Adelaide,તા.30
ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેને પેટના નીચેના ભાગમાં સખત દુખાવો હોવાની ફરિયાદ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે રાત્રે કહ્યું કે હેઝલવુડની જગ્યાએ સીન એબોટ અને બ્રેન્ડન ડોગેટને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હેઝલવુડે પર્થ ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં એક વિકેટ ઝડપી હતી.
માર્શ પણ ઈજાગ્રસ્ત, બીજી ટેસ્ટ રમવાની શંકા
ઓસ્ટ્રેલિયન ટીમનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ પણ ઈજાગ્રસ્ત છે. તેના સ્નાયુઓ ખેચાઇ ગયા છે. બીજી ટેસ્ટમાં માર્શના રમવા પર શંકા છે. તેના સ્થાને ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.