Rajkot,તા.07
રાજકોટ કાનૂની વિવાદ માં ખોટો આવક નો દાખલો મેળવી જેના આધારે હાઈકોર્ટ માંથી ખોટી લીગલ સહાય મેળવવા અંગે મા પશ્ચિમ મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી મંત્રી અને નરહર ગઢવી વિરુદ્ધ સ્ટુડિયો શિવ ના સંચાલક ભાવિનભાઈ ખખર એ ના ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં ફોજદારી ફરિયાદ કરતા ચકચાર મચી છે.વધુ વિગત મુજબ પ્રસિદ્ધ ગીત “મોગલ છેડતા કાળો નાગ” અને “આઈ શ્રી આશાપુરા માં ની ચૂંદડી” આલ્બમ ના ગીતો ના રાજકોટ કોમરશીયલ કોર્ટ દાવા અનુસંધાને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા નરહર આપાભાઈ ગઢવી એ હાઈકોર્ટ લીગલ સર્વિસ માં થી લીગલ વકીલ ની કાનૂની સહાય મેળવેલી નરહર ગઢવી એ ઉપરોક્ત રાજકોટ કોમરશીયલ કોર્ટ દાવા માં 30,000 કોર્ટ ફી ભરેલી તેમજ રાજકોટ શહેર માં રંગોલી પાર્ક માં માલિકી નું ધરાવે છે અને યુટ્યૂબ માંથી ડોલરમાં પૈસા કમાઈ છે. નરહર ગઢવી પોતે આર્થિક સધ્ધર હોવા છતાં રાજકોટ પશ્ચિમ મામલતદાર, નાયબ મામલતદાર અને તલાટી મંત્રી સાથે મિલાપીપણું કરી તા. 1 5.23 ના રોજ 96,000 રૂપિયા નો ખોટો દાખલો મેળવેલો તે દાખલાના આધારે હાઈકોર્ટ ઉપરોક્ત કેસ માં ખોટી રીતે લિગલ એડ વકીલ ની સહાય મેળવેલી. જેની જાણ થતાં ભાવિનભાઈ એ હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી ને નરહર ગઢવી વિરુદ્ધ ફરિયાદ કરતા હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી એ ભાવિનભાઈ ને નરહર વિરુદ્ધ પુરાવા રજૂ કરતા હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટી એ ભાવિનભાઈ ને આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર ને ફરિયાદ કરવા સુચના આપેલી જેમાં ભાવિનભાઈ પંચાયત ચોકી ના તપાસનીશ અધિકારી ને નરહર ગઢવી વિરૂદ્ધ રેકર્ડ પર ના તમામ પુરાવા આપવા છતાં યુનિવર્સિટી પોલીસે પશ્ચિમ મામલતદાર તરફથી દાખલા અંગે કોઈ અભિપ્રાય આવેલો નથી તેવો રિપોર્ટ ભરી ભાવિનભાઈ ની ફરિયાદ માં ગુનો નોંધ્યા વગર ફરિયાદ ફાઈલ કરી દીધેલી આથી ફોજદારી ફરિયાદ માં કોગ્નિઝેબલ ગુનો બનતો હોવાં છતાં ગુનો ન નોંધાતા ફરિયાદી ભાવિનભાઈ ખખરે એ નરહર આપાભાઈ ગઢવી તથા તે સમય ના રાજકોટ પશ્ચિમ મામલતદાર,નાયબ મામલતદાર, તલાટી મંત્રી વિરુદ્ધ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટ માં ફોજદારી ફરિયાદ કરી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ના તપાસનીશ અધિકારી સામે કાર્યવાહી કરવા ફરિયાદ માં રજુઆત કરી છે.રાજકોટ ના જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એન.ટી.કારીયા મેડમ એ ભાવિનભાઈ ખખર ની ફરિયાદ ક્રિમિનલ ઇન્કવાયરી નંબર 1/25 થી રેજીસ્ટર કરી વધુ સુનાવણી માટે તા. 4/2/25 મુકરર કરેલી છેઆ કામમાં સ્ટુડિયો શિવ ભાવિનભાઈ ખખર વતી રાજકોટ ના એડવોકેટ રાકેશભાઈ દોશી. ગૌતમ ગાંધી, વૈભવ કુંડલીયા તથા ગુજરાત હાઇકોર્ટ માં મૌસમ થાનિક રોકાયેલ છે.