Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
    • Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી
    • Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું
    • 02 મેનું પંચાંગ
    • 02 મેનું રાશિફળ
    • Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
    • પ્રતિષ્ઠિત Vande Bharat Trainના નાસ્તામાંથી કીડા નીકળ્યા
    • Americaથી આવશે અબજો ડોલર: ૧૧ મેથી ટેરિફ રિફંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratપક્ષે સસ્પેન્ડ કરેલાને સદસ્યતા અભિયાનનો અધ્યક્ષ હતા પણ સસ્પેન્ડ થયેલાને પ્રમુખ નહીં બનાવાશે
    સુરત

    Suratપક્ષે સસ્પેન્ડ કરેલાને સદસ્યતા અભિયાનનો અધ્યક્ષ હતા પણ સસ્પેન્ડ થયેલાને પ્રમુખ નહીં બનાવાશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 6, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.06

    આગામી ચૂંટણીને ધ્યાને રાખેને ભાજપે સંગઠન મજબૂત બનાવવા માટે વોર્ડ પ્રમુખની નિમણુંક કરી છે અને હવે શહેર પ્રમુખ માટે કવાયત હાથ ધરી છે. ભાજપે શહેર પ્રમુખ માટે ક્રાઈટેરિયા નક્કી કરાયા છે તેમાં પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ તથા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં તેવા ક્રાઈટેરિયા જાહેર કર્યા છે. જોકે, આ પહેલા સંગઠન પર્વ શરુ કરાયું હતું તેમાં આ ક્રાઈટેરિયા ન હોવાથી ભુતકાળમાં સસ્પેન્ડ કરેલાને સદસ્યતા અભિયનની જવાબદારી સોંપી હતી. આમ સંગઠન પર્વ અને સંગઠન પ્રમુખ માટે ભાજપના ક્રાઈટેરિયા અલગ-અલગ છે તેવી ચર્ચા શરુ થઈ ગઈ છે.

    સુરત ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કવાયત શરૂ થઈ છે અને વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર પ્રમુખ માટે નિરીક્ષકો આવ્યા હતા. સુરત શહેરમાં હાલમાં 30 વોર્ડના પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, 30માંથી પાંચ વોર્ડ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે તેમની સામે ભાજપ વિરોધમાં કામ કરવા તથા અન્ય આક્ષેપ કરવામાં આવ્યા છે. ગઈકાલે શહેર પ્રમુખના દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા તેમાં 70 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી કરી છે. જોકે, નિરીક્ષકો આવે તે પહેલાં ભાજપે શહેર જિલ્લા પ્રમુખ માટે ક્રાઈટેરિયા જાહેર કર્યા હતા તે અને ભૂતકાળના સંગઠનના હોદ્દેદારના ક્રાઈટેરિયા વિરોધાભાષી હોવાની ચર્ચા શરૂ થઈ છે. 

    હાલમાં શહેર પ્રમુખ માટેના ક્રાઈટેરિયામાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ તથા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં તેવો ઉલ્લેખ કર્યો છે. જોકે, થોડા સમય પહેલા ભાજપે દક્ષિણ ઝોનના સંગઠન પર્વની શરૂઆત કરી હતી તેમાં દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપના મહામંત્રી કિશોર બિંદલ અને પ્રદેશ સંયોજક વ્યવસાયિક સેલના કરશન ગોંડલીયાને દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, 2014ના સદસ્યતા અભિયાન વખતે ગોંડલીયા સામે મહિલાને મેસેજ કરવાના આક્ષેપ થયા હતા અને તેમને યુવા મોરચાના પ્રમુખ પદેથી સસ્પેન્ડ કર્યા હતા. તેમને આ સદસ્યતા અભિયાન વખતે દક્ષિણ ઝોનના ઈનચાર્જ બનાવી દેવામાં આવ્યા હતા.

    6 મહિના પહેલા શરૂ થયેલા સદસ્યતા અભિયાનમાં સસ્પેન્ડ થયેલાને જો દક્ષિણ ઝોનના સદસ્યતા અભિયાનનો અધ્યક્ષ બનાવાયા હોય તો પછી પ્રમુખ માટે અલગ ક્રાઈટેરિયા કેમ તેવી ચર્ચા ભાજપના કાર્યકરોમાં સાંભળવા મળી રહી છે. 

    સુરતને મૂળ સુરતી કે સૌરાષ્ટ્રીયન પ્રમુખ મળશે તે અંગે અનેક અટકળો 

    હાલમાં સુરત શહેર પ્રમુખ માટે વય મર્યાદા હટાવી દેવામાં આવી છે અને આ પદ માટે સુરતીઓ સાથે સૌરાષ્ટ્રીયન બન્ને તરફે જોરદાર દાવેદારી કરવામાં આવી છે.  જોકે, આ પદ માટે હાલના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને વફાદાર રહે તેવા જ પ્રમુખ બનશે તેવી જોરદાર અટકળો ચાલી રહી છે. 

    આ ઉપરાંત હાલમાં કોર્પોરેટરો છે કે અન્ય કોઈ હોદ્દેદાર છે તેને શહેર પ્રમુખ બનાવે તેવી અટકળ સામે એક વ્યક્તિ એક હોદ્દાની વાત વહેતી થઈ છે તો બીજી તરફ એવી ચર્ચા થઈ રહી છે કે સી.આર.પાટીલ મંત્રી, સાંસદ સાથે પ્રદેશ પ્રમુખ હતા તેથી આવી રીતે કોઈ પણ બની શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. આ સાથે કેટલાક દાવેદારો તો એવા છે જેઓ પાલિકાની ગત ચુંટણી હારી ચુક્યા છે અને તેઓએ પણ દાવેદારી કરી છે.

    BJP surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra: BJP પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા, 12 મેના રોજ મતદાન

    April 29, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ, બંદૂકની અણીએ SBIમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    અન્ય રાજ્યો

    West Bengalમાં મહિલાઓ ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસ માટે દસ ટકા વધુ મતદાન કરી રહી છે

    April 26, 2026
    રાષ્ટ્રીય

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026
    સુરત

    Suratમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026

    02 મેનું પંચાંગ

    May 1, 2026

    02 મેનું રાશિફળ

    May 1, 2026

    Pakistanમાં એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Khedaને Supreme Court તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistanમાં પેટ્રોલ-ડીઝલ ૪00ને પાર પહોચ્યું

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.