શેરીમાં શ્વાન એકત્ર કરવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો :
Rajkot,તા.26
શહેરમા તદ્દન નજીવી બાબતે વધુ એક હુમલાનો બનાવ સામે આવ્યો છે. ગોકુલધામ વિસ્તારમાં તું કેમ મારી વિરુદ્ધ પોલીસમાં અરજી કરે છે તેવું કહી કપડાંના વેપારી પર પાડોશી શખ્સે હુમલો કરી ફડાકા ઝીંકી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલામાં માલવિયાનગર પોલીસે રવિ ભટ્ટી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
શહેરના ઓમ જોગી નિવાસ, ગીતાંજલી સોસાયટી,ગોકુલધામ રોહિતભાઇ કનૈયાલાલ મેર
નામના વેપારીએ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં દોશી હોસ્પીટલની પાછળ આવેલ શ્રધ્ધા ગાર્ડન પાસે પહોંચતા મારી સામે રહેતા રવિભાઈ દિનેશભાઇ ભટ્ટીએ મને બોલાવેલ હતો. જેથી હું તેની પાસે ગયેલ ત્યારે તું કેમ મારા વિરુદ્ધમાં અવાર નવાર પોલીસમાં અરજીઓ કરે છે તેમ કહી મને ગાળો દેવા લાગેલ હતા. મેં તેને ગાળો દેવાની ના પાડતા રવિ ભટ્ટીએ એકદમ ઉશ્કેરાઈ જઈ મારી સાથે ઝપાઝપી કરી મને ફડાકા મારી દીધેલ હતા અને બાદમાં ગાર્ડનમાં પડેલ કુંડાના ઠીકરા મને મારેલ હતા. ઝપાઝપીમાં હું પડી જતા મને ગોઠણના ભાગે ઇજા થયેલ હતી.બાદમાં રવિભાઇએ મને કહેલ કે, જો તુ હવે પછી મને હેરાન કરીશ તો તને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપેલ હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,બનાવનું કારણ એ છે કે મારા ઘરની સામે રહેતા રવિભાઇ ભટ્ટી જેઓ રસ્તે રજળતા કુતરા તેના ઘર પાસે ભેગા કરતા હોય અને અગાઉ મારા દિકરા જેનીશને કુતરૂ કરડી ગયેલ હોય મેં અગાઉ રવિભાઈને કુતરા શેરીમાં નહી ભેગા કરવા બાબતે સમજાવવા જતા રવિએ મને ગાળો આપી ઢીકા પાટુનો તથા કડાના ઠીકરા વડે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.