Morbi,તા.02
લક્ષ્મીનગર ગામની સીમમાં બોલેરોમાં ૪૦ ઘેટાની હેરાફેરી કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ૪.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ આરોપી અલીશા ઉમરશા શેખ (ઉ.વ.૩૦) રહે શિકારપુર તા. ભચાઉ વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ રાત્રીના સમયે પશુની ગેરકાયદે હેરાફેરી કરી પાણી કે ઘાસચારાની સગવડ રાખ્યા વગર ક્રુરતા પૂર્વક પોતાની બોલેરો ગાડીમાં ઘેટા જીવ નંગ ૪૦ ની હેરાફેરી કરતા લક્ષ્મીનગર ગામની સીમમાંથી ઝડપાયો હતો મોરબી તાલુકા પોલીસે વાહન સહીત ૪.૨૦ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણા નિવારણ એક્ટ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧) એ,ડી,ઈ,એચ તથા જીપી એક્ટ કલમ ૧૧૯ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે