રેસ્ટોરન્ટના સંચાલક દસ્તાવેજ કરવા માટે આવ્યા ત્યારે કચરામાં લાગેલી આગે કારને ઝપટમાં લેતા બળીને ખાખ
Rajkot તા.૧૦
શહેરના યાજ્ઞિક રોડ નજીક ડીએચ કોલેજ કેમ્પસમાં સબ રજીસ્ટાર કચેરીના પાર્ક કરેલી કારમાં આગ લાગતા ફાયર બિગેડ ના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અને જાનહાળી ટળી હતી. વધુ વિગત મુજબ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક રહેતા અને રેસ્ટોરન્ટ સંચાલક ભાવેશભાઈ જેસીંગભાઇ રાઠોડ નામના વેપારી દસ્તાવેજ અર્થે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ.કોલેજ કેમ્પસના આવેલી સબ રજીસ્ટર કચેરી ખાતે પાર્ક કરેલી ૩ જે આર ૦૧૧૧ નંબરની ક્રેટા કારમાં એકાએક આગ ભભૂકતા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર ફાઈટર સાથે સ્ટાફ દોડી આવી આગને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. હ જાનહાની ટળી હતી કારના ઓરીજનલ ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ અંદર ગાડીમાં હતા તેવું ગાડી માલિક એ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જેને કારણે બાજુમાં રહેલી આગે કાર ને જપટમાં લેતા કાર બળીને ખાખ થઈ ગઈ છે.