RAJKOT,તા.૨૦
જળ-જંગલ-જમીનનો આપ્યો નારો, હંમેશા રહે નિજ ધામ માતૃભૂમિ પર સ્વરાજ હોય તેઓ સંદેશ જેમણે આપેલ છે તેમજ મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે નેતૃત્વ પ્રદાન કર્યું છે. એવા ક્રાંતિકારી બિરસા મુંડાના નામનુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨ માં રેસકોર્ષ રીંગ રોડ, બહુમાળી ભવન ચોક ખાતે આવેલ સર્કલનુ ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરવા તેમજ રેસકોર્ષ સંકુલમાં આવેલ કલ્પના ચાવલા મહિલા ગાર્ડનની સામેના ભાગમાં ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા મુકવા સમાજ કલ્યાણ સમિતિ દ્વારા સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ મંજુર કરવામાં આવેલ. જે નિર્ણયને રાજકોટ મનપાની ગત તા.૧૯ ના રોજ યોજાયેલ દ્વિમાસિક સાધારણ સભામાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. આ નિર્ણયને ભીલપંચ રાજકોટના આગેવાનો દ્વારા આવકારી રાજકોટ મનપાના મેયર નયના પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષ રાડિયાનુ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતુ.