Rajkot,તા.21
સોમયજ્ઞા એ ભક્તિનું કર્મમાર્ગિય સ્વરૂપ છે. વેદકાળનાં સમયથી ઈચ્છિત મનોકામના સિધ્ધ કરવા માટે યોજાતા સોમયજ્ઞાનો ઘણો રોચક ઈતિહાસ છે. આ પ્રકારનો સોમયજ્ઞા રાજકોટનાં આંગણે આગામી તા. 22 થી તા. 27 નવે. સુધી શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. દક્ષિણ ભારતનાં વેદપાઠી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારનાં ગાન સાથે શ્રી વિરાટ વાજપેય મહા સોમયજ્ઞામાં આહૂતિ આપવામાં આવશે. સોમયજ્ઞાનાં આયોજન પૂર્વે આવતીકાલ તા.ર૧નાં રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા બાદ સાંજે પાંચ વાગ્યે યજ્ઞાશાળા પ્રવેશ થશે. વિધ્વાન પંડિતો દ્વારા અરણી મંથનથી યજ્ઞાાગ્નિ પ્રગટાવવામાં આવશે.
સમગ્ર દેશમાં અલગ-અલગ સ્થળોએ અત્યાર સુધીમાં ૧૧ સોમયજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે દેશનો 12મો મહા સોમયજ્ઞા યોજાશે. સોમયજ્ઞાના શાસ્ત્રોકત મહત્વ અંગે પુ.રઘુનાથજી મહારાજે જણાવ્યું હતું કે સોમયજ્ઞાના મુખ્ય સાત પ્રકાર છે. અગ્નિસોમ, અત્યગ્નિષ્સોમ, અતિરાત્ર, આપ્તોર્યામ અને વાજપેય. વાજપેય યજ્ઞા એ સોમયજ્ઞાનો સર્વશ્રેષઠ પ્રકારનો છે. આ યજ્ઞાથી સુવૃષ્ટિ થાય છે. અર્થાત જોઈએ તેટલો અને જોઈએ ત્યારે વરસાદ વરસે છે. સોમયજ્ઞા એ ભક્તિનું કર્મમાર્ગીય સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ તેમના અવતારકાળ દરમિયાન રર સોમયજ્ઞા કર્યા હતા. સોમયજ્ઞા સ્થળ સમગ્ર બ્રહ્માંડના કેન્દ્રનું સ્વરૂપ ધારણ કરે છે. બધા જ તીર્થો મંડપમાં આવી વાસ કરે છે. આ સોમયજ્ઞાની પરીક્રમાનું વિશેષ મહતવ છે. ભાવકો 1008 પરીક્રમા કરે છે. સોમયજ્ઞામાં થતી અક્ષતવર્ષાના અક્ષત અને યજ્ઞાપૂર્ણાહૂતિ બાદ ઈંટો વૈષ્ણવો પોતાના ઘરે પ્રસાદી સ્વરૂપ પધરાવે છે.
રાજકોટનાં આંગણે આયોજિત શ્રી વિરાટ વાજપેય મહાયજ્ઞા મહોત્સવ દરમિયાન તા. 22 થી તા. 27 નવે. સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે તા. 23નાં રાત્રિનાં 9 કલાકે શ્રી નાથજીની ઝાંખી તા. 25 પુષ્ટિ ડાયરો અને તા. 26નાં ટાઢી લીલાના કાર્યક્રમો યોજાશે. શ્રી વિરાટ વાજપેય સોમયજ્ઞા સવારે 8 થી રાત્રિના 9 વાગ્યા સુધી જયારે શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞા સવારે 7 થી 11 બપોરે 12 થી 2, 3 થી 5 અને સાંજે 6 થી 8 દરમિયાન યોજાશે.