Rajkot,તા.20
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈને તા. 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ અંદાજે 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને હજારો લોકો ભોજન પ્રસાદનો લ્હાવો લેશે.
આ રામકથામાં બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ઉમટી પડશે. વૈશ્વિક રામકથાનું શ્રવણ કરવા આવનાર શ્રાવકો માટે વિનામૂલ્યે વિશેષ બસની સુવિધા કરવામાં આવી છે. જેનો લાભ દરેક લઈ શકશે. તા.૨૩ નવેમ્બર બપોરે ૨:૩૦ વાગ્યે અને તા.૨૪ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી સવારે ૮:૩૦ વાગ્યાથી બસના વિવિધ વિસ્તારમાં રૂટ નકકી કરાયા છે.તે મુજબ આ બસો ભાવિકોને સવારે કથા સ્થળ પહોંચાડી બપોરે કથાશ્રવણ, ભોજન પ્રસાદ બાદ પરત લઈ જવા સહિતની સેવા આપશે. આ તમામ બસો ઉપર વૈશ્વિક રામકથાના બેનર લગાડવામાં આવશે. કથા સ્થળે પહોંચવા માટે તદન ફ્રી સર્વીસ રાખવામાં આવેલી છે. રામકથા દરમિયાન કુલ ૫૦ બસ સેવા આપશે. બસ વ્યવસ્થા માટે જીતુભાઈ ધોળકીયા, (ધોળકીયા સ્કુલ) દ્વારા ૩૫ બસ અને આર.કે. કોલેજ દ્વારા ૧૫ બસનો સહયોગ મળેલ છે. જેમાં દરેક રૂટ પર ૨(બે) બસ ફાળવવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માટે સ્પેશ્યલ ૩ બસ ફાળવવામાં આવી છે. કથાનો ઉતારો (સોરઠીયા વાડી સર્કલ પાસે) ૭ બસ ફાળવવામાં આવેલ છે અને ૨૦ બસો રીઝર્વ રાખવામાં આવેલ છે. જો રૂટ પર ટ્રાફીક વધી જવાની પરિસ્થિતિ નિર્માણ થાય તો અન્ય રૂટ પરથી એકસ્ટ્રા સ્ટાફ તુરત વ્યવસ્થા જાળવવા પહોચી જાય તે માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. રામકથા સ્થળે પહોંચવા માટે બસ વ્યવસ્થા અંતર્ગત વિવિધ રૂટની માહિતી નીચે મુજબ છે.
રૂટ-૧ : મવડીથી ઉપડશે જેમાં
સવારે ૮:૩૦ – ઝખરા પીર મંદિરથી ઉપડશે, ૮:૩૫ – બાપા સીતારામ ચોક, ૮:૫૦ – બાલાજી હોલ, ૮:૫૫ – કે.કે.વી. હોલ, ૯:૧૦ – મવડી ગામ, ૮:૪૦ – બીગ બાજાર, ૯:૦૦ – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, ૯:૧૫- કોસ્મો કોમ્પલેક્સ, ૯:૩૦- કથા સ્થળ પંહોચશે.
રૂટ-૨ : પી.ડી. માલવીયા કોલેજ જેમાં
સવારે ૮:૩૦ – પીડીએમ કોલેજથી ઉપડશે, ૮:૪૦ – ગોકુલ ધામ, ૮:૪૫ – સ્વામી નારાયણ ચોક, ૮:૫૦- આનંદ બંગલા ચોક, ૯:૦૦ – ત્રિશુલ ચોક (લક્ષ્મી નગર), ૯:૧૦- વિરાણી ચોક, ૯:૨૦-એસ્ટ્રોન ચોક, ૯:૩૦- કથા સ્થળ પહોંચશે.
રૂટ –૩ : કોઠારીયા ગામ
સવારે ૮:૧૫ – કોઠારીયા ગામથી ઉપડશે (પાણીના ટાંકા પાસેથી), ૮:૨૫ – રણુજા મંદિર, ૮:૩૫ – કોઠારીયા ચોકડી, ૮:૪૫ – નંદા હોલ, ૮:૫૫ – નિલકંઠ ટોકીઝ, ८:०० – સોરઠીયા વાડી ચોક, ૯:૦૫ – આઈસક્રીમ (ગોંડલ રોડ), ૯:૨૦ – ભકિતનગર સર્કલ, ૯:૧૫ – મહારાણી લક્ષ્મીબાઈ સ્કુલ, ૯:૩૦ – સત્યવિજય કથા સ્થળ પહોચશે.
રૂટ-૪ : જીવરાજ પાર્કથી ઉપડશે :
સવારે ૮:૩૦ – જીવરાજ પાર્ક, ૮:૪૦ – શાસ્ત્રી નગર, ૮:૪૫ – નાનામવા સર્કલ , ૮:૫૫ – રાજનગર ચોક, ૯:૦૫ – લક્ષ્મીનગર ચોક, ૯:૧૦- પંચવટી હોલ, ૯:૨૦ ધારેશ્વર ડેરી (કોટેચા ચોક), ૯: ૩૦-કથા સ્થળ પહોચશે.
રૂટ–૫ : માધાપર ચોકડીથી:
સવારે ૮:૩૦ – માધાપર ચોકડી (પુલ નીચેથી), ૮:૪૦- અયોધ્યા ચોક, ૮:૫૦ – શિતલ પાર્ક, ૯:૦૦ – રામાપીર ચોક, ૯:૧૦ – નાણાવટી ચોક, ૯:૨૦ – રૈયા ચોકડી, ૯:૩૦- કથા સ્થળ પહોંચશે.
રૂટ-૬ : ઉપલા કાંઠા વિસ્તાર
સવારે ૮:૨૦ – રામદેવપીર મંદિરથી ઉપડશે, ૮:૨૫ ભગીરથ સોસાયટી (સંત કબીર રોડ), ૮:૩૫ ત્રિવેણી ગેઈટ (સંત કબીર રોડ), ૮:૪૫ જલગંગા ચોક (સંત કબીર રોડ), ૮:૫૫ ગોવિંદ બાગ શાક માર્કેટ, ૯:૦૦ શ્રી બાલક હનુમાન (પેડક રોડ), ૯:૦૫ – રણછોડદાસજી બાપુના આશ્રમ (કુવાડવા રોડ), ૯:૧૫- પારેવડી ચોક, ૯:૩૦- કથા સ્થળ પહોંચશે.
રૂટ –૭ : રેલનગરથી ઉપડશે
સવારે ૮:૩૦ – રેલનગર પેટ્રોલ પંપથી ઉપડશે, ૮:૫૦- આસ્થા ચોક (રેલનગર),૯:૦૦ – આંબલીયા હનુમાન (જંકશન પાસે), ૯:૧૦- સાંઢીયા પુલના ખુણે પેટ્રોલ પંપ, ૯:૩૦- કથા સ્થળ પહોચશે.
રૂટ-૮ : એચ.જે. સ્ટીલ (ભાવનગર રોડ)
સવારે ૮:૩૦ એચ.જે. સ્ટીલથી ઉપડશે, ૮:૪૫ ચુનારાવાડ ચોક, ૯:૦૦ – રામનાથપરા પોલીસ લાઈન, ૯:૦૫ – રામનાથપરા ગરબી ચોક, ૯:૧૫- કોઠારીયા નાકા, ૯:૨૦- ત્રિકોણ બાગ, ૯:૩૦- કથા સ્થળ પહોંચશે.
રેસકોર્ષ ખાતે પૂ. મોરારિબાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથામાં વિનામુલ્યે બસ સેવામાં આશરે ૧૫ થી ૨૦ વર્ષના અનુભવી કુલ ૬૦ ડ્રાઈવરોની ફૌજ (રીઝર્વ સાથે) પોતાની સેવા આપશે. બસના કાચ પર રૂટના ક્રમ નંબરનું સ્ટીકર અને મોટું બેનર દૃશ્યમાન થશે જેમાં રૂટની તમામ વિગતો હશે તેમજ બાળકોને સ્કુલે લઈ જતાં વિનમ્રતાસભર ડ્રાઈવરો પોતાની સેવા આપશે. ગત વર્ષે રાજકોટ ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં પણ ધોળકીયા સ્કુલની ૩૫- બસોએ સેવા બજાવેલ હતી. ત્યારે રામકથા દરમિયાન આ બસ સેવામાં ડ્રાઈવરો કોઈપણ જાતના ચાર્જ લીધા વગર નિઃસ્વાર્થભાવે પોતાની સેવા પુરી પાડી પુણ્યનું ભાથું બાંધશે અને સવારે વિવિધ રૂટ પરથી પ્રસ્થાન કરતા પહેલા ડ્રાઈવરો તમામ મુસાફરોનું – વડીલોનું ‘જય સિયારામ’ ના નાદ સાથે સ્વાગત કરશે.
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.૨૩ નવેમ્બર, શનીવારના રોજ સાંજે ૪:૦૦થી પ્રારંભ થઈ તા.૨૪ નવેમ્બર થી તા. ૧ ડિસેમ્બર રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૩૦ સુધી રામાયણરૂપી જ્ઞાનગંગાનું પૂ. મોરારીબાપુ રસપાન કરાવશે. તો આ ભકિતસભર રામકથા શ્રવણપાન નો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવતા સદભાવના વૃધ્ધાશ્રમ પરિવારની યાદીમાં જણાવેલ છે.
વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”નું આયોજન કરાયું છે. 23 નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.