાઇવે પર એક જૈન સાધુના અકસ્માતના સમાચારથી દેશભરમાં જૈન સમાજો શોકમાં ડૂબી ગયા છે.

    અભિનંદન મુનિ મહારાજસાહેબ અને તેમની સાથે બીજાં 11 સાધુ-સાધ્વીઓ ગઈ કાલે સવારે છ વાગ્યાની આસપાસ તેમના અનુયાયી અશોક મહેતાની કડોદરા બારડોલી રોડ પર આવેલી ફેક્ટરીથી વિહાર કરીને બારડોલી જઈ રહ્યાં હતાં ત્યારે ફેક્ટરીથી ચાર કિલોમીટર દૂર આવેલા દસ્તાન બ્રિજ પર ફુલ સ્પીડે આવેલી એક ટ્રક અભિનંદન મુનિ મહારાજસાહેબને 100 ફુટ સુધી ઘસડીને લઈ ગઈ હતી.

    આ બાબતની માહિતી આપતાં અશોક મહેતાએ કહ્યું કે ‘અભિનંદન મુનિ અને અન્ય સાધુ-સાધ્વીઓએ હાઇવે પર આવેલી મારી ફેક્ટરીમાં બુધવારે રાતના રાતવાસો કર્યો હતો. મારી ફેક્ટરી સાથે અમે વિહારધામ બનાવ્યું છે જેમાં બધાં રોકાયાં હતાં. ગઈ કાલે સવારે તેઓ બારડોલી જવા નીકળ્યાં હતાં. તેમની સાથે વિહાર ગ્રુપના સ્વયંસેવકો પણ હતા.

    હાઇવેને લીધે બધાં છૂટાં ચાલી રહ્યાં હતાં ત્યાં અચાનક દસ્તાન બ્રિજ પાસે ફુલ સ્પીડમાં એક ટ્રક આવીને અભિનંદન મુનિને 100 ફુટ દૂર સુધી ઘસડી ગઈ હતી. ત્યાર પછી તેમના બન્ને પગ પર ટ્રકનાં ટાયરો ફરી વળ્યાં હતાં જેમાં મુનિશ્રીના બન્ને પગ કચડાઈ ગયા હતા.

    સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા. સાહેબનો એક પગ તો સાવ જ કચડી નાખવામાં આવ્યો હતો. અકસ્માત કરીને ટ્રક-ડ્રાઇવર ભાગી ગયો હતો. મુનિશ્રી સાથે તેમનો અંગત સેવક પણ હતો. જોકે તે યુવાન સાહેબથી થોડા અંતરમાં ચાલતો હોવાથી બચી ગયો હતો.’

    સાહેબના અકસ્માતથી હોહા મચી જતાં વિહાર ગ્રુપના સ્વયંસેવકો અને સાધુ-સંતો ત્યાં જમા થઈ ગયા હતા એમ જણાવતાં અશોક મહેતાએ કહ્યું હતું કે ‘અભિનંદન મુનિ તો ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા છતાં અમે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે અમને હોસ્પિટલના સ્ટાફે કહી જ દીધું હતું કે મુનિશ્રી/બચવાના કોઈ જ ચાન્સ નથી.

    ટ્રક-ડ્રાઇવરને શોધવા બારડોલી પોલીસ અને અન્ય પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ દોડાદોડી શરૂ કરી દીધી છે, પરંતુ ગઈ કાલે રાત સુધી તેઓ કોઈની પણ ધરપકડ કરી શક્યા નથી. મુનિશ્રીનો યુવાન સેવક તેની સામે જ આ કારમી દુર્ઘટના જોઈને જબરદસ્ત ફફડી ગયો છે.’

    ગઈ કાલે સાંજના ચાર વાગ્યે અને બારડોલી જૈન સંઘના નેજા હેઠળ અભિનંદન મુનિની પાલખીયાત્રા કાઢી હતી.મુનિશ્રીની પાલખીયાત્રા  મહાવીર ભવન, ગાંધી રોડ, બારડોલીથી ધુલિયા રોડ પર આવેલા કેદારેશ્વર મંદિર લઈ ગયા હતા જ્યાં મુનિશ્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુનિશ્રીના ચાતુર્માસ મહારાષ્ટ્રમાં થવાના હતા.’

    જૈન સમાજના ક્રાન્તિકારી આચાર્ય વિમલસાગર સૂરીશ્વરજી મહારાજસાહેબે -બે દિવસથી બની રહેલા સાધુ-સંતોના રોડ-અકસ્માત સામે દુ:ખ વ્યક્ત કરતાં  કહ્યું હતું કે ‘જૈન સમાજ આવી દુર્ઘટનામાં વિદ્વાન, હોનહાર અને પ્રભાવશાળી સાધુઓને ખોઈ રહ્યો છે . આ ખૂબ જ ચિંતાનો વિષય છે. જૈન સાધુ-સંતો માટે વિહાર કરવો અનિવાર્ય છે. એને વાહનોમાં પરિવર્તિત કરવો અશક્ય છે.

    અકસ્માતોના ડરથી સાધુ-સંતો માટે વાહનોમાં વિહાર કરવો સાધુચારના આચારમાં આવતો નથી. પાસે હાઇવે સાધુ-સંતો અને પગપાળા તીર્થોમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે અલગ કેડીની માગણી કરવામાં આવી છે. સરકાર તૈયાર હોવા છતાં એના પર અમલીકરણ થતું નથી જે પણ અત્યંત દુ:ખની વાત છે.’

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Surat માં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    સુરત

    Suratમાં પૂર અને ભારે વરસાદનો કાળો કહેર; મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો, વધુ ૮ લાશ મળી

    July 10, 2026
    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.