Rajkot, તા.૨૦
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જોઈન્ટ ડીજીએફટી રાજકોટ તથા એફઆઈઈઓ અમદાવાદ ચેપ્ટરના સંયુકત ઉપક્રમે ઈ-કોમર્સ એકસપોર્ટ સમિટનું નિઃશુલ્ક આયોજન તા.૨૨ શુક્રવારના રોજ સવારના ૧૦ કલાકે રાજકોટ ચેમ્બર કોન્ફરન્સ હોલ, સેન્ટર પોઈન્ટ, કરણસિંહજી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. જેમાં ડીજીએફટીના અધિકારીઓ, બેન્ક, ડીએચએલ, એમેઝોન વિગેરેના તજજ્ઞો ઉપસ્થિત રહી માહિતગાર કરશે.
આ કાર્યક્રમમાં મર્યાદીત સંખ્યા હોવાથી રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. જેમા આપેલ ફોર્મ લિંક વેબસાઈટ ઉપરથી અથવા રાજકોટ ચેમ્બરના ઈ-મેઈલ ફોન નં.૨૨૨૭૪૦૦ તથા ૨૨૨૭૫૦૦ તથા મો.૭૩૮૩૧૨૭૪૦૦ પર રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.