ચંદ્ર પર માનવ વસવાટ સર્જવાના ટારગેટ વચ્ચે નવા-નવા સંશોધન થઈ જ રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર મોટો ખાડો શોધી કાઢયો છે. આ સ્થળ માનવ મીશનનો બેઝકેમ્પ બની શકે છે.
અવકાશયાત્રીઓ માટે રહેવાનુ આ સુરક્ષિત સ્થાન સાબીત થઈ શકે છે. યુરોપીયન સ્પેસ એજન્સીના ઉપગ્રહ મારફત 25 ખાડાની તસ્વીર ખેંચવામાં આવી છે. આ ખાડાની પહોળાઈ 55 મીટર તથા ઉંડાઈ 100 મીટરની છે.