Rajkot, તા.૨૧
ગુજરાતમાં દારુબંધી છે, છતા રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે. રાજકોટમાં જાહેર રસ્તા પર વિદેશી દારુની મહેફિલ માણી રહ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
એક વીડિયો સામે આવ્યો છે કે ખોડિયાર ડેરી પાસે બે શખ્સ ખુલ્લેઆમ દારુની મહેફિલ માણતા હોય છે. સ્થાનિકે વીડિયો બનાવતા શખ્સોએ ચાલતી પકડી હતી. વધુ પુછપરછ કરતાં જાતે જ બોટલ બતાવી હતી. બર્થ – ડે પાર્ટી હોવાના કારણે દારુ પીધાનું રટણ થતુ હોવાનું સામે આવ્યુ છે. લોકોને કાયદાનો ડર કેમ નથી તે સૌથી મોટો સવાલ છે.