Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»પોલીસ હવે ગુનાના સ્થળ પરથી E-Panchanama સીધું કોર્ટમાં મોકલશે
    અમદાવાદ

    પોલીસ હવે ગુનાના સ્થળ પરથી E-Panchanama સીધું કોર્ટમાં મોકલશે

    Vikram RavalBy Vikram RavalDecember 16, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.16

    ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે. હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી ઍપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અમલદારોને તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. સાક્ષ્ય નામની આ ઍપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે. જો કે, ઍપ્લિકેશનના આરંભે જ સર્જાયેલી અમુક સમસ્યા ઉકેલાય તેમ પોલીસ ઇચ્છે છે.

    નવી આધુનિક પદ્ધતિથી પોલીસ-કોર્ટ વચ્ચે સંકલન અને કાર્યવાહી ઝડપી બનશે

    નવા કાયદા અમલમાં આવ્યા તે સાથે ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન આવી છે તેમાં તપાસનીશ પોલીસ કર્મચારી, અધિકારીએ સાક્ષી, પંચનામું, જડતી કાર્યવાહીની વીડિયોગ્રાફી પોતાના મોબાઇલ ફોનથી કરી આ ઍપ્લિકેશન ઉપર સ્થળ ઉપરથી લાઇવ જ મોકલી આપવાની રહે છે. તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ ઍપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે. જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઍપ્લિકેશનમાં તપાસનીશે અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજિયાત બનાવાયું છે. 

    આ વિગતો બનાવ બન્યો હોય તે સ્થળ જે કોર્ટમાં આવતું હોય તે અદાલતમાં જ સીધી જમા થઈ જાય છે. આ ઍપ્લિકેશન અપલોડ થાય એટલે પોલીસને ઈ-સાક્ષ્ય પંચનામું કર્યાનું પ્રમાણપત્ર ઓનલાઇન જ મળી જાય છે આઘુનિક એવી આ નવી પદ્ધતિમાં રહેલી ત્રુટિઓથી પોલીસ પરેશાન પણ છે. સમસ્યા એ છે કે, પોલીસે આ ઈ-સાક્ષ્ય પંચનામાની ત્રણ સી.ડી. અથવા તો ત્રણ પેનડ્રાઇવ તૈયાર કરવી પડે છે. 48 કલાકમાં જ આ સી.ડી. કે પેનડ્રાઇવને મૂળ પંચોની રૂબરૂમાં જ સીલ કરીને કોર્ટમાં રજૂ કરવાનું કહે છે. બીજી પેનડ્રાઇવ વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરવાની રહે છે. ગત જુલાઈ મહિનાથી અમલમાં આવેલી આ પદ્ધતિનો અમલ અમદાવાદ સહિત રાજ્યના ઘણાં ખરાં પોલીસ સ્ટેશનમાં અમલ થતો નથી. 

    સ્થિતિ એ સર્જાઈ છે કે, 60 કે 90 દિવસમાં ગુનાની ચાર્જશીટ કરવામાં આવે ત્યારે કોર્ટ સી.ડી. કે પેનડ્રાઇવ માંગે છે. વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફ સાથેની સી.ડી. રજૂ ન થઈ શકવાથી કોર્ટ ચાર્જશીટ ગ્રાહ્ય રાખતી ન હોવાની નવી સમસ્યા સર્જાઈ છે. પોલીસની વેદના એ છે કે, ઈ-સાક્ષ્યની કોઈ જ તાલીમ અપાઈ નથી કે સી.ડી. કે પેન ડ્રાઈવ પણ પોલીસને આપવામાં આવતી નથી. પોલીસે દૈનિક કામગીરીમાં પંચનામા કરવા પડે છે. આથી, ફરિયાદ અંગેની વર્તમાન કામગીરી યથાવત્ છે તે વચ્ચે ફોટોગ્રાફ પાડવા ઉપરાંત સીલ કરવાની કામગીરી યોગ્ય રીતે પૂર્ણ કરી શકે કે કેમ તે સવાલ છે.

    સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનો અમલ કરવાનો પોલીસને તાકીદ કરાતાં જુલાઈ મહિનાથી અમલ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ ગુનામાં પંચનામાની વિગતો ઈ-સાક્ષ્યમાં તપાસ અધિકારી દ્વારા અપલોડ કરવી ફરજિયાત બનાવાઈ છે. સાથે જ, પંચનામાના નામ, સરનામા અને ફોટોગ્રાફ સાથેની વિગતો પણ આ ઍપ્લિકેશનમાં નોંધવી પડે છે. આ ઍપ્લિકેશન અપડેટ થતી રહે છે તેથી તેને સતત અપલોડ કરવું પડે છે. આ દરમિયાન અગાઉના ડેટા પણ મિસ્ડ થતાં હોવાની પોલીસની ફરિયાદ છે. ઍપ્લિકેશન અંગેની કોઈ સમસ્યા, કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજ આપવી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહિતના અનેક પ્રશ્નો વચ્ચે ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન અત્યારે તો પોલીસ માટે માથાના દુઃખાવારૂપ બની  છે.

    90 દિવસ થતાં ચાર્જશીટ સાથે કોર્ટ ઈ-પંચનામા માગતી હોવાથી અમદાવાદ પોલીસ મૂંઝવણમાં

    ગાંધીનગરથી આદેશ મુજબ ગત જુલાઈથી સાક્ષ્ય ઍપ્લિકેશન અમલમાં આવી ગઈ હતી. વાસ્તવિક પંચનામું આ ઍપ્લિકેશનથી વાસ્તવિક સમયે જ સીધું કોર્ટમાં જમા થઈ જાય એટલે પોલીસને તેમની ઍપ્લિકેશન ઉપર જ પંચનામું મળી ગયાનું પ્રમાણપત્ર મળે છે. ચાર્જશીટ સમયે પોલીસે આ પ્રમાણપત્ર મૂકવાનું રહે છે. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, 60 કે 90 દિવસે ચાર્જશીટ થયાં હોય તેવા અનેક ગુનામાં પોલીસે સાક્ષ્ય ઍપ્લિકેશનથી ઈ- પંચનામા રજૂ કર્યાં નથી અને અમુક કોર્ટ ઈ-પંચનામા માંગે છે. 

    ત્રણ મહિનામાં આવેલી ‘ઓનલાઇન ફરિયાદો’માં શું કાર્યવાહી કરી?

    પ્રજાજનો હવે ઓનલાઇન ફરિયાદો કરી શકે છે. સામાન્ય, શરીર સંબંધિત અને મિલકત સંબંધિત કોગ્નીઝેબલ અને નોન-કોગ્નીઝેબલ ગુના પોલીસના પોર્ટલ, ઍપ્લિકેશન, ઈ-મેલ કે વોટ્‌સ એપથી ઓનલાઇન નોંધાવી શકાય છે. ઓનલાઇન ફરિયાદના ત્રણ દિવસમાં ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવાય છે. ફરિયાદી ત્રણ દિવસમાં આવ્યા કે બોલાવાયા કે નહીં તેમજ ફરિયાદીને બોલાવાયા ન હોય તો ઓનલાઇન ફરિયાદનો નિકાલ થયો કે કેમ? તે અંગે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનો પાસે વિગતો મંગાવવામાં આવી છે. સપ્ટેમ્બરથી નવેમ્બર, ત્રણ મહિના દરમિયાન ઓનલાઇન ફરિયાદો અંગે શું કાર્યવાહી થઈ તેનો રિવ્યુ ડીજીપી દ્વારા યોજાનારી ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવનાર છે.

    પંચનામાના ઈ-પુરાવાથી સજાનું પ્રમાણ વધશે

    ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, કોઈપણ સ્થળનું લાઇવ અને વાસ્તવિક પંચનામું આ ઍપ્લિકેશનથી વાસ્તવિક સમયે જ સીધું કોર્ટમાં જમા થઈ જાય છે. સાક્ષ્ય ઍપ્લિકેશનથી રજૂ થયેલા પંચનામામાં સાક્ષી અને પંચનામાના વીડિયો હોય છે જે ઈ-પુરાવા ગણાય છે. આવા ઈ-પુરાવાથી સાક્ષી હોસ્ટાઇલ થવાની કે નકલી સાક્ષી રજૂ થવાની ઝંઝટ દૂર થવા સાથે જ અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ થશે અને કેસોમાં સજાનું પ્રમાણ વધશે. પંચો ફોડવા સહિતની પ્રવૃત્તિ કરતાં આરોપીઓની કારી હવે ફાવશે નહીં.

    Ahmedabad e-panchanama
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.