જો તમને ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ પસંદ નથી, તો તમે તેને છુપાવી શકો છો. આ તમારાં ફીડને સ્વચ્છ અને તમારી રુચિ મુજબ બનાવી શકે છે. આ પ્લેટફોર્મ પર જેવી તમે કોઈ પોસ્ટ છુપાવો છો, ઈન્સ્ટાગ્રામ ભવિષ્યમાં આવી પોસ્ટ્સ બતાવવાનું બંધ કરી દે છે.
આની મદદથી તમને માત્ર એ જ વસ્તુઓ જોવા મળશે જે તમને ગમે છે. આ પદ્ધતિ તમારાં ઓનલાઈન અનુભવને બહેતર અને તમારી પસંદગી પ્રમાણે બનાવવામાં મદદ કરે છે.
પોસ્ટ કેવી રીતે છુપાવવી ?
જો તમને તમારાં ફીડ, રીલ અથવા સર્ચમાં કોઈ પોસ્ટ પસંદ નથી, તો તમે આવી પોસ્ટ ઓછી બતાવવાનું પસંદ કરી શકો છો. આ માટે પોસ્ટ પર ફક્ત ’3 ડોટ્સ’ પર ટેપ કરો અને ’નોટ ઈંટરેસ્ટેડ ’ પસંદ કરો. તમે એકસ પ્લોટમાં રીલ અથવા પોસ્ટને દબાવીને ’હાઈડ’ પણ પસંદ કરી શકો છો. આ તે સામગ્રીને દૂર કરશે અને ભવિષ્યમાં આવી પોસ્ટ્સ ઓછી દેખાડશે. આ પદ્ધતિ તમારી પસંદગી મુજબ તમારી ફીડ બનાવવામાં મદદ કરે છે.
વાંધાજનક સામગ્રીની રીપોર્ટ પણ કરી શકો છો
જો તમને ઈન્સ્ટાગ્રામ પર વાંધાજનક સામગ્રી દેખાય છે, તો તમે તેની રીપોર્ટ કરી શકો છો. આ માટે, પોસ્ટ પરનાં ’3 ડોટ બટન’ પર ટેપ કરો, ’રિપોર્ટ’ પસંદ કરો અને આપેલ સૂચનાઓને અનુસરો.
તમારો રિપોર્ટ અનામી રહેશે. આનો અર્થ એ છે કે જે એકાઉન્ટની જાણ કરવામાં આવી છે તે જાણશે નહીં કે તમે ફરિયાદ દાખલ કરી છે. જો કે, જો તમે ’ઈંટેલેક્ચુઅલ પ્રોપર્ટી’નું ઉલ્લંઘનની જાણ કરી રહ્યાં છો, તો તે અનામી રહેશે નહીં. રિપોર્ટ કરવી એ નિયમો જાળવવામાં મદદ કરે છે.