RAJKOT તા.૨૦
રાજકોટ મહાનગરપાલિકાનાં ઘટક ૧, ૨ અને ૩નાં ૩૬૪ આંગણવાડી કેન્દ્રો પર નવેમ્બર માસનાં ત્રીજા મંગળવાર અંતર્ગત તારીખ૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ ચાલુ માસમાં આવતા આંગણવાડી કેન્દ્રોના ૩ થી ૬ વર્ષના બાળકોના જન્મદિવસ અને ૬ માસ પુર્ણ થતા બાળકન્ે ઉપરી આહાર દ્વારા અન્રપ્રાશનની ઉજવણી ઉત્સાહ સભર આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા કરવામાં આવેલ.
નવેમ્બર માસની થીમ રંગોળી હરીફાઇ અંતર્ગત વિવિધ આંગણવાડી કેંદ્રો પર વેસ્ટમાંથી બેસ્ટ અને જન જાગ્રુતિના વિષયો ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકો અને વાલીઓ દ્વારા ખુબ સરસ રંગોળી કરવામાં આવેલ તથા પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા વાલી મીટીંગનું આયોજન કરી આંગણવાડીમાં અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્ય વિશે માર્ગદર્શન આપવામા આવેલ.
બાળદિવસની ઉજવણી રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રી સ્વપિનલ ખરે, વિભાગના ચેરમેન દિલિપભાઇ લુણાગરીયા અને પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઇનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. જેમાં સેન્ટ્રલ ઝોન ઘટકના રેલનગર ૨ સેજાના લાખા બાપની વાડી અને સાંઢીયા પુલ આંગણવાડી કેન્દ્ર પર પ્રોગ્રામ ઓફિસરશારદાબેન દેસાઈ અને બાળ વિકાસ યોજના અધિકારી અને મુખ્ય સેવિકા બહેનો હાજર રહેલ.