Melbourne,તા.27
મેલબોર્નમાં રમાઈ રહેલા બોકસીંગ ડે ટેસ્ટ મેચના આજના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 478 રન કર્યા હતા. 6 વિકેટે 311 રનથી દાવ આગળ ધપાવ્યો હતો જે 478માં પુરો થયો હતો.
ભારત તરફથી બુમરાહે 4, જાડેજાએ 3, આકાશદીપે 2 અને સુંદરે એક વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ દાવમાં કપ્તાન રોહિત શર્માની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 3 રને આઉટ થયો હતો. રાહુલ 24 રને આઉટ થયો હતો. બીજા દિવસના અંતે ભારતની 164 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.

